તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • If You Want To Get Rid Of Wrinkles, Sleep On Your Back And Keep Changing Your Wings To Avoid Snoring, US Researchers Claim.

સૂવાની રીતને બદલો:કરચલીઓને દૂર કરવા માગતા હોય તો પીઠના બળે સૂઈ જવું અને નસકોરાથી બચવા માટે પડખા બદલતા રહેવું, અમેરિકાનાં સંશોધકોનો દાવો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર રાચેલનો દાવો, કહ્યું- જેમ-જેમ ઉંમર વધે છે સૂવાની રીત અને ઊંઘની રીત બદલાય છે
  • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોઈ પણ ઉંમર હોય 6થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે અને રાતે મોડા સુધી જાગવાથી નુકસાન થઈ શકે છે

ચહેરાની સુંદરતા, નસકોરા અને છાતીમાં બળતરાએ તમારી સૂવાની રીત સાથે પણ જોડાયેલા છે. આ દાવો જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સંશોધનકારોએ કર્યો છે. યુનિવર્સિટીમાં ન્યૂરોલોજીના પ્રોફેસર ડો. રાચેલ સાલાસના જણાવ્યા પ્રમાણે, જેમ જેમ તમે વૃદ્ધ થવા લાગો છો તેમ તમારી સૂવાની રીત અને ઊંઘને અસર થાય છે. જો કરચલીઓ રોકવા માગતા હોય તો, પીઠના બળે સૂવું જોઈએ અને નસકરોથી બચવું અને પડખા બદલતા રહેવું.

જોર જોરથી નસકોરા બોલતા હોય તો સૂવાની રીત બદલો
સ્લીપ એપનિયાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હવાનો ફ્લો અટકી જાય છે. તેના કારણે લોકો જોરથી નસકોરા બોલાવતા હોય છે. આવી સ્થિતિમાં પડખા બદલતા રહો અથવા પેટના બળે સૂઈ જવું તેનાથી ફાયદો થઈ શકે છે.

છાતીમાં બળતરા છે તો ડાબી બાજુએ સૂવું
જમણી બાજુ પડખું ફરીને સૂવાથી સમસ્યા વધી શકે છે. એવી વ્યક્તિને જેને ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લક્સ ડિસીઝ (જીઈઆરડી) એટલે ખાવાનું અન્નનળીમાં જવાની સમસ્યા, જેમ કે, ગર્ભવતી મહિલાઓમાં આ સમસ્યા જરૂરથી વધી જાય છે. આવી સ્થિતિમાં ડાબી બાજુ પડખું ફેરવીને સૂઈ જાવ, તેનાથી બળતરા ઓછી થઈ જશે.

ચહેરાની સુંદરતા માટે 6થી 8 કલાકની ઊંઘ જરૂરી
જ્યારે તમે પડખું ફેરવીને અથવા પેટના બળે સૂવો છો, ત્યારે ઉઠ્યા બાદ ચહેરો સંકોચાઈ ગયો હોય તો તેવું લાગશે. ત્યારે આવી સ્થિતિમાં પીઠના બળે સૂવું. ચહેરા પર કરચલીઓ ઓછી થઈ જશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, દરરોજ 6થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. તે તમને શારીરિક અને માનસિક રીતે આરામ આપે છે. તેની અસર તમારા ચહેરા પર પણ પડે છે.

પીઠ કે ગરદનમાં દુખાવો હોય તો ધ્યાન રાખવું
પ્રો. રાચેલના જણાવ્યા પ્રમાણે, પીઠ અથવા ગરદનના દુખાવાના કિસ્સામાં સ્થિતિ થોડી અલગ છે. કેટલાક લોકોનું માનવું છે કે પીઠના બળે સૂવાથી દુખાવો ઓછો થઈ જાય છે તો કેટલાક લોકોનું કહેવું છે કે આવું કરવા પર દુખાવો વધી શકે છે. પ્રો. રાચેલના જણાવ્યા પ્રમાણે, આવી સ્થિતિમાં, તમે સૂવાની પોઝિશનની સાથે પ્રયોગ કરી શકો છો અને જાણી શકો છો કે કઈ સ્થિતિમાં તમને દુખાવો ઓછો થાય છે.

અન્ય સમાચારો પણ છે...