IIT દિલ્હીએ કોરોનાવાઈરસની તપાસ માટે કિટ તૈયાર કરી; ખૂબ ઓછી કિંમતે મળશે

IIT Delhi prepares kits for coronavirus screening; Get a very low price
X
IIT Delhi prepares kits for coronavirus screening; Get a very low price

  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં તપાસ કિટનું ટ્રાયલ ચાલી રહ્યું છે
  • ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મંજૂરી મળતા કિટ દેશમાં ઉપલબ્ધ કરવામાં આવશે

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 07:21 PM IST

હેલ્થ ડેસ્ક. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) દિલ્હીના સંશોધકોએ કોરોના વાઈરસને ઓળખવા માટે કિટ તૈયાર કરી છે. પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી આ કિટનું ટ્રાયલ કરી રહી છે. કિટ તૈયાર કરનારી રિસર્ચ ટીમના જણાવ્યા અનુસાર, તે ખૂબ ઓછા ભાવે ઉપલબ્ધ થશે અને ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ આ કિટને ખરીદી શકશે. 

વાઈરસની નવી જાણકારી તપાસવામાં મદદ કરશે
રિસર્ચ ટીમના પ્રમુખ પ્રોફેસર વિવેકાનંદ પેરુમલના જણાવ્યા મુજબ, અમે કોરોના વાઈરસના અલગ અલગ સેમ્પલની સરખામણી કરી છે, આ દરમિયાન વાઈરસના અલગ અલગ ભાગ વિશે મહત્ત્વની જાણકારી સામે આવી છે. નવા વાઈરસના આવા અલગ અલગ ભાગો માણસોમાં જોવા મળતા બીજા કોરોનાવાઈરસમાં જોવા નથી મળતા. આ જ વિશિષ્ટતા તપાસ દરમિયાન નવા કોરોનાવાઈરસની ઓળખ કરવામાં મદદ કરશે. 

સચોટ માહિતી આપશે કિટ
પ્રોફેસર વિવેકાનંદ પેરુમલના જણાવ્યા પ્રમાણે, પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા મંજૂરી મળતાં જ કીટ દેશ માટે મદદરૂપ સાબિત થશે. પ્રોફેસર મનોજ મેનનના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસ છે કે નહીં, નવી કીટ સચોટ માહિતી પૂરી પાડે છે. કિટને આઈઆઈટીના કુસુમ સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

ખાનગી લેબ 4500 રૂપિયાથી વધારે ચાર્જ નહીં કરી શકે
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, 21 માર્ચે 16,911 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 315 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તપાસને લઈને શનિવારે કેન્દ્ર સરકારે નવી સૂચના જારી કરી છે. સૂચનાઓ અનુસાર, કોરોનાની તપાસ માટે ખાનગી લેબ 4500 રૂપિયાથી વધારે ચાર્જ કરી શકશે નહીં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી