કોરોનાકાળમાં ઓનલાઈન અભ્યાસને કારણે બાળકોની ફિઝિકલ એક્ટિવિટી પર અસર પડી. ના બરાબર ફિઝિકલ એક્ટિવિટી અને વધારે પડતાં સ્ક્રીન ટાઈમની અસર બાળકનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થઈ. બાળકોને ઘરે બેઠાં-બેઠાં ખાવાની આદત થઈ ગઈ. તેવામાં કેટલાક બાળકોનું વજન વધ્યું તો કેટલાકનું આઉટ ઓફ કન્ટ્રોલ થઈ ગયું.
મેદસ્વિતા એટલે શું?
WHOના રિપોર્ટ પ્રમાણે, મેદસ્વિતા એવી કન્ડિશન હોય છે જેમાં શરીરમાં વધારે પડતું ફેટ જમા થઈ જાય છે. તેનાથી ગંભીર બીમારી હૃદય રોગ અને ટાઈપ -2 ડાયાબિટીસનું જોખમ વધે છે. આ રોગ બાળકોને પણ શિકાર બનાવી શકે છે.
જે લોકોનો BMI (બોડી માસ ઈન્ડેક્સ) 25થી વધારે હોય તેને ઓવરવેટ કહેવાય છે. 30થી વધારે BMI હોય તેવી વ્યક્તિને ઓબેસ્ડ અર્થાત મેદસ્વી કહેવાય છે. BMI એક મેટ્રિક સિસ્ટમ છે. માણસનું વજન વધારે છે કે ઓછું તે માપવા માટે માટે BMIનો ઉપયોગ થાય છે.
ભારતીય બાળકો મેદસ્વી બની રહ્યા છે
નવેમ્બર 2021માં રિલીઝ થયેલાં NFHS-5ના રિપોર્ટ પ્રમાણે, 5 વર્ષ સુધીની ઉંમરના બાળકોમાં મેદસ્વિતા વધી રહી છે. NFHS-4માં 2.1%ની સરખામણીએ NFHS-5માં સંખ્યા વધીને 3.4% થઈ છે. દેશમાં 1.44 કરોડ બાળકોનું વજન વધારે છે. દુનિયાભરમાં આશરે 2 અબજ બાળકો મેદસ્વી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચાઈલ્ડ ઓબેસિટી ટૂંક સમયમાં મહામારીમાં પરિવર્તિત થઈ શકે છે.
આયુર્વેદિક ઉપાય
(નોંધ: આ લેખ સામાન્ય માહિતી માટે છે. ઉપાય કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લો.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.