તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • If You Want To Lose Weight And Keep Your Body In Shape, Do Rope, Zumba And Sports Activities, Stay Fresh And Stay Healthy.

ફિટ એન્ડ ફેબ:વજન ઘટાડવું હોય અને બોડી શેપમાં રાખવું હોય તો દોરડાકૂદ, ઝુમ્બા અને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરો, ફ્રેશ રહેવાની સાથે સ્વસ્થ રહેશો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણીવાર દરરોજ એકસરખું વર્કઆઉટ કરવાનો કંટાળો આવે છે. એટલે વર્કઆઉટમાં પણ સમયાંતરે કેટલાક ફેરફારો કરવા જોઇએ. ઉદાહરણ તરીકે, જો ટ્રેડમિલ કરતી વખતે તમને કંટાળો આવતો હોય તો તમે રૂટિનમાં કેટલીક વિશેષ એરોબિક્સ એક્સર્સાઇઝનો સમાવેશ કરી શકાય. તેનાથી આખા બોડી પર અસર થશે અને શરીરને શેપમાં રહેવામાં મદદ મળશે. રૂટિન વર્કઆઉટમાં કઈ એક્સર્સાઇઝનો સમાવેશ કરી શકાય ચાલો જાણીએ...

1. દોરડા કૂદવા
આ એક્સર્સાઇઝ ઘરે કરી શકાય છે. સ્કિપિંગ રોપ સરળતાથી તમને માર્કેટમાંથી મળી જશે.

આ રીતે કરો: સૌપ્રથમ વોકિંગ કરીને બોડીને વોર્મઅપ કરો. જો તમે પહેલીવાર દોરડા કૂદતા હો તો ધીમે-ધીમે શરૂ કરો. જેટલી ક્ષમતા હો એટલું જ કૂદો. ધીમે-ધીમે સ્પીડ વધારો. 30 સેકંડ સુધી આ કરો અને પછી 30 સેકંડ માટે અટકો. ત્યારબાદ 30 સેકંડ માટે દોરડા કૂદો. દરરોજ 10 મિનિટ સુધી આ કરો.

2. રનિંગ
આ રીતે કરોઃ
આ એક એરોબિક એક્સર્સાઇઝ છે. આ માટે દરરોજ 30 મિનિટ આપો. તેની શરૂઆત વોકિંગથી કરો. પ્રથમ દિવસે 10 મિનિટ ચાલો. જેમાં એક મિનિટ ચાલો અને એક મિનિટ દોડો. આ ચક્રને ધીરે-ધીરે વધારવાનું ચાલુ રાખો. ચાલવા અને દોડવા માટે સારી ગ્રિપ રહે એવા શૂઝ અને કમ્ફર્ટેબલ કપડાં પહેરો. હંમેશાં પાણીની બોટલ જોડે રાખો. દરરોજ 2 કિલોમીટર ચાલવાથી 100 કેલરી બર્ન થાય છે.

3. ડાન્સ
આ રીતે કરો:
કસરત કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે, જે ફિટનેસ શિડ્યૂલને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. એરોબિક્સ અને ઝુમ્બા આજકાલ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. આ ડાન્સનો જ એક પ્રકાર છે. તમે રોજ એક કલાક ઝુમ્બા કરીને વજન ઘટાડી શકો છો. તમે અઠવાડિયાંમાં 5 દિવસ અડધો કલાક એરોબિક્સ કરીને 500 કેલરી ઘટાડી શકો છો.

4. સ્પોર્ટ્સ એક્ટિવિટી
આ રીતે કરો:
સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ એક રીતે કાર્ડિયો વર્કઆઉટ છે. મિત્રો સાથે રમત-ગમતમાં સરળતાથી પોતાની જાતને ફિટ રાખી શકાય છે. તમે તમારાં ફિટનેસ રૂટિનમાં બેડમિન્ટન, ટેનિસ, બાસ્કેટબોલ, ફૂટબોલનો સમાવેશ કરી શકો છો. સાઇકલિંગ એ પણ એક સારી પ્રવૃત્તિ છે. જીમના કંટાળાજનક વાતાવરણમાંથી બહાર નીકળીને સાઇકલિંગ કરવાથી તમને તાજગીનો અનુભવ તો થશે જ પણ સાથે તમે સ્વસ્થ પણ રહેશો. સાઇકલ સીટ અડજસ્ટ કરો, પીઠ સીધી રાખો અને 8થી 10 રાઉન્ડ મારો.

અન્ય સમાચારો પણ છે...