તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IIT બોમ્બેનો દાવો:લિક્વિડ લેયરની સપાટી પર કોરોના અનેક દિવસો સુધી જીવતો રહે છે, વાઈરસથી બચવા માસ્ક પહેરો, અંતર જાળવો અને હેન્ડવોશ કરતા રહો

2 મહિનો પહેલા

IIT બોમ્બેએ તેમના રિસર્ચમાં દાવો કર્યો છે કે, કોરોનાવાઈરસ પાતળા લિક્વિડ લેયર સાથે ચોંટીને જીવિત રહી શકે છે. રિસર્ચ પ્રમાણે, આ જોખમી વાઈરસ સપાટી પર અનેક કલાક અને ઘણા દિવસો સુધી જીવિત રહે છે. ‘ફિઝિક્સ ઓફ ફ્લુઇડ’ જર્નલમાં પબ્લિશ રિપોર્ટમાં જણાવ્યું છે કે, સોલિડ સપાટી પર ઘણા દિવસો ઘણા કલાકો સુધી વાઈરસ કેવી રીતે જીવિત રહે છે.

રિસર્ચ સમજો

  • વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સામાન્ય રીતે શ્વાસમાંથી નીકળતા ડ્રોપલેટ્સ કેટલીક સેકન્ડમાં સુકાઈ જાય છે, પરંતુ કોઈ અલગ-અલગ સપાટી પર કોરોના કેટલાક કલાકો સુધી જીવતો રહે છે.
  • IIT બોમ્બેના પ્રોફેસર રજનીશ ભારદ્વાજે જણાવ્યું કે, અમે નેનોમીટરવાળા લિક્વિડ લેયર પર રિસર્ચ કર્યું. વાઈરસ સપાટી પર ખાસ પ્રકારના ફોર્સથી ચોંટે છે. આથી કોરોના આ સપાટી પર કલાકો સુધી જીવિત રહે છે.
  • પ્રોફેસર અમિત અગ્રવાલે કહ્યું કે, પાતળી સપાટીના મોડલ જણાવે છે કે સપાટી પાતળી સપાટી પર હાજરી અને તેનું સૂકાવું નક્કી કરે છે કે કોરોના કેટલા સમય સુધી સપાટી પર જીવિત રહેશે.

કેસ વધે કે ઘટે, હજુ પણ કોરોના વાઈરસથી બચવું જરૂરી છે
દુનિયાભરના ડૉક્ટર્સ પણ એ જ કહી રહ્યા છે કે, જો વ્યક્તિ માસ્ક પહેરીને પોતાની જવાબદારી લે તો કોરોનાને રોકી શકીએ છીએ. આ કામ વધારે મુશ્કેલ પણ નથી. તમે 3 કામ કરીને કોરોનાની બીજી લહેરને રોકી શકો છો...

1.માસ્ક પહેરો
ગ્લોબલ રિસર્ચમાં આ સાબિત થયું છે કે, જ્યાં 50થી 80% લોકોએ માસ્ક પહેર્યો, ત્યાં કોરોના કંટ્રોલમાં આવી ગયો. આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણા મોંમાંથી ડ્રોપ;લેટ્સ દોઢથી બે ફૂટ સુધી દૂર જઈ શકે છે. માસ્ક વગર વાત કરશો તો ડ્રોપલેટ્સની રેન્જ 6 ફૂટ સુધી દૂર જશે. માસ્ક હશે તો તે અઢી ઇંચથી વધારે આગળ નહિ જઈ શકે. તેનાથી સંક્રમણની જોખમ 90% ઘટી જશે.

2. અંતર રાખો
કોરોનાવાઈરસ શ્વાસ અને ડ્રોપલેટ્સ દ્વારા 6 ફૂટ સુધી ફેલાઈ શકે છે. જો આપણે આટલું અંતર જાળવીએ તો પોતાને સંક્રમિત થવાથી બચાવી શકીએ છીએ.

3. હાથ સ્વચ્છ રાખો
કોરોના નાક અને મોંથી શરીરમાં પ્રવેશે છે. હાથથી આપણે વારંવાર મોં સ્પર્શ કરીએ છીએ. હાથ સેનિટાઈઝ હશે તો સંક્રમણ ફેલાવાનું જોખમ ઓછું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser