• Gujarati News
  • Lifestyle
  • Health
  • If Your Child Is Not Getting Proper Nutrition, Be Careful, Nutrient Deficiencies Can Reduce Body Length By Up To 8 Inches

રિસર્ચ:તમારા બાળકને યોગ્ય આહાર ન મળતો હોય તો ચેતી જજો, પોષકતત્ત્વોની ઊણપથી શરીરની લંબાઈ 8 ઇંચ સુધી ઘટી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોની સૌથી વધુ સરેરાશ લંબાઈ નેધરલેન્ડ્સમાં અને સૌથી ઓછી ઇસ્ટ તિમોરમાં છે
  • લેન્સેટ જર્નલમાં પબ્લિશન થયેલાં રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો

નબળા આહારની અસર બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર પડે છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પોષકપૂર્ણ આહાર ન લેવાથી બાળકોની સરેરાશ લંબાઈ 20 સેન્ટિમીટર (7.9 ઇંચ) સુધી ઘટી શકે છે.

લંબાઈ એ બાળકોના આહારનું સ્તર જણાવે છે
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ વિસ્તારમાં ચોક્કસ વયના બાળકોની સરેરાશ લંબાઈથી એ જાણી શકાય છે કે, લાંબા સમયથી તેની ખોરાકની ક્વોલિટી કેવી રહી છે. બાળકોની લંબાઈ અને વજનમાં જિનેટિક્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ, જ્યારે સમગ્ર વસ્તીના બાળકોની લંબાઈ અને વજનની વાત આવે પછી પોષણ અને પર્યાવરણની ભૂમિકા વધારે હોય છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2019માં 19 વર્ષની ઉંમરે છોકરાઓની સૌથી વધુ સરેરાશ લંબાઈ નેધરલેન્ડમાં હતી. આ વય જૂથના છોકરાઓની સરેરાશ લંબાઈ 183.8 સેન્ટિમીટર (લગભગ 6 ફુટ) હતી. તેમજ, ઓછી સરેરાશ લંબાઈ તિમોર(160.1 સે.મી. અથવા 5 ફૂટ, 3 ઇંચ)માં હતી.

આ રીતે રિસર્ચ થયું
આ રિસર્ચ માટે 5થી 19 વર્ષના 6.5 કરોડ બાળકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વર્ષ 1985થી 2019 દરમિયાન હાથ ધરાયેલા 2000થી વધુ અભ્યાસમાંથી આ ડેટા લેવામાં આવ્યો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, સૌથી વધુ સરેરાશ લંબાઈ ઉત્તર પશ્ચિમ અને મધ્ય યુરોપના દેશોમાં છે. તેમજ, ઓછી સરેરાશ લંબાઈ દક્ષિણ, દક્ષિણ-પૂર્વ એશિયા, લેટિન અમેરિકા, પૂર્વ આફ્રિકામાં છે.

નેધરલેન્ડ્સને ઉદાહરણ બનાવીને સમજાવ્યું
લાઓસમાં રહેતા 19 વર્ષીય છોકરાઓની સરેરાશ લંબાઈ 5 ફુટ, 4 ઇંચની આસપાસ છે, જે નેધરલેન્ડમાં રહેતા 13 વર્ષના વયની સરેરાશ લંબાઈ છે. ગ્વાટેમાલા, બાંગ્લાદેશ, નેપાળ અને તિમોરમાં 19 વર્ષીય છોકરીઓની સરેરાશ લંબાઈ નેધરલેન્ડ્સની 11 વર્ષની છોકરીઓની સરેરાશ લંબાઈ (5 ફુટ)ની બરાબર છે.

ચીન અને દક્ષિણ કોરિયામાં લંબાઈમાં સૌથી મોટો સુધારો જોવા મળ્યો
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ચીન અને દક્ષિણ કોરિયામાં વર્ષ 1985થી છેલ્લાં 35 વર્ષમાં બાળકોની સરેરાશ લંબાઈમાં સૌથી મોટો સુધારો જોવા મળ્યો છે. તેમજ, ઘણા પેટા સહારન આફ્રિકા દેશોની સરેરાશ લંબાઈ આ વર્ષોમાં બદલાઇ નથી.