હેલ્ધી ટિપ્સ:તમારા માઈગ્રેનનું કારણ તમારો ખોરાક હોઈ શકે છે; ચોકલેટ, ચીઝ, આઈસક્રીમ સહિતની આ 10 વસ્તુને 'બાય બાય' કહો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માઈગ્રેન તીવ્ર અવાજ, ફ્લેશ લાઈટ, સુગંધ, દવા સહિતની વસ્તુઓથી ટ્રિગર થઈ શકે છે

માઈગ્રેન અર્થાત એક પ્રકારનો તીવ્ર માથાના દુખાવાથી દુનિયામાં 100 કરોડ લોકો શિકાર છે. આ આંકડો માઈગ્રેન ફાઉન્ડેશનનો છે. માઈગ્રેનમાં દર્દીને માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. તે કેટલાક કલાકોથી લઈને દિવસો સુધી રહે છે. આ બીમારી આનુવંશિક હોય છે.

માઈગ્રેન તીવ્ર અવાજ, ફ્લેશ લાઈટ, સુગંધ, દવા સહિતની વસ્તુઓથી ટ્રિગર થઈ શકે છે. આ સાથે કેટલીક ખાવાની વસ્તુ પણ માઈગ્રેન ટ્રિગર કરી શકે છે. જો તમને માઈગ્રેન છે તો આ 10 વસ્તુઓથી તમારે દૂર રહેવું જોઈએ.

1. આલ્કોહોલ
નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીનના રિસર્ચ પ્રમાણે, 35% દર્દીઓને માઈગ્રેન આલ્કોહોલથી થાય છે. સાથે જ રેડ વાઈન પીનારા 77% લોકોમાં માઈગ્રેનની સમસ્યા જોવા મળે છે. આલ્કોહોલ પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થાય છે, તે માથાના દુખાવાનું પ્રમુખ કારણ છે.

2. ચોકલેટ

અમેરિકન માઈગ્રેન ફાઉન્ડેશનના રિપોર્ટ પ્રમાણે માઈગ્રેનથી પીડિત 22% લોકોમાં ચોકલેટથી સમસ્યા જોવા મળે છે. ચોકલેટમાં કેફિન સાથે બીટા ફેનિલેથાઈલામાઈન નામનું કેમિકલ હોય છે. તે માઈગ્રેન ટ્રિગર કરે છે.

3. કેફિન
જો તમે માઈગ્રેન હોવા છતાં ચા અને કોફીનું સેવન કરો છો તો અલર્ટ થઈ જાઓ. વધારે માત્રામાં ચા-કોફી લેવાથી માઈગ્રેન ટ્રિગર થઈ શકે છે.

4. આર્ટિફિશિયલ સ્વીટનર

માર્કેટમાં મોટા ભાગની વસ્તુમાં આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રહેલું એસ્પાર્ટેમ કેમિકલ માઈગ્રેન ટ્રિગર કરે છે.

5. MSG

MSG અર્થાત મોનોસોડિયમ ગ્લુટામેટ ભોજનમાં સ્વાદ માટે વપરાય છે. ચાઈનીઝ, સૂપ અને માંસાહાર ભોજનમાં તેનો ઉપયોગ થાય છે. આમ તો તે સુરક્ષિત ગણાય છે પરંતુ માઈગ્રેનના દર્દી માટે તે હાનિકારક સાબિત થાય છે.

6. પ્રોસેસ્ડ મીટ
હેમ, હોટ ડોગ અને સોસેઝ જેવા મીટમાં ઘણા પ્રકારના કેમિકલ, આર્ટિફિશિયલ કલર અને પ્રિઝર્વેટિવ હોય છે. તે આપણાં સ્વાસ્થ્ય માટે સારા હોતા નથી.

7. ચીઝ

જૂનાં ચીઝમાં ટાયરામાઈન નામનો પદાર્થ હોય છે. તેનાથી માઈગ્રેન જ નહિ ઘણા પ્રકારનો માથાનો દુખાવો થઈ શકે છે. ફેટા અને પરમેઝનમાં ટાયરામાઈન સૌથી વધારે હોય છે.

8. મીઠાંવાળો ખોરાક
વધારે મીઠું અર્થાત સોડિયમ લેવાથી બ્લડ પ્રેશર વધે છે. તેનાથી માઈગ્રેન ટ્રિગર થાય છે.

9. ફ્રોઝન ફૂડ્સ

આઈસક્રીમ સહિતની ફ્રોઝન પ્રોડક્ટ લેવાથી માથાનો દુખાવો થઈ શકે છે. વ્યાયામ કરી તરત ફ્રોઝન ફૂડ લેવાથી માઈગ્રેન ટ્રિગર થાય છે.

10. અથાણું
અથાણું અથવા ફર્મેન્ટેડ ખોરાક લેવાથી માઈગ્રેન અટેક આવી શકે છે. તેમાં ટાયરામાઈન કેમિકલની માત્રા વધારે હોય છે.

અન્ય સમાચારો પણ છે...