• Gujarati News
  • Lifestyle
  • Health
  • If You Have A Migraine Attack In The Office, Do Breathing Exercises Or Meditation To Manage Stress, Find An Escape Room To Relax.

માઇગ્રેન ટિપ્સ:ઓફિસમાં માઇગ્રેન અટેક આવે તો સ્ટ્રેસ મેનેજ કરવા શ્વાસની કસરત અથવા મેડિટેશન કરો, આરામ કરવા એક એસ્કેપ રૂમ પણ શોધીને રાખો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકો પોતાના જીવનકાળમાં ક્યારેક ને ક્યારેક તો માથાના દુખાવાનો અનુભવ કરે જે છે પણ જો ઓફિસમાં અચાનક માથામાં દુખાવો ઉપડે તો સમસ્યા અને પરિસ્થિતિ બંને વકરે છે અને ઓફિસમાં કામ કરવા માટે આ દુખાવો કન્ટ્રોલમાં લાવવો બહુ જરૂરી બની જાય છે. આવો અસહ્ય દુખાવો એટલે માઇગ્રેન. માઇગ્રેન એક ખાસ પ્રકારનો માથાનો દુખાવો છે. સામાન્ય રીતે આ દુખાવો કાન કે પછી આંખની પાછળના ભાગમાં થતો હોય છે. આના કારણે કેટલાક લોકોની જોવાની ક્ષમતા પણ ઓછી થઈ જતી હોય છે. માઈગ્રેન રિસર્ચ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, વિશ્વમાં 100 કરોડ લોકો માઈગ્રેનથી પીડાય છે. જો કે, આના કારણે થતા માથાના દુખાવાને ઘરે રહીને તો કન્ટ્રોલમાં લાવી જ શકાય છે પણ જો ઓફિસમાં કામ કરતી વખતે માઇગ્રેન અટેક આવે તો તે મોટી સમસ્યા બની શકે છે.

હેલ્થલાઈન વેબસાઈટના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, માઈગ્રેનના 90% દર્દીઓનું કહેવું છે કે જ્યારે માઇગ્રેનનો દુખાવો શરૂ થાય તો તેઓ યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આ રોગ અદૃશ્ય હોવાથી આસપાસના લોકો માટે દર્દીની પીડા સમજવી પણ મુશ્કેલ બની જતી હોય છે.

ઓફિસમાં માઇગ્રેનનો દુખાવો ઘટાડવા નીચે આપેલા 6 ઉપાયો અજમાવો...
1. બોસને સ્પષ્ટપણે આ રોગ વિશે માહિતગાર કરો

માઇગ્રેનની પીડા અદ્રશ્ય હોય છે. જ્યાં સુધી તમે પોતે કોઈને તેના વિશે કહો નહીં ત્યાં સુધી સામેવાળી વ્યક્તિને ખબર નહીં પડે. ઓફિસમાં તમારા બોસ અને હ્યુમન રિસોર્સિસ (HR) સાથે ખુલીને વાત કરો. તેમને જણાવો કે તમને માઇગ્રેનનો અટેક આવે છે અને આ અટેક કેટલો ગંભીર હોય છે. જો તેમને તમારી સમસ્યા સમજવામાં મુશ્કેલી પડી રહી હોય તો તમારા ડોક્ટર પાસેથી માઇગ્રેન વિશે એક નોટ લખાવો અને તમારા બોસને બતાવો.

માઇગ્રેનનો રોગ અને તેનો દુખાવો અદ્રશ્ય હોય છે
માઇગ્રેનનો રોગ અને તેનો દુખાવો અદ્રશ્ય હોય છે

2. ઇચ્છા મુજબ એક પ્લાન બનાવો
ઓફિસમાં માઈગ્રેનના હુમલાનો સામનો કરવા માટે કોઈ પ્લાન બનાવો. તમારી આસપાસ કામ કરી રહેલા સહકર્મીઓ સાથે વાત કરો. જ્યારે ઘરે જવાની વાત આવે ત્યારે ઓટો અથવા ટેક્સી સેફ ઓપ્શન્સ છે એટલે એ જ પસંદ કરો.

