• Home
  • Lifestyle
  • Health
  • If you want to live longer, increase the number of friends, if the friendship is strong, depression decreases and life expectancy increases

રિસર્ચ / જો લાંબું જીવવું હોય તો મિત્રોની સંખ્યા વધારો, મિત્રતા પાક્કી હોય તો ડિપ્રેશન ઘટે છે અને આયુષ્ય વધે છે

If you want to live longer, increase the number of friends, if the friendship is strong, depression decreases and life expectancy increases
X
If you want to live longer, increase the number of friends, if the friendship is strong, depression decreases and life expectancy increases

  • બ્રિટનમાં થયેલા રિસર્ચમાં જણાવ્યાનુસાર, જેની પાસે વધારે મિત્રો હોય તેમનામાં ડિપ્રેશનનું જોખમ ઘણું ઓછું હોય છે
  • 57% લોકોનું કહેવું છે કે વર્કપ્લેસ પર બનનારી મિત્રતા તમને ખુશ રાખવાની સાથે તમારી કામ કરવાની ક્ષમતા પણ વધારે છે

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 09:28 AM IST

મિત્ર નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક સ્માઇલ આવી જતી હોય છે. મિત્ર એક એવો સંબંધ છે જે વ્યક્તિ પોતે બનાવે છે. મિત્રો સાથે હોય ત્યારે તેમનો સાથ જીવનમાં ઘણા ફેરફાર લાવે છે. આ વાત પર હવે વિજ્ઞાને પણ મહોર મારી દીધી છે. જો તમારે લાંબું જીવન જોઈતું હોય તો મિત્રો બનાવો. જો તમે ડિપ્રેશનથી દૂર રહેવા માગતા હો તો પણ મિત્રો હોવા બહુ જરૂરી છે. આટલું જ નહીં, જો તમે વર્કપ્લેસ પર કામ કરવાની ક્ષમતા વધારવા માગતા હો તો ત્યાં પણ કલીગ રૂપે તમારો મિત્ર તમારામાં જોશ ભરવાનું કામ કરી શકે છે. આ બધી બાબતો એક રિસર્ચમાં સાબિત થઈ છે. આજે ફ્રેન્ડશીપ ડે છે તો ચાલો જાણીએ રિસર્ચમાં મિત્રતાના વિજ્ઞાન પર શું કહેવામાં આવ્યું છે.

મિત્રો પર થયેલા 5 રિસર્ચમાંથી બહાર આવેલી 5 મહત્ત્વપૂર્ણ બાબતો

1. મિત્રોનું સર્કલ વધારવા પર ડિપ્રેશનમાંથી રિકવરી બમણી ઝડપથી થાય છે
જો તમે ડિપ્રેશનથી દૂર રહેવા માગતા હો અને તમારું આયુષ્ય વધારવા માગતા હો તો મિત્રોની સંખ્યા વધારો. જર્નલ ઓફ પ્રોસીડિંગ્સ ઓફ રોયલ સોસાયટીમાં પ્રકાશિત સંશોધન મિત્રતા વિશે એક નવો મુદ્દો છતો કરે છે. આ સમજવા માટે રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચર્સે આ રિસર્ચમાં ડિપ્રેશનના લક્ષણો દર્શાવતા બે હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો હતો.

રિસર્ચમાં જાણવા મળ્યું કે, મિત્રોની સંખ્યામાં વધારો કરનારા વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનના લક્ષણો ઘટ્યા હતા. તેમની બમણી ઝડપથી રિકવરી થતી જોવા મળી.

અમેરિકામાં હાથ ધરવામાં આવેલા અન્ય એક રિસર્ચમાં જાણવા મળ્યું કે, એકલતા ડિપ્રેશન વધારવાની સાથે સ્વાસ્થ્યને પણ અસર કરે છે. એનલ્સ ઓફ બિહેવિયરલ મેડિકલ જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, મિત્રોનું વર્તુળ પણ તમારું આયુષ્ય વધે છે અને તમને ખુશ રાખે છે.

