ટિપ્સ / તમારો અવાજ ભારે હોય તો તેને મધુર બનાવવા માટે ઊંચા અવાજે બોલવાનું ટાળવું જોઈએ

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો

Divyabhaskar.com

Feb 14, 2020, 05:41 PM IST

હેલ્થ ડેસ્કઃ કોઈ પણ વ્યક્તિ માટે તેનો અવાજ એક ઓળખ હોય છે. તેથી જ મધુર, મીઠો અને સ્પષ્ટ અવાજની લોકો કામના કરતા હોય છે. ટીચર, એન્કર, એડવોકેટ, સેલ્સપર્સન અને સિંગર સહિતનાં પ્રોફેશનમાં અવાજ અગત્યની ભૂમિકા ભજવે છે. આ તમામ પ્રોફેશનના વ્યક્તિઓએ ભારે અવાજન ન થઈ જાય તેની કાળજી રાખવાની હોય છે. ભારે અવાજ થવાના 2 કારણો છે: 1. વોકલ નોડ્યૂલ્સ 2.વોકલ પોલિપ. વોકલ કોર્ડમાં આ બંને સમસ્યાઓને લીધે અવાજ ખરાબ અને ભારે થઈ જાય છે. આ સમસ્યા પુરુષોની સરખામણીએ મહિલાઓમાં વધારે જોવા મળે છે.

વોકલ કોર્ડ કેવી રીતે કામ કરે છે
ગળામાં આવેલાં સ્વરતંત્રમાં વોઇસ બોક્સમાં આવેલાં મસલ્સની આસપાસથી અવાજ ઉત્પન્ન થાય છે. આ મસલ્સ સારી રીતે કાર્ય કરે તો અવાજમાં મધુરતા આવે છે. આ શરીરની એક નાજુક પ્રણાલી હોય છે. સતત બોલતા રહેવાથી અને ઊંચા અવાજે બોલવાથી આ મસલ્સમાં સોજો આવી જાય છે અને વોકલ નોડ્યુલ બની જાય છે. તેનાથી અવાજ ખરાબ થઈ જાય છે.

વોકલ નોડ્યુલ અને પોલિપ

વોકલ કોર્ડ પર થતા નાના દાણા જેવી રચનાને વોકલ નોડ્યુલ કહેવામાં આવે છે. ઊંચા અવાજે સતત વાતચીત કરવાથી આ સમસ્યા થઈ શકે છે. વોકલ પોલિપમાં પણ અવાજ ભારે થઈ જાય છે. આ અવસ્થામાં ભારે અવાજ સાથે બોલતી વખતે દુખાવો થાય છે અને ક્યારેક બોલતા સમયે અવાજ ફાટી જાય છે.

ઉપાય
વોકલ હાઈજીનની મદદથી અવાજને ભારે થતો અટકાવી શકાય છે અને અવાજને મધુર બનાવી શકાય છે. લાંબા સમય સુધી સતત બોલવાથી અને જોરથી બોલવાનું ટાળવું જોઈએ. જો તમારા કામથી વધારે બોલવાનું થાય તો વચ્ચે વચ્ચે પાણી પીવું જોઈએ. જરૂર વગર ઉધરસ ખાઈને ગળું સાફ ન કરવું જોઈએ. યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ. સંતુલિત આહાર લેવો જોઈએ.

પેટનું એસિડ રિફ્લેક્સ પણ વોકલ કોર્ડને નુકસાન પહોંચાડી શકે છે. તેથી એસિડિટીનો ખ્યાલ પણ રાખવો જોઈએ. વધારે લોકોને સંબોધન કરતી વખતે માઇકનો ઉપયોગ કરવો જોઈએ. ચા, કોફી સહિતના કેફિન પદાર્થોનું સેવન વધારે માત્રામાં કરવાથી વોકલ નોડ્યુલ અને પોલિપની સમસ્યાની સંભાવના વધે છે. વોકલ નોડ્યુલ અને પોલિપની સમસ્યા વધારે થઈ જવાથી માઈક્રોલરિંજિયલ સર્જરી કરીને દૂર કરવામાં આવે છે.

X
પ્રતીકાત્મક ફોટોપ્રતીકાત્મક ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી