હેલ્થ અલર્ટ:ફિટ રહેવું હોય તો ડાયટ સોડા પીવાનું બંધ કરી દો, હેલ્ધી ડ્રિંક્સની ટેવ પાડશો તો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ નહીં રહે

15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રેગ્નન્સીમાં ડાયટ સોડા ના પીવી જોઈએ

કૅન પર ડાયટ લખ્યું હોવાને લીધે તમે ડાયટ સોડા પીને ભલે હાશકારો અનુભવો પણ આ પ્રકારના ડ્રિંક્સના સેવનથી તમે સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા છો. ઘણા લોકોને તો ખબર પણ હોય છે કે ડાયટ સોડામાં કેલરી વધારે હોય છે તેમ છતાં તેઓ પીવે છે. ડાયટ સોડા પીતા હો તો તેની સાઈડ ઇફેક્ટ્સ પણ જાણવી જરૂરી છે. એક રિસર્ચ પ્રમાણે, ડાયટ સોડાનું નુકસાન શરીરના અલગ-અલગ ભાગ પર થાય છે. વધારે પડતા સેવનથી ફર્ટિલિટીથી લઈને સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી તકલીફ થાય છે. આથી હેલ્ધી ફૂડને સાથે હેલ્ધી ડ્રિંક પ્રત્યે પણ ધ્યાન આપવું જરૂરી છે.

ડાયટ સોડા એટલે શું?
નોઈડામાં યથાર્થ હોસ્પિટલમાં ન્યૂટ્રિશન એક્સપર્ટ ડૉ. કિરણ સોનીએ કહ્યું કે, ડાયટ સોડા એક અન્ય સોડાનો જ ઓપ્શન છે. ઘણીવાર લોકો રેગ્યુલર સોડાને બદલે ડાયટ સોડા પીવાનું પસંદ કરે છે. આવા લોકોની માનસિકતા એવી હોય છે કે, તેમાં સુગર ઓછી હશે પરંતુ તેમાં વધારે કેમિકલ હોય છે. તે શરીરને નેચરલ સુગર કરતાં વધારે નુકસાન પહોંચાડે છે. ભલે પીધા પછી તમને ફ્રેશ ફીલ થાય પણ હાર્ટ અને ઇમ્યુન સિસ્ટમ પર પણ અસર પડે છે.

ડાયટ સોડાથી થતા નુકસાન:

 • હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસની જોખમ
 • વજનમાં વધારો
 • ઝીરો ન્યૂટ્રિશન
 • હાઈ બ્લડ પ્રેશર
 • લિવરની તકલીફ
 • પીરિયડ્સમાં તકલીફ
 • ભૂખ વધવી
 • ઓસ્ટિયોપોરોસિસનું જોખમ
 • માથામાં દુખાવો
 • દાંતને નુકસાન
 • ફર્ટિલિટી માટે જોખમ

પ્રેગ્નન્સીમાં ડાયટ સોડા ના પીવી જોઈએ
પ્રેગ્નન્સી દરમિયાન એક નાનકડી ભૂલ પણ માતા અને બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે. એક રિસર્ચ પ્રમાણે, પ્રેગ્નનસીમાં સોફ્ટ ડ્રિંક, સોડા અને સુગરથી ભરપૂર ડ્રિંક્સથી દૂર રહેવું જોઈએ. ડાયટ સોડાના સેવનથી કંસીવ કરવામાં તકલીફ થઈ શકે છે. ડાયટ સોડાના ઓપ્શનમાં હેલ્ધી ડ્રિંક્સ પીઓ. આ દરમિયાન સુગર, બ્લડ પ્રેશર અને વજનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ફિટ રહેવા માટે આ હેલ્ધી ડ્રિંક્સ પહેરો
ડૉ. કિરણ સોનીએ જણાવ્યું કે, માર્કેટમાં ઘણા પ્રકારના કોલ્ડ કે સોફ્ટ ડ્રિંક્સ અવેલેબલ છે. તેની પર હેલ્ધીનું ટેગ બનાવીને માર્કેટિંગ સ્ટ્રેટેજીની સાથે વેચવામાં આવે છે. આ ડ્રિંક્સથી દૂર રહો અને ડાયટમાં નેચરલ ડ્રિંક્સ સામેલ કરો. આ પીવાથી બોડી ડિહાઈડ્રેટ રહેશે.

 • બીટ-ગાજરનો રસ
 • આંબળા-એલોવેરાનો જ્યૂસ
 • નારિયેળ પાણી
 • ખીરા કાકડીનો રસ
 • સફરજનનો જ્યુસ
 • વેજિટેબલ્સ જ્યૂસ
 • લીંબુ પાણી અને શેરડીનો રસ
 • છાશ