2. વર્કપ્લેસ પર મિત્રોનો સાથે ખુશ રાખવાની સાથે મહેનતુ બનાવે છે
બ્રિટનમાં કરવામાં આવેલા એક રિસર્ચ મુજબ, મિત્રો ફક્ત અંગત જીવનમાં જ નહીં કામના સ્થળે પણ તમને ખુશ રાખે છે. રિસર્ચમાં જણાવ્યા મુજબ, 66% લોકોનું કહેવું છે કે, વર્ક પ્લેસ પર હાજર મિત્રોને કારણે ઓફિસમાં કામ કરવાનો ઉત્સાહ વધી જાય છે.

57% લોકોનું કહેવું છે કે વર્ક પ્લેસ પર થનારી મિત્રતા તમને ખુશ રાખવાની સાથે કાર્યક્ષમતા પણ વધારે છે. વર્ષ 2020માં થયેલું આ રિસર્ચ જણાવે છે કે, 77% લોકોની તેમના કલીગ્સ સાથે પોઝિટિવ રિલેશનશિપ છે.

3. એક વ્યક્તિ માત્ર 5 લોકો સાથે જ ગાઢ સંબંધ બનાવી શકે છે
બ્રિટિશ એન્થ્રોપોલોજિસ્ટ અને સંશોધક રોબિન ડનબરના રિસર્ચમાં જાણવા મળે ચે કે, એક વ્યક્તિ 150થી વધુ મિત્રો સાથે મિત્રતા કરી શકતો નથી. આમાંથી ફક્ત થોડા લોકો જ તેના હૃદયની નજીક હોય છે. બેસ્ટ ફ્રેન્ડ કોણ હોય છે એ વિશે રોબિનનું કહેવું છે કે, એક વ્યક્તિ ભલે 150 લોકોનું ફ્રેન્ડ સર્કલ મેન્ટે કરી શકે છે. પરંતુ માત્ર 5 દોસ્તો જો એવા હોય છે જેની સાથે તે બધું શેર કરી શકે છે.

4. મિત્રો ગમે તેટલા હોય પરંતુ માત્ર 50% જ તમને તેમના સાચા મિત્રો માને છે
વર્ષ 2016માં અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીએ તમારા મિત્રો તમને ખરેખર તેમના મિત્ર તરીકે કેટલું ગણે છે તેના પર રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે, તમારી પાસે જેટલા પણ મિત્રો છે તેમાંથી માત્ર 50% જ તમને સાચો મિત્ર માને છે. આ રિસર્ચ 23થી 38 વર્ષની વયના લોકો પર કરવામાં આવ્યું હતું.

સંશોધન સાથે સંકળાયેલા 94% મિત્રોએ એકબીજા પ્રત્યે પોતાની લાગણી શેર કરી. પરંતુ પરિણામમાં જાણવા મળ્યું કે, માત્ર 53% મિત્રોની વાત જ સાચી હતી.

5. ઉંમર વધતાં પરિવાર કરતાં મિત્રો વધારે કામ આવે છે
જ્યારે વૃદ્ધાવસ્થામાં સાથ નિભાવવાની વાત આવે ત્યારે પરિવાર કરતાં વધુ મિત્રો સૌથી વિશ્વસનીય વિકલ્પ સાબિત થાય છે. અમેરિકન મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે આપણે વૃદ્ધ થઈએ છીએ ત્યારે મિત્રો ઘણી રીતે મદદરૂપ થાય છે. આ વાતને સમજવા માટે સંશોધક વિલિયન ચોપિકે વિશ્વના 100 દેશોના 271,053 લોકોનો સર્વે કર્યો હતો.

સર્વેમાં કહેવામાં આવ્યું કે, જેમના વધુ મિત્રો છે તે વધુ સુખી અને સ્વસ્થ રહે છે. સંશોધકોએ તેના અન્ય પાસાં પણ સમજાવ્યા. તેમનું કહેવું છે કે માણસ વૃદ્ધ છે અને જો મિત્રતા બગડી હોય તો પછી આ મિત્રતા તણાવનું કારણ પણ બની શકે છે. વ્યક્તિને બ્લડ પ્રેશરની સમસ્યા, હ્રદયરોગ અને ડાયાબિટીઝનો સામનો કરવો પડી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી