મહિલાઓનાં શરીર પર દાઝવાના નિશાન જોવા મળે છે. મહિલાઓ રસોડામાં કામ કરતા સમયે ગરમ કૂકરને અડી જાય છે. તો કયારેક ગરમ તવા પર હાથ મૂકી દે છે તો કયારેક ગરમ તેલના છાંટા ઉડવાથી જેના લીધે દાઝવાના નિશાન થઇ જાય છે. તો અમુક વાર સખ્ત બળતરા પણ થતી હોય છે.
ઉનાળાની ઋતુમાં ફોલ્લી અને ખીલની પણ સમસ્યા જોવા મળે છે. જેના કારણે તમને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમને શરીરમાં ક્યાંય પણ દાઝી ગયા હો, વાગી ગયાનું નિશાન , દાદર, ખંજવાળ અથવા સનબર્નના નિશાન હોય તો તમે ન તો તમારી પસંદગીના ટૂંકા ડ્રેસ પહેરી શકો છો અને ન તો તેને કારણે બહાર જઈ શકો છો. ત્યારે દિલ્લીના બાપુ નેચર ક્યોર હોસ્પિટલ એન્ડ યોગાશ્રમના આયુર્વેદાચાર્ય ડો. રશ્મિ ચતુર્વેદીએ શરીરમાં આ પ્રકારના ડાઘને કેવી રીતે દૂર કરી શકાય તે અંગેના ઘરગથ્થુ ઉપચાર બતાવ્યા છે.
રસોડામાં દાઝી ગયા હોય તો
નળ નીચે હાથ રાખો
શરીરના જે અંગમાં દાઝી ગયા હોય તેના પર પાણી રેડો. જો તમે રસોડામાં જ કામ કરી રહ્યા હોય અને દાઝી જાવ છો તો નળ નીચે હાથ રાખી દો. જેનાથી દાઝ ત્વચાની અંદર સુધી નહીં પહોંચી શકે અને બળતરા પણ ઓછી થશે. એક વાતનું ખાસ ધ્યાન રાખો જો વધારે પડતા દાઝી ગયા હોય તો તુરંત જ ડોક્ટર પાસે જઈને યોગ્ય સારવાર કરાવો. આ સિવાય ઘરમાં સિલ્વર સલ્ફા ડાયઝીન ટ્યુબ અવશ્ય રાખો. આ દવા તાત્કાલિક સારવાર માટે ઉપયોગમાં લઇ શકાય છે. દાઝી જવાની ઘટના પર શરીરના તે અંગ પર પાણી નાખો પછી આ ટ્યુબ લગાવો.
લોટની થેલી
સૂકા લોટની પોલી બેગમાં અવશ્ય ફ્રીજમાં રાખો. હાથ દાઝી ગયા બાદ પાણી પાણી નાખીને હાથને સૂકા લોટની થેલીમાં રાખવાથી ઠંડક મળે છે અને બળતરા થતી નથી. આ સાથે જ દાઝી જવાના ડાઘ પણ નહીં હોય. થોડું જ દાઝી ગયા હોય તો તેને એમજ રહેવા દો કારણ કે ત્વચાના ડેડ સેલ્સ દૂર થઈ જાય છે અને નવી ત્વચા સાથે ડાઘ પણ દૂર થઈ જાય છે.
કેળાની છાલ સનબર્નના નિશાનને દૂર કરે છે
જો તમે ઇચ્છો તો કેળાના પલ્પને દાઝેલા ભાગ પર ઘસી શકો છો નહીંતર કેળાની છાલના અંદરના ભાગને પણ દાઝેલા ભાગ પર ઘસી શકો છો. કેળા ડિટેન્ગીંગ તરીકે કામ કરે છે અને ડાઘ ઝડપથી દૂર કરે છે.
તો ઘણી વાર એવું પણ બને છે કે એવા ચંપલ પહેરેલા હોય છે જેના કારણે પગ પર નિશાન પડી જાય છે અથવા તો સ્લીવલેસ બ્લાઉઝ અને ટોપ પહેરવા પર કાળા નિશાન થઇ જાય છે. તો ઘણી વાર શોર્ટ ડ્રેસ પહેરવા પર શરીરના ખુલ્લા ભાગ પર કાળા નિશાન પડી જાય છે. જેને સનબર્નના નિશાન કહેવામાં આવે છે. સનબર્નના ડાઘ દૂર કરવા માટે કેળાની છાલ લગાવી શકાય છે.
જો તમારે ફોલ્લીઓનાં ડાઘ દૂર કરવા હોય તો શું કરવું
ફોલ્લી અને ગુમડાના ડાઘ ઊંડા હોય તો તેમાં દવાની જરૂરત પડે છે. પરંતુ નિશાન ઉપર હોય છે અથવા તો કોઈ ફોલ્લીઓ હાથથી ફોડી હોય તે સમયે ઘરગ્થથું ઉપચાર કરવાથી ડાઘ દૂર થઇ જાય છે.
એલોવેરા, મધ અને હળદર ફોલ્લી અને ગુમડાના ડાઘ દૂર કરવા માટે એલોવેરા જેલ, હળદર અને મધનું મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણ જે જગ્યા પર ડાઘ હોય ત્યાં દરરોજ લગાવો. આ ઘરગથ્થુ ઉપચારથી ડાઘ પણ જતા રહેશે અને ત્વચા પણ ખુબસુરત બનશે.
લીંબુની છાલ
ઘરમાં લીંબુના ઉપયોગ પછી તેની છાલને બહાર ફેંકી દઈએ છીએ. પરંતુ આ છાલ ફોલ્લી અને ગુમડાના ડાઘને દૂર કરવામાં કારગર ઉપાય છે. રસી સુકાઈ ગયા પછી જ્યારે તે ઠીક થઈ જાય તો તેના પર લીંબુની છાલનો અંદરનો ભાગ ઘસવાથી તેના ડાઘ દૂર થઈ જાય છે. તેનાથી ટેનિંગ પણ દૂર થાય છે અને ફોડલાના ડાઘ પણ દૂર થાય છે .
દહીં અને લીંબુ
2 ચમચી દહીં અને 10 ટીપા લીંબુના લઈને મિશ્રણ તૈયાર કરી લો અને ડાઘ પર લગાવો. આ ડાઘ દરરોજ લગાવવાથી ડાઘ દૂર થઇ જાય છે.
પપૈયું અને નારિયેળ
પપૈયાનો થોડો ભાગ પીસીને ડાઘ પર લગાવો. આ સુકાઈ જાય એટલે શુદ્ધ પાણીથી ધોઈ લો. પછી શુદ્ધ નારિયેળ તેલ લગાવો. આનાથી નિશાન ઝડપથી દૂર થઈ જાય છે. તમે ઇચ્છો તેટલી વખત તમે નારિયેળનું તેલ દિવસમાં લગાવી શકો છો.
દાદરના ડાઘ કેવી રીતે દૂર કરવા
દાદરના ડાઘને પણ ઘરેલુ ઉપચારથી દૂર કરી શકાય છે. દાદરના ડાઘને દૂર કરવા માટે દહીં અને લીંબુનું મિશ્રણ કામ કરે છે આ સાથે જ નારિયેળ તેલ પણ ફાયદાકારક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.