એનર્જી બૂસ્ટર:શિયાળામાં થાક લાગતો હોય અને ઊંઘ ન આવતી હોય તો આ 5 વસ્તુઓને ડાયટમાં સામેલ કરો, તમે એનર્જેટિક મહેસૂસ કરશો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિયાળાના દિવસોમાં શરીરમાં એનર્જીનું લેવલ ઘટી જાય છે. વૈજ્ઞાનિકોએ તેનું એક કારણ સૂર્યપ્રકાશમાંથી મળતા વિટામિન-Dને ગણાવ્યું છે. સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચના અનુસાર, શિયાળામાં વ્યક્તિ બહાર ઓછો જાય છે. સૂર્યપ્રકાશ ઓછો મળે છે. પરિણામે શરીરમાં મેલાટોનિન હોર્મોન વધારે રિલીઝ થાય છે. શરીરમાં તેનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ થાક અનુભવે છે.

ક્લિનિકલ ન્યૂટ્રિશનિસ્ટ સુરભી પારીખ કહે છે કે, સિઝનમાં ફેરફાર થવાથી શરીરમાં મેલાટોનિન હોર્મોનનું સ્તર બદલાય છે. જેની અસર ઊંઘ અને મનુષ્યના મૂડ પર પડે છે. તે દરમિયાન વ્યક્તિને શરીરની અંદર એનર્જી ઓછી હોવાની અનુભૂતિ થાય છે. તેનો સામનો કરી રહેલા લોકોએ એવી વસ્તુઓ ખાવી જોઈએ જે તરત એનર્જી આપે અને થાક દૂર કરે.

જાણો એવા ફૂડ જે એનર્જી બૂસ્ટ કરવાનું કામ કરે છે...

તરત એનર્જી જોઈતી હોય તો કેળા સૌથી સારો ઓપ્શન છે. તેમાં કાર્બોહાઈડ્રેટ ઉપરાંત પોટેશિયમ અને વિટામિન-B6,જે તમારું એનર્જી લેવલ લધારે છે. તે તમને માનસિક રીતે આરામ આપે છે અને ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હોય તો તેને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

કોફીમાં હાજર કેફીન ઝડપથી બ્લડમાં ભળીને તમારા મગજ સુધી પહોંચે છે. તે એપિનેફ્રીન હોર્મોનનું લેવલ વધારે છે. પરિણામે, મનુષ્ય પોતાને એનર્જેટિક મહેસૂસ કરે છે. નિષ્ણાતના અનુસાર, આખા દિવસમાં એક અથવા બે કપથી વધારે કોફી ન લેવી.

પ્રોટીનથી ભરપૂર ઈંડાં એનર્જી આપવાની સાથે વિટામિન-Bની ઊણપ પણ દૂર કરે છે. એક બાફેલા ઈંડાંમાંથી તમને દિવસ દરમિયાન જરૂરિયાતના 40 ટકા વિટામિન D મળે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ અને ઓમેગા-3 આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

મિલ્ક ચોકલેટની સરખામણીએ ડાર્ડ ચોકલેટમાં કોકો વધારે હોય છે. તેમાં એવા એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે બોડીમાં બ્લડનું સર્ક્યુલેશન વધારે છે. મગજ અને સ્નાયુઓમાં ઓક્સિજનનું લેવલ પણ વધારે છે. આ રીતે માનસિક થાક દૂર થાય છે અને તમે સારું મહેસૂસ કરો છો.

સફરજનને ફાઈબર અને સુગરનો સારો સોર્સ માનવામાં આવે છે. 100 ગ્રામ સફરજનમાં 14 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 10 ગ્રામ સુગર અને 2.1 ગ્રામ ફાઈબર હોય છે. સુગર અને ફાઈબર હોવાને કારણે સતત એનર્જી આપે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ કાર્બોહાઈડ્રેટનું પાચન ધીમું કરે કરે છે, જેનાથી લાંબા સમય સુધી એનર્જી મળતી રહે છે.