• Gujarati News
  • Lifestyle
  • Health
  • If You Want To Reduce The Fear Of Congenital Diseases And The Cost Of Treatment, Then Follow These Tips Given By Experts.

સેક્સ્યુઅલી એક્ટિવ મહિલાઓ ફોલિક એસિડ લો:બાળકની જન્મજાત બીમારીઓનો ડર અને સારવારનો ખર્ચો ઓછો કરવો છે, તો એક્સપર્ટે જણાવેલી આ ટિપ્સ અપનાવો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જન્મજાત બાળક માટે પેરેન્ટ્સ ઈન્શ્યોરન્સ લઈ શકે છે
  • માતાએ પ્રેગ્નન્સી દરમિયાન ગાયનેકોલોજિસ્ટના સંપર્કમાં રહેવું જોઈએ

અત્યાર સુધી ઈન્શ્યોરન્સ કંપનીઓ નવજાત બાળકના દોષ અને સર્જીકલ સમસ્યા કવર કરતી નહોતી, પરંતુ નવજાત બીમારી માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક્સે કેટલીક કંપનીઓની મદદથી આ દિશામાં સકારાત્મક સ્ટેપ્સ લીધા છે. આ હેલ્થ કંપનીમાં સ્ટાર હેલ્થ અને એલાઈડ ઈન્શ્યોરન્સ કંપની સામેલ છે.

પેરેન્ટ્સને શું ફાયદો થશે?
આર્ટિમિસ હોસ્પિટલના વરિષ્ઠ બાળ રોગ નિષ્ણાત ડૉ. રાજીવ છાબરાના જણાવ્યા પ્રમાણે મોટે ભાગે સરકારી હોસ્પિટલમાં કોન્જેનાઈટલ એનોમલીઝ માટે નિઓનેટલ બેડ હોતા નથી. આ બીમારીમાં થતાં ખર્ચા મોંઘા હોય છે. તેથી ઈન્શ્યોરન્સ લેવાથી પેરેન્ટ્સને રાહત મળશે.

ભારતમાં સ્થિતિ ગંભીર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે, દર વર્ષે 17 લાખ બાળકો બર્થ ડિફેક્ટ સાથે જન્મે છે. તેમાં ક્લેફ્ટ લિપ, ક્રોમોજોમલ એબ્નોર્મલિટી, સેન્સરી ડેફિસિટ્સ સામેલ છે. લોકોમાં જાગૃતતા ફેલાવા માટે દર વર્ષે 3 માર્ચે વર્લ્ડ બર્થ ડિફેક્ટ્સ ડે પણ ઉજવાય છે.

કયાં બાળકોને રાહત મળશે

ઘણી વખત જન્મજાત બાળકોમાં તેમના દોષ જણાઈ આવે છે, પરંતુ કેટલાક એવાં ડિફેક્ટ્સ પણ હોય છે જે તેમનાં શરીરની અંદર હોય છે. જેમ કે હાર્ટ, બ્રેન અને કિડની સંબંધિત ડિફેક્ટ્સ હોય તો પણ બાળક સામાન્ય જ દેખાય છે.

પીડિયાટ્રિશન ડૉ. રાજીવ છાબરાના જણાવ્યા પ્રમાણે, બર્થ ડિફેક્ટ્સના અલગ અલગ દોષોની સારવાર માટે 1થી 3 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે. બીમારી કેટલી ગંભીર છે તેના પર આ ખર્ચો આધાર રાખે છે. તેથી પેરેન્ટ્સે આવી બીમારીને ધ્યાનમાં રાખી ઈન્શ્યોરન્સ કવર લેવું જોઈએ.

બર્થ ડિફેક્ટ્સનું કારણ શું?
મૈત્રી વુમન્સ હેલ્થના ફાઉન્ડર અને સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. અંજલી કુમાર જણાવે છે કે, કેટલાક દોષ આનુવાંશિક હોઈ શકે છે. પ્રેગ્નન્સીમાં ઈન્ફેક્શન થવાથી પણ સમસ્યા થઈ શકે છે. પ્રેગ્નન્સીના સમયે ડાયાબિટીસ કન્ટ્રોલમાં ન રહે તો પણ બાળકમાં ખામી સર્જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક દવા લેવાથી પણ સમસ્યા સર્જાય છે.

બાળકને બર્થ ડિફેક્ટ્સથી કેવી રીતે બચાવી શકાય?
મોટા ભાગના જન્મજાત દોષો રોકવા સંભવ નથી, તેમ છતાં કેટલાક દોષો માતા તેમની આદતો સુધારી રોકી શકે છે. ડૉ. અંજલિ તેના માટે આ સલાહ આપે છે:

  • પ્રેગ્નન્સી પહેલાં ગાયનોકોલોજિસ્ટ પાસેથી કાઉન્સેલિંગ લો.
  • ગર્ભનિરોધનો ઉપયોગ કરતાં નથી અને સેક્સ્યુઅલી એક્ટિવ હો તો પણ ગાયનેકોલોજિસ્ટની સલાહ લીધા બાદ ફોલિક એસિડ ડો.
  • પ્રેગ્નન્ટ થાઓ એટલે તરત ડૉક્ટરનો સંપર્ક કરો.
  • ડાયાબિટીસ કન્ટ્રોલમાં રાખો.
  • આલ્કોહોલ અને અન્ય માદક દ્વવ્યોથી દૂર રહો.
  • સીરમ ટેસ્ટ, એનોમલી સ્કેન, ફીટલ ઈકો, ફીટલ MRI સહિતના ટેસ્ટ પ્રેગ્નન્સી દરમિયાન કરાવો.