તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Improving The Diet Of The Father Also Affects The Lifestyle Of The Child Growing In The Womb, We Can Give Good Health To The Child By Improving It.

સંશોધકોનો દાવો:ગર્ભમાં ઉછરતા બાળક પર પિતાના આહાર, જીવનશૈલીની પણ અસર થાય છે, તેમાં સુધારા કરીને બાળકને સારું આરોગ્ય આપી શકીએ

ન્યૂયોર્ક2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેરન્ટ્સ ફિઝિકલી એક્ટિવ રહે તો બાળકને તકલીફો નથી થતી

અત્યાર સુધી એવી માન્યતા રહી છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના આહાર અને સક્રિયતાની ગર્ભસ્થ શિશુના આરોગ્ય પર અસર પડે છે. સંશોધનો પણ આ વાત પર ભાર મૂકતા રહ્યા છે પણ નવા સ્ટડીમાં ખુલાસો થયો છે કે માતાના જ નહીં, પિતાના આહાર, વ્યાયામની ટેવો તથા જીવનશૈલીની પણ બાળક પર અસર પડે છે. વર્જિનિયા યુનિ.ની સ્કૂલ ઑફ મેડિસિન તથા અન્ય સંસ્થાઓના લેટેસ્ટ સ્ટડીમાં જણાવાયું છે કે પેરન્ટ બનવા જઇ રહેલા દંપતીની આહારની ટેવો, જીવનશૈલી તથા જિનેટિક્સ આવનારા બાળકનું સારું આરોગ્ય નક્કી કરી શકે છે.

સંશોધકોના કહેવા મુજબ, ગર્ભાધાન પહેલાં જે માતા-પિતા ચરબીયુક્ત આહાર વધુ લે તેમના સંતાનોમાં ચયાપચયની ક્રિયા સંબંધી તકલીફોનું ઘણું જોખમ રહે છે પરંતુ જો સગર્ભાઓ ગર્ભાવસ્થા દરમિયાન એક્સરસાઇઝ કરે તો આ જોખમ સંપૂર્ણપણે દૂર થઇ શકે. અહીં એ બાબત પર ભાર મુકાયો છે કે પિતાએ પણ ફિઝિકલી એક્ટિવ રહેવું જરૂરી છે, કેમ કે પેરન્ટ્સનો જિનેટિક વારસો સંતાનોમાં વિવિધ જૈવિક રીતે પહોંચે છે, જે આગળ જતા તેમના સારા સ્વાસ્થ્યનો આધાર બને છે. તે ઉપરાંત માતા સક્રિય રહે તો તે આવનારા બાળક પર પિતાના ખાન-પાનની ખરાબ ટેવોની અસર અટકાવી શકે છે. સ્ટડીમાં જણાવાયું છે કે ગર્ભાવસ્થા પહેલા માતા કે પિતાને ડાયાબિટીસ, મેદસ્વીતા કે ઈન્સ્યૂલિન પ્રતિરોધકતા હોય તો બાળક મોટું થાય ત્યારે તેને પણ આવી તકલીફો થવાની શક્યતા રહેશે.

સંશોધકો કહે છે કે બાળકો પેરેન્ટ્સના ખાન-પાન અને કસરતની ટેવો અપનાવે છે, જેથી બાળકને કેટલું સ્વસ્થ ભવિષ્ય આપવું તે મોટા ભાગે પેરન્ટ્સ પર જ નિર્ભર છે. ઉંદર પર કરાયેલા રિસર્ચમાં એક ગ્રૂપને ચરબીવાળું ભોજન અપાયું અને આરામ અપાયો જ્યારે બીજા ગ્રૂપને સામાન્ય ભોજન અને શિસ્તબદ્ધ રુટીનમાં રખાયું. પહેલા ગ્રૂપના સંતાનોમાં વયસ્ક થવા પર મેટાબોલિઝ, વજન સંબંધી તકલીફો જણાઇ જ્યારે બીજા ગ્રૂપના સંતાનો સંપૂર્ણ ફીટ અને સામાન્ય સ્વાસ્થ્યવાળા જણાયા.

શિશુના જન્મ અને તે પહેલાં ફિઝિકલ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવું જરૂરી
વર્જિનિયા સ્કૂલ ઓફ મેડિસિનના ડૉ. ઝેન યાન કહે છે કે સ્ટડીના પરિણામોથી સ્પષ્ટ છે કે ગર્ભાવસ્થા પહેલાં અને તે દરમિયાન માતા અને પિતા બંનેએ શારીરિક પ્રવૃત્તિઓ વધારવી જોઈએ. તેને પ્રોત્સાહન આપવું જોઈએ. ખાસ વાત એ છે કે અત્યાર સુધી પિતાની જીવનશૈલીને ધ્યાનમાં નહોતી લેવાતી પરંતુ બાળકના સ્વાસ્થ્ય માટે તે પણ મહત્ત્વપૂર્ણ હોય છે.

અન્ય સમાચારો પણ છે...