શિયાળામાં હૃદયનું વધારે ધ્યાન રાખો:હાર્ટ અટેકથી બચવું હોય તો રોજ ખાઓ એક કેળું, પાકેલાં કેળાં ફેંકી ના દો તેનાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેળાંમાં હાજર ફાઈબરથી ડાયજેશન સારું થાય છે

આજકાલ હાર્ટ અટેકના કિસ્સા અવાર-નવાર સાંભળવા મળે છે. આના પાછળનું એક કારણ છે આપણી લાઈફસ્ટાઈલ. પણ શું તમને ખબર છે કે એક કેળું તમને હાર્ટ અટેકથી બચાવી શકે છે? કેળું એક એવું ફળ છે, જે ગમે તે જગ્યાએ સરળતાથી મળે છે. અન્ય ફળની સરખામણીમાં આ ફળ વધારે પૌષ્ટિક હોય છે. તે એનર્જીનો પણ સારો ઓપ્શન છે. કેળામાં રહેલા ગુણ આપણા માટે ફાયદાકારક છે.

ઓક્સફોર્ડ યુનિવર્સીટીના સંશોધકોના રિસર્ચ પ્રમાણે, રોજ એક કેળું કે સફરજન હાર્ટ અટેકનું જોખમ એક તૃતીયાંશ ઓછું કરી દે છે. એક વાતનું ધ્યાન રાખવું કે ફળ તાજા હોવા જોઈએ. યુનિવર્સીટી ઓફ એલ્બામાના રિસર્ચ પ્રમાણે કેળું ખાવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. પોટેશિયમથી ભરપૂર કેળા બ્લોકેજ થવાથી પણ રોકે છે અને ધમનીઓને સાંકળી થતા પણ અટકાવે છે.

મહિલાએ રોજ એક કેળું ખાવું જોઈએ
ફૂડ એન્ડ ન્યૂટિશન એક્સપર્ટ હેમા સોનીએ કહ્યું કે, મહિલાઓમાં પીરિયડ્સ, પ્રેગ્નન્સી, મેનોપોઝ વગેરેને લીધે તેમના શરીરમાં આયર્ન, કેલ્શિયમ જેવા પોષકેતત્ત્વોની અછત હોય છે. નબળા શરીરમાં ઘણી બધી તકલીફો થાય છે. આથી મહિલાએ રોજ એક કેળું ખાવું જોઈએ. કેળામાં વિટામિન, આયર્ન, ફાઈબર, પોટેશિયમ, એન્ટિ-ઓક્સિડન્ટ જેવા ગુણ હોય છે. રોજ એક મીડિયમ સાઈઝનું કેળું ખાવાથી શરીરને 9% પોટેશિયમ મળે છે. ઘણા લોકોને લાગે છે કે કેળું ખાવાથી તો વજન વધી જાય પણ જો તમે સાથે વર્કઆઉટ પણ કરો છો તો આવું નહીં થાય.

કેળાના ઘણા ફાયદાઓ

 • પોટેશિયમથી ભરપૂર કેળાં ખાવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. સાથે જ કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમ સારી રીતે કામ કરે છે. ખરાબ કોલેસ્ટેરોલ ઓછું કરવામાં પણ મદદ મળે છે.
 • કેળાંની છાલ પર આપણને ડાઘ દેખાય તો આપણે ખરાબ સમજીને ફેંકી દઈએ છીએ. વધારે પાકેલાં કેળાં ખાવાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે.
 • ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે અને આખો દિવસ એનર્જેટિક રહેવાય છે.
 • તેમાં હાજર ફાઈબરથી ડાયજેશન સારું થાય છે. શરીરમાં આયર્નની કમી પૂરી થાય છે.
 • કેળું અસ્થમાની બીમારીથી બચવા માટે પણ ફાયદાકારક છે.

શિયાળામાં આટલી વાતોનું ધ્યાન રાખો

 1. ઠંડી વધતાની સાથે ઘણીવાર બીપી અને સુગરને લીધે હાર્ટ પ્રોબ્લેમ વધવાની શક્યતા રહે છે. તેવામાં હાર્ટ પેશન્ટ્સે આટલી વાતોનું ચોક્કસ ધ્યાન રાખવું.
 2. સવારે અને સાંજે ઠંડી વધારે હોય ત્યારે હાર્ટ પેશન્ટ્સે વૉકિંગ માટે ના જવું જોઈએ.
 3. ઠંડા પાણીને બદલે ગરમ પાણીથી ન્હાવું.
 4. ડૉક્ટરની સલાહ પ્રમાણે બીપી અને સુગર લેવલ કન્ટ્રોલમાં રાખવાના ઉપાય કરવા.
 5. ઠંડીમાં ખાણીપીણીનું ધ્યાન રાખવું. હેવી કે ઓઈલી ફૂડ ઓછું ખાવું જોઈએ.
 6. શિયાળામાં તરસ ઓછી લાગે છે, તેમ છતાં પાણી પીતા રહેવું જોઈએ.
 7. કાચા અને લીલા શાકભાજી ખાઓ.
 8. હાર્ટ પેશન્ટ્સ માટે કાજુ ઉપરાંત અન્ય ડ્રાય ફ્રૂટ્સ પણ સારા છે.
 9. પોલ્યુશન લેવલ વધારે હોય ત્યારે બહાર ના નીકળવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...