• Home
  • Lifestyle
  • Health
  • In China, new strains of mice infected with corona after hanta virus exposed to the virus, spreading by exposure to mice or squirrels.

ચીનમાં હવે હંતા વાઈરસથી એક વ્યક્તિનું મોત, જોકે વ્યક્તિથી વ્યક્તિમાં ન ફેલાતો હોઈ રોગચાળો ફેલાવાની શક્ય

In China, new strains of mice infected with corona after hanta-virus exposed to the virus, spreading by exposure to mice or squirrels.
X
In China, new strains of mice infected with corona after hanta-virus exposed to the virus, spreading by exposure to mice or squirrels.

  • અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ પ્રમાણે, હંતાના સંક્રમણને ઓળખવામાં એક સપ્તાહનો સમય લાગી શકે છે
  • તાવ, થાક અને માથામાં દુ:ખાવો, ઉલટી, ડાયેરિયા જેવા લક્ષણો હંતાના સંક્રમણની તરફ ઈશારો કરે છે

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 03:54 PM IST

હેલ્થ ડેસ્ક. સમગ્ર વિશ્વમાં લોકો કોરોના વાઈરસની સામે લડી રહ્યા છે ત્યાં હંતા વાઇરસનો ખોફ ફેલાયો છે. ચીનના ગ્લોબલ ટાઈમ્સએ ટ્વિટ કરીને જણાવ્યું કે, યુન્નાનમાં હંતા વાઈરસના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. તપાસમાં આ વ્યક્તિમાં હંતા વાઈરસ પોઝિટિવ મળી આવ્યો છે. સોમવારે પીડિત વ્યક્તિ કામ પરથી શાડોંગ પ્રાંતમાં પરત ફરી રહ્યો હતો.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ હંતા વાઈરસ સાથે જોડાયેલી માહિતી આપી છે. 


શું છે હંતા વાઈરસ અને કેવી રીતે ફેલાય છે?
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)ના જણાવ્યા પ્રમાણે, આ વાઈરસ ઉંદર અથવા ખિસકોલીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. અમેરિકામાં આ વાઈરસને ન્યૂ વર્લ્ડ હંતા વાઈરસ અને યુરોપ અને એશિયામાં ઓલ્ડ વર્લ્ડ હંતા વાઈરસના નામથી ઓળખવામાં આવે છે. આ હંતા વાઈરસ પલ્મોનરી સિંડ્રોમ નામની બીમારીનું કારણ છે. હંતા વાઈરસના ઘણા પ્રકાર છે જે ઉંદરોની અલગ અલગ પ્રજાતિઓથી ફેલાય છે. આ વાઈરસ ઉંદરના મળ-મૂત્રથી ફેલાય છે અને વ્યક્તિ આ વાઈરસનો ભોગ ત્યારે જ બને છે, જ્યારે તે તેના સંપર્કમાં આવે છે. 

CDCના પ્રમાણે,  આ વાઈરસ ત્રણ પ્રકારે ફેલાય છે-

  • પ્રથમઃ આ વાઈરસથી ચેપિત ઉંદરો કોઈ વ્યક્તિને કરડે ત્યારે ફેલાય છે. જો કે આવા કિસ્સા ભાગ્યે જ સામે આવે છે. 
  • બીજુંઃ કોઈ જગ્યા અથવા વસ્તુ પર રહેલા ઉંદરના મળ-મૂત્ર અથવા લાળના સંપર્કમાં મનુષ્ય આવે છે અને તેના નાક અને મોંને સ્પર્શે છે.
  • ત્રીજુંઃ જો વ્યક્તિ એવું કંઈક ખાય છે કે જેના પર ઉંદરોનું મળ-મૂત્ર અથવા લાળ હોય. 

હંતા વાઈરસ અથવા કોરોના બંનેમાંથી વધારે કોન ખતરનાક છે?
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, હંતા વાઈરસ હવા દ્વારા નથી ફેલાતો તેમ છતાં કોરોના વાઈરસ કરતાં વધારે ખતરનાક છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના જણાવ્યા પ્રમાણે, હંતા વાઈરસ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે, સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસના કારણે વૈશ્વિક સ્તરે મૃત્યુ દરની સચોટ માહિતી મળવામાં થોડો સમય લાગી શકે છે. અત્યારે તે 3-4% વચ્ચે હોવાનું માનવામાં આવે છે. તો ફેબ્રુઆરીમાં જારી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, નવા કોરોના વાઈરસથી સૌથી વધારે પ્રભાવિત ચીનમાં આ દર 3.8 ટકા જે હવે 4 ટકાને પાર થઈ ગયો છે. તો બીજી તરફ અમેરિકામાં ઝડપથી ફેલાય રહેલ કોરોના વાઈરસના કારણે મૃત્યુ દર 1.2 ટકા છે. એટલે કે, કોરોના વાઈરસ થવાથી બચવાની શક્યતા ઓછી છે. 

વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી હંતા વાઈરસના 5 સ્ટ્રેન શોઘ્યા છે, તેમાંથી સૌથી વધારે ખતરનાક અરારાક્વોરા વાઈરસ છે, જેના ચેપથી મૃત્યુ દર 54 ટકા છે. તો બીજી તરફ સ્ટ્રેન સિન નોમ્બ્રે વાઈરસ છે જેના કેસમાં ડેથ રેટ 40 ટકા છે. ત્રીજું સ્ટ્રેન હંતા વાઈરસ હોય છે. તેનો ડેથ રેટ 5-10 ટકાની વચ્ચે છે. આ ત્રણેયમાંથી કોઈપણ ચેપ લાગવાથી મૃત્યુનું જોખમ કોરોના કરતા વધુ હોઈ શકે છે. 

હતાં વાઈરસ અને કોરોના વચ્ચે શું ફરક છે?
બંને વચ્ચે મોટો તફાવત છે, કોરોના વાઈરસ મનુષ્યથી મનુષ્યમાં ફેલાય છે જ્યારે હંતા ઉંદરો અને ખિસકોલીથી ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, જો કોઈ વ્યક્તિ ઉંદરના મળ, મૂત્ર વગેરેના સંપર્કમાં આવ્યા બાદ પોતાના આંખ નાક અને મોંને અડે છે તો તેને હંતા વાઈરસનો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે વ્યક્તિથી વ્યક્તિ નહીં પરંતુ ચિલી અને આર્જેન્ટિનામાં દુર્લભ કેસ નોંધાયા છે. જેમાં ચેપગ્રસ્ત દર્દીથી બીજી વ્યક્તિમાં ફેલાવવાની વાત સામે આવી હતી.તે એન્ડેસ વાઈરસ હતો, જે હંતા વાઈરસનો એક પ્રકાર છે.

કેવી રીતે હંતા વાઈરસનો ચેપ લાગે છે?
ઉંદર અથવા ખિસકોલીના સંપર્કમાં આવતા મનુષ્યમાં આ વાઈરસ ફેલાય છે. હંતા વાઈરસ મુખ્ય રીતે ઉંદરોમાં હોય છે. આ વાઈરસના કારણે ઉંદરોમાં કોઈ બીમારી નથી હોતી પરંતુ આ વાઈરસના કારણે મનુષ્યનું મોત થઈ જાય છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના જણાવ્યા પ્રમાણે,  ઘરોમાં ઉંદરો હોય તો આ વાઈરસના સંક્રમણનું જોખમ વધારે રહે છે.  

કેવી રીતે ખબર પડે કે હંતા વાઈરસથી સંક્રમિત છે?
‘હંતા’ વાઈરસના પીડિત લોકોને તાવ, થાક અને માંસપેશિઓમાં દુ:ખાવો થાય છે. આ દુ:ખાવો ખાસ કરીને પીઠ અને ખભામાં સૌથી વધુ થઈ શકે છે. આ સિવાય માથાનો દુ:ખાવો, ચક્કર આવવા, ઠંડી લાગવી, પેટમાં દુ:ખાવો, ઉલટી અને ઝાડા થવા પણ આ વાઈરસના લક્ષણો છે. 4થી 10 દિવસની અંદર સંક્રમણ વધી જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે. લક્ષણો ચાલુ રહે તો મૃત્યુ પણ થઈ શકે છે.ચીનમાં, મૃત્યુ પહેલાં પીડિતમાં સમાન લક્ષણો જોવા મળ્યા હતા. હંતાના સંક્રમણની ઓળખ કરવામાં એક સપ્તાહનો સમય લાગી શકે છે. 

ઉંદરની કઈ પ્રજાતિ હંતા વાયરસનું વાહક છે?
સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલના જણાવ્યા પ્રમાણે, ઉંદરની ચાર પ્રજાતિ હોય છે જે હંતા વાઈરસ ફેલાવે છે. તેમાં સૌથી મુખ્ય છે અમેરિકામાં જોવા મળતા ડિયર માઉસ. તે સામાન્ય ઉંદર કરતાં થોડા નાના હોય છે. તેના શરીરની લંબાઈ 2-3 ઈંચ હોય છે. શરીરની સરખામણીએ તેની આંખ અને નાક મોટા હોય છે. સાથે શરીર પર વાળ વધારે હોય છે. અન્ય ત્રણ પ્રજાતિઓમાં કોટન રેટ, રાઈસ રેટ, અને વ્હાઈટ ફૂટેડ માઉસ સામેલ છે. 


કયા પ્રકારના વિસ્તારમાં વાઈરસનું જોખમ વધારે?

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના જણાવ્યા પ્રમાણે, ગ્રામીણ વિસ્તાર જ્યાં વૃક્ષો વધારે હોય છે ત્યાં હંતા વાઈરસ ફેલાવવાનું જોખમ વધારે રહે છે. 

શું તેની કોઈ રસી છે?
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના જણાવ્યા મુજબ, આજ સુધી તેની રસી તૈયાર કરવામાં આવી નથી કે કોઈ ચોક્કસ સારવાર નથી. આવા દર્દીઓની વિશેષ સંભાળ રાખવામાં આવે છે અને  તેમને ઓક્સિજન થેરેપી આપવામાં આવે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી