રેટ રેસમાં પેરેન્ટ્સ પાસે હવે એટલો સમય નથી રહ્યો કે તે બાળકોને લાડ લડાવી ભોજન કરાવે. પેરેન્ટ્સના પ્રેમ અને લાડની જગ્યા હવે મોબાઈલ ફોને લઈ લીધી છે. પેરેન્ટ્સને મોબાઈલથી એક પ્રકારની શાંતિ મળે છે કે કોઈ નખરાં કર્યા વગર બાળકને મોબાઈલ આપી દો એટલે બાળક જમી લેશે. આ આદત કેટલી ખતરનાક સાબિત થઈ શકે તે જાણો સીનિયર પીડિયાટ્રિશિયન ડૉ. પિયુષ જૈન પાસેથી....
બાળકોને શા માટે સ્માર્ટફોનની લત લાગે છે
ડૉ. જૈન કહે છે કે આજકાલની મિકેનિકલ લાઈફમાં માતાપિતા બંને નોકરી કરતા હોય છે. ન્યુક્લિયર ફેમિલીમાં હવે બાળકને પહેલાં જેટલો પ્રેમ નથી મળી રહ્યો. પહેલાં બાળકને દાદા-દાદી વાર્તા સંભળાવી લાડ લડાવી જમાડતા હતે હવે જમાનો બદલાયો છે. આ સ્નેહની જગ્યા હવે મોબાઈલ ફોને લઈ લીધી છે. મોબાઈલ ફોનમાં બાળકો એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને એ પણ ભાન નથી હોતું કે પીરસાઈ શું રહ્યું છે!
મોબાઈલની લત બાળકો માટે કેવી રીતે જોખમકારક સાબિત થઈ શકે છે?
પેરેન્ટ્સ શા માટે જવાબદાર
પેરેન્ટ્સ એટલા વ્યસ્ત બની ગયા છે કે તે બાળકને ભોજન કરાવવાને તેઓ જવાબદારી નહિ પરંતુ ડ્યુટી સમજી રહ્યા છે. પેરેન્ટ્સ બાળકને જમવાનું અને મોબાઈલ આપી બીજી એક્ટિવિટી કરવા લાગે છે. મોબાઈલમાં વીડિયો જોતા તેમના મનમાં ઉદભવતા કેટલાક સવાલોના જવાબ ન મળતા તેની ઉત્સુકતા જતી રહી છે. તેની અસર બાળકના માનસિક વિકાસ પર થાય છે.
આજની પેઢીનાં બાળકોને શું નથી મળી રહ્યું?
ડૉ. જૈનના જણાવ્યા પ્રમાણે, આજના બાળકો પરિવાર સાથે રહેવું, શેરિંગ, જલ્દી બોલતા ચાલતાં શીખી જવું આ બધી વસ્તુ ચૂકી રહ્યા છે. બાળક જ્યારે વાર્તા સાંભળવાની જિદ્દ કરે ત્યારે પેરેન્ટ્સ તેને મોબાઈલ આપી દે છે. આમ કરવાથી બાળક લોકકથા, નૈતિક શિક્ષા અને ઘરેલુ જ્ઞાનથી વંછિત થઈ જાય છે. બાળકોને કોઈ લાડ લડાવી જમાડવાવાળું નથી હોતું.
બાળકોને મોબાઈલથી આ રીતે દૂર કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.