હેલ્થ ટિપ્સ:બહારનું ખાતા હોય તો ચેતી જજો, શરીરમાં ઝેર બની જતા જીવ ગુમાવવો પડશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલ લોકો રેસ્ટોરન્ટ, ફુડસ્ટોલ કે પછી બહારનું ખાવાના શોખીન હોય છે. આ જમવાનું ટેસ્ટમાં તો સારું હોય છે પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. ઉનાળાની ઋતુમાં ઘણીવાર એવી જગ્યાઓ પર જમવાથી તમને ફુડ પોઇઝનિંગ થવાની શક્યતા રહે છે. કેરળમાં 30થી વધુ લોકો શિગેલા બેક્ટેરિયાની ઝપેટમાં આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડો.આકિબ ગૌરી જણાવે છે કે, જો તમને શિગેલા બેકટેરિયાના કારણે ઝાડામાં લોહી આવે છે તો અચૂક સારવાર કરાવવી જોઈએ.

શિગેલા બેક્ટેરિયા શું છે?
શિગેલા એક એ પ્રકારના બેકટેરિયા છે જે એન્ટી બૈક્ટીરિયાનામક બેક્ટેરિયામાંથી આવે છે. એન્ટી બૈક્ટીરિયાના બધા બેક્ટેરિયા હાનિકારક નથી હોતા. શિગેલા બેક્ટેરિયા આંતરડાને પ્રભાવિત કરે છે, જેનાથી ઝાડા, પેટમાં દુખાવો અને તાવ આવે છે.

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા કહેવામાં આવ્યું છે કે, શરીરમાં આ બેક્ટેરિયાનું સંક્ર્મણ સરળતાથી ફેલાઈ છે કારણ કે આ ઓછા બેક્ટેરિયા પણ કોઈને બીમાર કરવા માટે પૂરતા છે. આ બેક્ટેરિયા પ્રત્યક્ષ અથવા પરોક્ષ સંપર્ક દ્વારા ફેલાય છે. સ્વિમિંગ પૂલ, ખરાબ પાણીમાં નહાવા અને અસ્વચ્છ ખોરાક ખાવાથી આ રોગનું સંક્ર્મણ ફેલાઈ છે.

શિગેલા બેક્ટેરિયાથી સંક્રમિત છે કે નહીં તે કેવી રીતે જાણવું?
આ એક પ્રકારનું ફૂડ પોઈઝનિંગ છે, જેમાં ઝાડા કે મરડો થાય છે. ઝાડાની સાથે તેમાં લોહી પણ આવે છે. આ સિવાય પેટમાં દુખાવો, તાવ આવે છે. જો કોઈ વ્યક્તિ ઝાડાથી પીડિત હોય અને દિવસમાં 7 થી 8 વખતથી વધુ વાર જતો હોય તો દર્દીએ તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ. હળવા લક્ષણો ધરાવતા દર્દીઓએ ORS પી લેવું જોઈએ અને તેમ છતાં લક્ષણોમાં સુધારો ના થાય તો ડૉક્ટર પાસે અવશ્ય જવું જોઈએ.

જો તમને લક્ષણો દેખાય તો શું કરવું
જો તમને શિગેલા બેક્ટેરિયાના લક્ષણ જોવા મળી રહ્યા છે તો શું કરવું જો તમને શિગેલા બેક્ટેરિયાના લક્ષણો દેખાઈ રહ્યા છે, તો જ્યારે પણ ઝાડા થાય તરત જ ORS પી લેવું જોઈએ. ORSથી તમારા શરીરનું ઈલેક્ટ્રોલાઈટ જળવાઈ રહેશે અને શરીરમાં પાણીની ઉણપ આવતી નથી.

આ કારણ છે કે જો શિગેલા બેક્ટેરિયાથી સંક્રમિત થયા હોય તો પાણીના અભાવને કારણે કિડની પર અસર થઈ શકે છે અને તેના કારણે ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન થાય છે. તમારી કિડની ફેઈલ થઈ શકે છે. શિગેલા બેક્ટેરિયાથી બ્લડ સર્ક્યુલેશનને પણ અસર થઇ શકે છે, જેના કારણે લો બીપીને કારણે હાર્ટ ફેઈલ થવાની પણ શક્યતા છે.

ફૂડ પોઈઝનિંગ માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે
શિગેલા ઉપરાંત વિબ્રિઓ કોલેરા બેક્ટેરિયા પણ ખોરાકના ઝેર માટે જવાબદાર છે. આનાથી કોલેરા રોગ થાય છે, જેમાં દર્દીને ગંભીર ઉલ્ટી અને ઝાડા થાય છે. જો તમને આવા ઝાડા થઈ રહ્યા હોય તો તેમાં ગ્લુકોઝ અને જ્યુસ બિલકુલ ન લો. તેનાથી તમારા શરીરમાં શુગરની માત્રા વધી જશે, જેનાથી ઝાડા થવાની શક્યતા વધી શકે છે.