ઓટ્સ ખાસ કરીને તેમના માટે ફાયદાકારક છે જેઓ વજન ઓછું કરવા માગે છે, હૃદયરોગના દર્દીઓ છે અથવા ડાયાબિટીસથી પીડિત છે. સવારે નાસ્તામાં અથવા રાત્રિ ભોજનમાં પણ તેને ખાઈ શકાય છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાને કારણે તે પેટ માટે ઘણી રીતે ફાયદાકારક છે.
દર વર્ષે 1થી 7 સપ્ટેમ્બર સુધી નેશનલ ન્યૂટ્રીશન વીક મનાવામાં આવે છે. આ વખતની થીમ છે, ‘ઈટ-રાઈટ, બાઈટ-ટુ-બાઈટ’. આ અંગે, જયપુરના ડાયટિશિયન ઈન્દુ ટોક જણાવી રહ્યા છે, સુપરફૂડ ઓટ્સ ક્યારે, કેમ અને કેવી રીતે ખાવા?
ઓટ્સ ક્યારે ખાવા જોઈએ?
ઓટ્સને ગુજરાતીમાં જવ કહેવામાં આવે છે. તે એક પ્રકારનું અનાજ છે. તેમાં ફાઈબર અને ઘણા જરૂરી પોષક તત્ત્વો હોય છે. બીજા અનાજની સરખામણીમાં તેમાં ગુડ ફેટ અને પ્રોટીન વધારે માત્રામાં હોય છે. તેમાં વિટામિન-B, આયર્ન, મેંગેનીઝ, ફોસ્ફરસ અને ઝિંક પણ હોય છે.
સામાન્ય લોકો તેને સવાર-સાંજ નાસ્તામાં લઈ શકે છે. વજન વધારે હોય, ડાયાબિટીસ અને હૃદયના દર્દી છો તો તેને ડિનરમાં પણ સામેલ કરી શકો છો. એક વાટકી ઓટ્સ અડધો કપ દૂધ અથવા દહીંની સાથે લઈ શકો છો. જેમને સીલિયક બીમારી (ઘઉં અથવા અન્ય અનાજથી બનેલા ખાદ્ય પદાર્થથી એલર્જી) છે, તેઓ ગ્લૂટેન ફ્રી ઓટ્સ લઈ શકે છે. તે માર્કેટમાં ઉપલબ્ધ છે.
કયા લોકો માટે ઓટ્સ સૌથી વધારે ફાયદાકારક ?
કોઈપણ આ ખાય શકે છે. ખાસ કરીને જે લોકો વજન ઓછું કરવા માગે છે તેમને ડાયટમાં સામેલ કરવા જોઈએ કેમ કે, તેમાં કેલરી ઓછી હોય છે, ફાઈબર વધારે હોય છે અને ભૂખ કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલાં ફાઈબર અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ કોલેસ્ટેરોલને વધતા રોકે છે, જેનાથી હૃદય અને પેટના રોગોથી રાહત મળે છે.
ફાઈબર સ્ટાર્ચને પચાવીને બ્લડ સુગર સામાન્ય રાખે છે, તેથી ડાયાબિટીસના દર્દીને ફાયદો થાય છે. તેમાં લિગ્નાન્સ અને એન્ટિરોલેક્ટોન જેવા ફાયટોકેમિકલ હોય છે જે બ્રેસ્ટ કેન્સરથી બચાવે છે.
ઓટ્સના 5 ફાયદા
આ કેવી રીતે તૈયાર થાય છે?
ઓટ્સ એ જવનો છોડ છે. તે પાનખર ઋતુનો પાક છે. લણણી પછી જવને કાપીને અનાજ અલગ પાડવામાં આવે છે. તેના દાણાને શેકીને તોડવામાં આવે છે, જે સ્ટીલ કટ ઓટ્સ કહેવાય છે. તેને કઠોળ તરીકે ખાવામાં આવે છે. તેના અનાજને વરાળમાં રાંધીને વેલણથી વણી પણ શકાય છે, જેનેરોલ્ડ ઓટ્સ કહેવાય છે. જવના લોટમાંથી બનેલા બિસ્કીટ્સ પણ આજકાલ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.