3. માઇગ્રેનનો શિકાર બનાવતી વસ્તુઓથી અંતર જાળવો
ખૂબ જ પ્રકાશ, અવાજ અને તીવ્ર ગંધ માઇગ્રેનને ટ્રિગર કરે છે. ઓફિસમાં તમારા કોમ્પ્યુટર મોનિટરની લાઈટ ઓછી રાખો. આ સાથે તમારા ડેસ્કની લાઈટ પણ ઓછી રાખો. જો તમારું ડેસ્ક ખૂબ જ પ્રકાશમાં હોય તો તમારા મેનેજર સાથે વાત કરો અને બેસવાની જગ્યા બદલી નાખો.

જો તમારી આસપાસ ખૂબ જ ઘોંઘાટ હોય તો શાંત જગ્યાએ શિફ્ટ થઈ જાઓ. જો તમને આવું ડેસ્ક ન મળે તો કાનમાં ઈયર પ્લગ લગાવવાથી પણ મોટા અવાજથી બચી શકાય છે. ઓફિસમાં સ્ટ્રોન્ગ પર્ફ્યુમનો ઉપયોગ કરતા લોકોથી શારીરિક અંતર રાખો. કોમ્પ્યુટરની સામે તમારી બેસવાની પોઝિશન પર ધ્યાન આપો અને તમારી આંખો પર પ્રેશર ન આવવા દો.

કોમ્પ્યુટરની સામે તમારી બેસવાની પોઝિશન પર ધ્યાન આપો અને તમારી આંખો પર પ્રેશર ન આવવા દો
કોમ્પ્યુટરની સામે તમારી બેસવાની પોઝિશન પર ધ્યાન આપો અને તમારી આંખો પર પ્રેશર ન આવવા દો

4. સ્ટ્રેસ મેનેજ કરો
ઓફિસમાં કામ અંગે ચિંતા થવી સામાન્ય છે. જો કે, સતત વધારે રહેતા તણાવને કારણે માઈગ્રેનનો અટેક આવવાની શક્યતા રહે છે. ઓફિસમાં સ્ટ્રેસને કન્ટ્રોલમાં રાખવા માટે 5-10 મિનિટનો બ્રેક લો. આ સમયે તમે શ્વાસ લેવાની કસરત, મેડિટેશન અથવા બહાર ફરવા જઈવે માઇન્ડ અને મૂડ બંને ફ્રેશ કરી શકો છો.

કોઈપણ સમસ્યા થાય તો તમારા સાથીદારો સાથે વાત કરો. જો માઈગ્રેન કન્ટ્રોલમાં ન રહેતું હોય તો તેના વિશે ડોક્ટર સાથે વાત કરો.

5. એક એસ્કેપ રૂમ શોધો
ઓફિસમાં એક એવો રૂમ શોધો જ્યાં તમે બીમાર હો તો થોડો સમય એકલા વિતાવી શકો. જો તમને માઇગ્રેનનાં લક્ષણો દેખાય તો થોડીવાર આ રૂમમાં આરામ કરવા જતા રહો તો તે વધુ સારું રહેશે.

ઓફિસમાં સ્ટ્રેસને કન્ટ્રોલમાં રાખવા માટે 5-10 મિનિટનો બ્રેક લો
ઓફિસમાં સ્ટ્રેસને કન્ટ્રોલમાં રાખવા માટે 5-10 મિનિટનો બ્રેક લો

6. ઓફિસમાં એક્સ્ટ્રા દવાઓ રાખો
તમારાં ડેસ્ક પર માઇગ્રેન માટે એક ફર્સ્ટ એડ કિટ તૈયાર જ રાખો. તેમાં આ દુખાવાની તમામ દવાઓ હોવી જોઇએ. ડિહાઇડ્રેશન અને ભૂખ ટાળવા માટે હંમેશાં પાણીની એક એક્સ્ટ્રા બોટલ અને ખાવાની વસ્તુઓ રાખો. ડેસ્ક પર કેટલાક એવા સ્નેક્સ રાખો જે બ્લડ પ્રેશર હોય તો પણ કામમાં આવી શકે.

અન્ય સમાચારો પણ છે...