તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખાવાનું કારણ સમજો:બેસવાની ખોટી રીતથી માથું, ગરદન અને પીઠનો દુખાવો થાય છે, તેનાથી કરોડરજ્જુ પર 6 ગણું વધુ દબાણ પડે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માથું 60 ડિગ્રી સુધી આગળ નમેલું હોય તો કરોડરજ્જુ પર 27 કિલો જેટલા વજનનો ભાર પડે છે
  • શરીરનું પોશ્ચર ખરાબ થવાથી તેની સીધી અસર પીઠના સ્નાયુઓ પર પડે છે

મેયો ક્લિનિકના રિસર્ચના અનુસાર, જો તમારું માથું 60 ડિગ્રી સેલ્સિયસ સુધી આગળ નમેલું હોય તો કરોડરજજુ પર લગભગ 27 કિલો જેટલા વજનનો ભાર પડે છે. આ ખરાબ પોશ્ચરથી શરીરના ઘણા ભાગ પર ખરાબ અસર પડે છે.

આ સમસ્યા દર્શાવે છે કે પોશ્ચર ખરાબ છે
શરીરનું પોશ્ચર ખરાબ થવાથી તેની અસર પીઠના સ્નાયુઓ પર પડે છે. આ દબાણ ચેતા દ્વારા માથા, ગરદન, પીઠ અને ખભા સુધી પહોંચે છે. આવું થવાથી માથામાં દુખાવો, જડબામાં દુખાવો, ગરદન અને પીઠનો દુખાવો, ખભામાં દુખાવો, ઘૂંટણ અને હિપ્સ અને પંજામાં દુખાનાની ફરિયાદ થઈ શકે છે.

યોગ્ય પોશ્ચર આવું હોવું જોઈએ
જ્યારે ઊભા હોવઃ માથું હંમેશાં સીધુ રાખો. મોબાઈલનો ઉપયોગ કરતા સમયે તેને આઈ લેવલ પર રાખો. ખભાને થોડો પાછળની તરફ ખેંચો. પગ સીધા હોવા જોઈએ, ઘૂંટણ સામાન્ય સ્થિતિમાં હોવા જોઈએ. શરીરનું વજન પગની વચ્ચે પડવું જોઈએ. પગ ખભાની પહોંળાઈ જેટલા ફેલાયેલા હોવા જોઈએ

જ્યારે બેસોઃ કમ્પ્યુટર સ્ક્રીન, વિંડશીલ્ડ વગેરેની તરફ ગરદન ઝૂકાવવાને બદલે કમ્પ્યુટર સ્ક્રીનને આઈલેવલ પર રાખો. ખુરશી પર પીઠને સીધી રાખવી. જો જરૂરી હોય તો ઓશીકું અથવા ટુવાલને વાળીને કમર પર લગાવી લો. કી-બોર્ડને કોણીની ઉંચાઈની સમાન રાખો. હિપ્સ અને ઘૂંટણની વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોવો જોઈએ. પગ ફ્લોર પર આરામદાયક સ્થિતિમાં રાખવા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો