બરફ બની શકે છે સ્વાસ્થ્ય માટે હાનિકારક:લારીમાંથી જ્યુસ પીઓ છો તો ચેતી જજો, ઝાડા-કમળાથી લઈને કેન્સર સુધી બીમારીનું છે જોખમ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાળાની ઋતુમાં ઠંડી વસ્તુઓ ખાવા અને પીવાનું મન થાય છે. લસ્સી, શેઇક, છાસ, શિકંજી સહિત અનેક પીણાઓનું ઉનાળામાં સેવન કરીએ છીએ. આ બધા પીણામાં બરફ તો હોય જ છે, પરંતુ શું તમને ખબર છે કે, આ બરફ ક્યારેક તમારો જીવ પણ લઇ શકે છે! જો તમે પણ રસ્તા પર ઊભેલા લારીઓમાં જ્યુસ અને શેઇક પીઓ છો તો ગળામાં ઇન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે. જેના કારણે ઝાડા અને કમળો જેવી બીમારીઓ પણ થઇ શકે છે. તો દૂષિત પાણીમાંથી બનેલા બરફમાંથી ટાઇફોઇડ, ગેસ્ટ્રોએન્રાટ્રઇટિસ અને કેન્સર સુદ્ધાંનો પણ ભય રહે છે.

હાલ દરેક જગ્યા પર બરફ મળે છે. આ બધા બરફના વિશાળ ટુકડાઓને હૂક દ્વારા ઉપાડવામાં આવે છે. આ બરફના નાના ટુકડાઓ કરીને કોલ્ડડ્રિંક્સમાં મિક્સ કરવામાં આવે છે. પરંતુ આ બરફ કેટલો આરોગ્યપ્રદ છે તે જાણી શકાતું નથી. બજારમાં મળતો બરફ કેવો છે તે ન તો સામાન્ય માણસને ખબર હોય છે કે ન તો ફેરિયાઓને ખબર હોય છે. જો તમે તેમને પૂછશો, તો તેઓ તમને કહેશે કે તેઓ જ્યાંથી બરફ મળે છે ત્યાંથી લઈ લે છે. બરફ લેનાર લોકોને પણ ખબર હોતી નથી કે તે આ બરફ તેમને કેટલું નુકસાન પહોંચાડી શકે છે.

ઝારખંડના રાંચીમાં આવેલી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીના સ્ટેટ ફૂડ એનાલિસ્ટ ચતુર્ભુજ મીણા આ બાબતે વાત કરતા કહે છે, જો પીગળ્યા પછી બરફમાં સેડિમેન્ટ (બરફ પીગળી ગયા પછી જોવા મળતા અશુદ્ધિના કણો) જોવા મળે તો તે આરોગ્યપ્રદ નથી. એનો અર્થ એ થયો કે, આ પ્રકારનો બરફ સ્વચ્છ પાણીમાંથી બનાવવામાં આવેલ નથી. બોલચાલની ભાષામાં બરફના બે પ્રકાર છે -પાક્કો બરફ અને કાચો બરફ. પાક્કા બરફમાં માત્ર પાણી હોય છે. પરંતુ કાચા બરફમાં ઓગળેલા કાર્બન ડાયોક્સાઇડ અને ઓગળેલા ઓક્સિજન સાથે મિશ્રિત ઘણા કાર્બનિક પદાર્થ બરફમાં મિક્સ કરેલા હોય છે.

પાક્કા અને કાચા બરફ વિષે જાણીએ તો પાક્કો બરફ સંપૂર્ણ રીતે પારદર્શી હોય છે અને આઇસક્યુબ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પાક્કો બરફ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નથી. પરંતુ કાચા બરફમાં ઘણા સેંડીમૅટ મળે છે તેથી કાચો બરફ શક્ય હોય ત્યાં સુધી ના ખાવો જોઈએ. ચતુર્ભુજ મીણા જણાવે છે કે, ઇન્દોર, ભોપાલ, ઉજ્જૈન જેવાં શહેરમાં પાક્કો અને કાચો બરફ આસાનીથી મળી જાય છે.

બરફના 2 પ્રકાર હોય છે જેમાં એડિબલ આઈસ એટલે કે ખાવાનો બરફ અને ઔદ્યોગિક બરફ હોય છે. ખાવાનો બરફ સ્વચ્છ પાણીમાંથી બનાવવામાં આવે છે. ઘરોની જેમ આપણે સ્વચ્છ પાણીમાંથી બરફના ટુકડા બનાવીએ છીએ. પરંતુ ઔદ્યોગિક બરફમાં કોઈપણ પ્રકારના પાણીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ આપણે જે હોંશે-હોંશે ગોલા ખાઈએ છીએ તે ખાવાના બરફમાંથી નહીં પરંતુ ઔદ્યોગિક બરફમાંથી બનાવવામાં આવેલા હોય છે. કેટલીકવાર આઈસ્ક્રીમ બનાવવામાં આઈસ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં લેવામાં આવતું નથી. તે સમયે આ બરફમાં છુપાયેલો કચરો અથવા નુકસાનકારક બેક્ટેરિયા આપણે જોઈ શકતા નથી. તેથી જ આઈસ્ક્રીમ ખાવા યોગ્ય છે કે નહીં તે ખબર પડતી નથી.

કેવી રીતે જાણી શકાય કે કયો બરફ ખાવાનો બરફ છે અને કયો બરફ ઔદ્યોગિક બરફ છે
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના જણાવ્યા અનુસાર, ખાવાનો બરફ અને ઔદ્યોગિક ઉપયોગના બરફની ઓળખ થવી જોઈએ. બજારમાં તે કયા સ્વરૂપે વેચાય છે તેની જવાબદારી ફૂડ સેફ્ટી ઓફિસરની છે. FSSAIએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક બરફની ઓળખ માટે વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ. ધોરણ મુજબ, 10 પીપીએમ ઈન્ડિગો કેરમાઈન અથવા વાદળી ઔદ્યોગિક બરફમાં ઉમેરી શકાય છે. જેથી તમે જાણી શકશો કે તમે જે બરફ ખાઓ છો તેનાથી ઔદ્યોગિક બરફ કેટલો અલગ છે તે જોઈ શકશો. ચતુર્ભુજ મીણા સમજાવે છે કે પ્રેક્ટિકલમાં ધોરણનું પાલન થતું નથી. રસ્તા પર લાલ-પીળા, લીલા રંગમાં વેચાતા બરફના ગોલા આરોગ્યપ્રદ હોતા નથી. કુલ્ફી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા બરફના ટુકડા પણ સુરક્ષિત હોતા નથી.

હેપેટાઈટીસ A, E અને ટાઈફોઈડ પણ થઈ શકે છે
શેરડીનો રસ અથવા અન્ય કોઈપણ ફળોનો રસ કે અન્ય પીણામાં વિક્રેતાઓ સામાન્ય રીતે તેમાં બરફ નાખે છે. આ બરફ સ્વચ્છ પાણીમાંથી બને છે કે નહીં તે જાણી શકાતું નથી. જો આમાં ઈન્ડસ્ટ્રીયલ બરફનો ઉપયોગ કરવામાં આવે તો આવો જ્યુસ પીનાર વ્યક્તિ હેપેટાઈટીસ A, E, ટાઈફોઈડનો શિકાર બની શકે છે. તેમાં કોલિફોર્મ બેક્ટેરિયા હોઈ શકે છે જેનાથી ખોરાકજન્ય બીમારી થઇ શકે છે.

કેન્સર હોવાની પણ છે શક્યતા
ઔદ્યોગિક બરફનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. માછલી બજારમાં આખું વર્ષ માછલીઓ બરફની પેટીઓમાં રાખવામાં આવે છે. આ માછલીઓ અન્ય રાજ્યોમાંથી આયાત કરવામાં આવે છે. તેમને પરિવહન કરવામાં સમય લાગે છે. માછલીને સાચવવા માટે બરફમાં ફોર્માલ્ડીહાઈડનો ઉપયોગ થાય છે. પરંતુ ફોર્મેલિન એક ઝેરી રસાયણ છે જેનો ઉપયોગ મૃતદેહોને સાચવવા માટે થાય છે. આ જ રીતે ફોર્મેલિન માછલીને બરફમાં રાખવા માટે કરવામાં આવે છે. આવી માછલી ખાવાથી શરીરમાં પણ ફોર્માલિન પહોંચે છે, જે કેન્સરનું કારણ બની શકે છે.

જો તમને વારંવાર બરફના ટુકડા ખાવાનું મન થાય તો સાવધાન થઈ જાવ
કેટલીકવાર લોકો બરફના ટુકડા ખાય છે. આ સંબંધિત સંશોધન કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ તણાવમાં હોય છે. ત્યારે તેને બરફના ટુકડા ખાવાની ઈચ્છા થાય છે. જો કોઈ વ્યક્તિ દરરોજ 20 બરફના ટુકડા ખાય તો, તેને દાંત સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. દાંતના ઈનેમલ (દાંતની ઉપર આવેલું સખ્ત પડ)નો નાશ થાય છે. તો દાંતમાં ક્રેક થવાની પણ શક્યતા રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન, માસિક સ્રાવ, સ્તનપાન દરમિયાન, સ્ત્રીઓમાં બરફના ટુકડા ખાવાની ઇચ્છા વધે છે. ટેક્નિકલી આ તબીબી સ્થિતિને PICA કહેવામાં આવે છે.