તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઈડ ઈફેક્ટ ઓફ ડિપ્રેશન:જો તમે ડિપ્રેશનનો શિકાર છો તો તમારી કિડનીની કાર્યક્ષમતા ઘટી શકે છે, ચીનના વૈજ્ઞાનિકોનો દાવો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિપ્રેશન અને કિડનીની કાર્યક્ષમતા સમજવા માટે વૈજ્ઞાનિકોએ 4763 લોકો પર રસિર્ચ કર્યું
  • લેન્સેટ જર્નલના એક રિપોર્ટ પ્રમાણે, દર 7માંથી એક ભારતીય માનસિક રીતે બીમાર છે

ડિપ્રેશન એક માનસિક બીમારી છે, પરંતુ શું તમે જાણો છો તેની અસર તમારાં શારીરિક સ્વાસ્થ્ય પર પણ થઈ શકે છે?! ડિપ્રેશનને લીધે કિડનીનાં સ્વાસ્થ્ય પર અસર થાય છે. ધીરે ધીરે કિડનીની કાર્યક્ષમતા ઓછી થતી જાય છે. આ દાવો ચીનની સાઉધર્ન મેડિકલ યુનિવર્સિટીના રિસર્ચર્સે કર્યો છે. રિસર્ચર્સનો દાવો છે કે, ડિપ્રેશનનું કનેક્શન કિડનીની કાર્યક્ષમતા સાથે છે.

4763 લોકો પર રિસર્ચ થયું
ડિપ્રેશન અને કિડની વચ્ચેનું કનેક્શન સમજવા માટે ચાઈનીઝ રિસર્ચર્સે 4763 લોકોનાં સ્વાસ્થ્યનું અવલોકન કર્યું. રિસર્ચમાં સામેલ 39% લોકો રિસર્ચ દરમિયાન ડિપ્રેશનથી પીડિત હતા. રિસર્ચ દરમિયાન 4 વર્ષ સુધી તેમનાં સ્વાસ્થ્યનું અવલોકન કરવામાં આવ્યું. રિપોર્ટમાં સામે આવ્યું કે, 6% લોકોની કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો આવ્યો.

સંશોધક ડૉ. કિનનું કહેવું છે કે, ક્રોનિક કિડની ડિસીઝ હૃદય રોગ અને કિડની ફેલ થવાનું જોખમ વધારે છે. તેથી કિડનીનું સ્વાસ્થ્ય બગાડતાં કારણો તપાસવા જરૂરી છે.

ડિપ્રેશન-એન્ઝાયટીને હરાવવા જરૂરી શા માટે?
દેશની સ્થિતિ
ધ લેન્સેટ જર્નલના એક રિપોર્ટ પ્રમાણે, દેશમાં 2017 સુધી 19.73 કરોડ લોકો કોઈને કોઈ માનસિક બીમારીથી પીડિત છે. આ આકંડો કુલ આબાદીના 15% છે. અર્થાત દર 7માંથી એક ભારતીય માનસિક રીતે બીમાર છે. તેમાં 4.57 કરોડ ડિપ્રેશન અને 4.49 કરોડ એન્ઝાયટીના શિકાર છે.

દુનિયાની તસવીર
WHOના રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમાાં 26 કરોડથી વધારે લોકો ડિપ્રેશનનો શિકાર છે. 15થી 29 વર્ષની ઉંમરના લોકોમાં આત્મહત્યાનું બીજું મોટું કારણ ડિપ્રેશન છે.

મેન્ટલ હેલ્થમાં આપણે રશિયાને પાછળ ધકેલીશું
WHOના રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે 1 લાખ વસતી પર 16 લોકો માનસિક બીમારીને લીધે આત્મહત્યા કરે છે. આ મામલે રશિયા બાદ ભારત બીજા નંબરે છે. રશિયામાં દર 1 લાખ લોકોમાં 26 લોકો સુસાઈડ કરે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા પ્રમાણે, 2013થી લઈ 2018 વચ્ચે 52 હજાર 526 લોકો માનસિક બીમારીને લીધે આત્મહત્યા કરી.

અન્ય સમાચારો પણ છે...