• Gujarati News
  • Lifestyle
  • Health
  • If You Want To Know When A Baby Is Awake And When It Is Sleeping, This Technique Indicates The Movement Of The Fetus.

પ્રેગ્નેન્સીની યાદોને આ રીતે સાચવો:બાળક કયારે જાગે છે કયારે સુવે છે એ જાણવું હોય તો આ ટેક્નિક જણાવે છે ગર્ભમાં રહેલા બાળકની હલચલ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માતા બનવું એક મહિલાની જિંદગીનું સૌથી મોટું સુખ હોય છે. માતા માટે એક જીવની અંદર બીજા જીવનો ઉછેર કરવો કોઈ કરિશ્માથી ઓછું નથી, તેથી પ્રેગ્નેન્સીનાં સમયનો આનંદ લઈને તેની ખુબસુરત યાદોને કેમેરામાં કંડરાવી જોઈએ.

ડો. મીરા પાઠક જણાવે છે કે, પ્રેગ્નેન્સીમાં પહેલી વાર ગર્ભમાં રહેલાં બાળકની હલચલનો અહેસાસ કરવો સૌથી સુંદર પળ હોય છે. સમય જતા માતા ધીમે-ધીમે ગર્ભાશયમાં બાળકની હિલચાલને ઓળખવા લાગે છે. તમે પણ આ સુંદર યાદોનું એક મેમરી કાર્ડ જરૂર બનાવી શકો છો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ડો.મીરા કહે છે કે, જયારે તમને બાળકની હલચલની આદત પડી જાય છે ત્યારે તમે કદાચ બતાવી શકશો કે બાળક કયારે તેના અંગો ફેલાવે છે કારણકે તે સમયે બાળક લાત મારશે કે ધક્કો મારશે તેનો પણ અહેસાસ તમને થશે. જયારે બાળક ગર્ભમાં તેથી સ્થિતિ બદલે છે તો તેની પણ તમને ખબર પડશે. તે સમયે તમારા ગર્ભનાં આકારમાં બદલાવ આવી શકે છે.

પ્રેગ્નેન્સીનાં છેલ્લા સમયમાં તમને ખબર પડશે કે, બાળકની એક્ટિવિટી કંઈક અલગ જ છે. પ્રેગ્નેન્સીનો સમય વધવાની સાથે-સાથે બાળકની એક્ટિવિટીને સમજવી પણ આસાન થઇ જાય છે. દરેક બાળકનો સુવાનો અને જાગવાનો સમય અલગ અલગ હોય છે. તમે પણ તમારા બાળકની એક્ટિવિટીમાં કોઈ બદલાવ જુઓ છો અથવા તો કોઈ પણ રીતે તમને કોઇ ચિંતા થતી હોય તો ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.