કામના સમાચાર:ડામર રોડ પર બરાબર ચાલવામાં ન આવે તો ઘૂંટણનો દુખાવો થઈ શકે છે, ડિપ્રેશનની પણ શક્યતા

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કન્યાકુમારીથી શરૂ થયેલી કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' 150 દિવસમાં 3,570 કિમીની યાત્રા કરશે અને 12 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં જશે. આપણને સૌને ચાલવાના ફાયદા વિશે તો ખબર છે, પરંતુ એક સ્વસ્થ વ્યક્તિએ કેટલું ચાલવું જોઈએ, સતત ચાલવાથી આપણા શરીરને ખાસ કરીને પગને કોઈ નુકસાન થઈ શકે છે.... સ્પોર્ટ્સ ફિઝિયોથેરપિસ્ટ, ગૌરવ અહલુવાલિયા આ વિશે સમગ્ર માહિતી આપી છે.

સૌથી પહેલા જાણીએ ચાલવા માટે કોઈ નિયમ છે કે નહિ? જવાબ છે હા, આ માટે તમારે નીચે આપેલા ગ્રાફિક્સને વાંચવા પડશે.

સવાલ : એક સ્વસ્થ માણસ દરરોજ કેટલા કિલોમીટર સુધી ચાલી શકે છે?
જવાબ : JAMA Internal Medicineમાં પબ્લિશ થયેલા એક આર્ટિકલ અનુસાર, સ્વસ્થ રહેવા માટે દરરોજ 4400 ડગલાં ચાલવાં જરૂરી છે અને વધુમાં વધુ 7500 ડગલાં ચાલવાં જોઈએ. સ્પોર્ટ્સ ફિઝિયોથેરપિસ્ટ ગૌરવ આહલુવાલિયા ચાલવાને લઈને જણાવે છે કે ચાલવું એ તમારી લાઇફસ્ટાઇલ પર આધાર રાખે છે. તમારે સમજવું જોઈએ કે તમારું શરીર તમને કેટલું ચાલવા દે છે. હંમેશાં તમારા શરીરને સાંભળો.
જે લોકો પહેલીવાર ચાલે છે તેમને 1000 સ્ટેપ્સથી શરૂઆત કરવી જોઈએ, ફરીથી ધીરે-ધીરે ચાલવાનું વધારવું જોઈએ.

સવાલ: જે લોકો સતત 7 કલાક ચાલે છે. તેમના સ્વાસ્થ્યને કોઈ નુકસાન થઈ શકે છે?
જવાબ: જે લોકો આ રીતે ચાલે છે તેમના માટે આ ત્રણ બાબત ખૂબ જ જરૂરી છે.

 • હાઇડ્રેશન
 • એનર્જી
 • રિકવરી

તો બીજી તરફ જે લોકો પદયાત્રામાં જઈ રહ્યા છે તે લોકોએ આ પહેલાં પણ ચાલવાની પ્રેક્ટિસ કરી હોય અથવા તો ડાયટ લઈ રહ્યા હોય. જો કોઈ વ્યક્તિએ ચાલવાની પ્રેક્ટિસ ન કરી હોય અને પોતાનું ધ્યાન ન રાખ્યું હોય, તો તેને નુકસાન થઈ શકે છે. એને કારણે સ્નાયુઓમાં સોજો અને અન્ય સમસ્યાઓની પણ શક્યતા છે, તેથી બ્રેક આપીને વૉકિંગ સાથે રિકવરીની કાળજી લેવી જરૂરી છે. આ માટે બેસ્ટ ડાયટ અને સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.

સતત ચાલવા પર શરીર પર આ અસર થાય છે

ઘૂંટણમાં દુખાવો પગમાં દુખાવો અને સોજો પગની ઘૂંટી એટલે કે ઘૂંટી પર લોહીનું પ્રમાણ વધવાથી એ જગ્યાની ત્વચા કાળી પડી જાય છે, તેથી જો તમારે નિયમિત રીતે ચાલવાનું કે દોડવાનું હોય તો પગની કસરત કરવી જોઈએ અને હેલ્ધી ફૂડ લેવું જોઈએ. પગમાં દુખાવો થાય તો તરત જ ફિઝિયોથેરપિસ્ટની સલાહ લેવી જોઈએ.

સવાલ : એક સામાન્ય માણસને કેવી રીતે ખબર પડે છે કે તે વધુ ચાલ્યો છે?
જવાબ : વધુ ચાલવાનાં લક્ષણો મેન્ટલી અને ફિઝિકલી હોઈ શકે છે, પરંતુ બધી જ વ્યક્તિને આ બધાં જ લક્ષણોનો અનુભવ નથી થતો.

જો તમને પણ આ લક્ષણોનો અનુભવ થાય તો તમે પણ વધારે ચાલ્યા છો.

વધુ ચાલવા પર આ લક્ષણો જોવા મળે તો એલર્ટ થઈ જાઓ

 • ડિપ્રેશન
 • હાર્ટબીટ વધી જવા
 • ચીડિયાપણું વધી જવું
 • ભૂખ ન લાગવી
 • વજન ઘટી જવું
 • થાક લાગવો
 • મસલ્સ અને શરીરમાં દુખાવો
 • ઇન્ફેક્શન, શરદી અને માથાનો દુખાવો

સવાલ : વોકિંગ કે કોઈપણ વર્કઆઉટ કરતાં પહેલાં શું ખાવું જોઈએ?
જવાબ: આ માટે ત્રણ વસ્તુ જરૂરી છે. EHRને યાદ રાખો.

E એટલે એનર્જી
રાતે યોગ્ય સમયે જમ્યા હોવ અને જો આપણે સારી ઊંઘ લીધી હોય તો સવારે વોકઆઉટ માટે યોગ્ય એનર્જી મળશે. જો તમે વર્કઆઉટ શરૂ કરતાં પહેલાં કેળું અથવા સફરજન ખાધું હોય અથવા બેડ ટી સાથે બિસ્કિટ ખાધાં હોય તો પર્ફેક્ટ છે.

H એટલે હાઇડ્રેશન
વોકિંગ દરમિયાન સાદું પાણી કે નારિયેળ પાણી પી શકો છો, જેનાથી શરીર હાઇડ્રેટ રહેશે.

R એટલે રિકવરી
રિકવરીનો મતલબ આરામ નહીં, પરંતુ ડાયટ, ન્યૂટ્રિશિયન, મસાજ, આરામ કોઈપણ રીતે થઇ શકે છે.

સવાલ: શું હેવી બ્રેકફાસ્ટ કર્યા બાદ વોકિંગ કરવું જરૂરી છે?
જવાબ: હંમેશાં હેવી બ્રેકફાસ્ટ કરવાની જ સલાહ આપવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખો કે એમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ ન હોવું જોઈએ. આપણા સવારના ભોજનમાં પ્રોટીન ઓછું હોય છે. કાર્બોહાઇડ્રેટ્સથી જલદી ઊર્જા મળે છે, પરંતુ બાદમાં આપણે નબળાઈ અનુભવીએ છીએ. ચાલવા અને વર્કઆઉટ માટે સ્નાયુઓ ઘસાઈ જાય છે, એના માટે આપણા નાસ્તામાં યોગ્ય માત્રામાં પ્રોટીન હોવું જરૂરી છે, પરંતુ સલાહ આપવામાં આવે છે કે હેવી બ્રેકફાસ્ટ કર્યા બાદ વોકિંગ કે વર્કઆઉટ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

તો ઘણા લોકો નાસ્તો કરીને કે જમીને તરત જ ચાલતા હોય છે, પરંતુ જમીને એકદમ ચાલવાથી કે વર્કઆઉટ કરવાથી શરીરનું તમામ લોહી આંતરડામાં આવે છે. ખોરાકને પચાવવા માટે પાચનતંત્ર સક્રિય થાય છે, જેને કારણે એસિડ બનવા લાગે છે. જો તમે વૉક દરમિયાન પાણી પીવાનું શરૂ કરો છો, તો એ પાચન બગાડે છે. ચાલવાને કારણે એસિડની હિલચાલ પણ શરૂ થાય છે, જેને કારણે એસિડિટીની સમસ્યા થાય છે.

સવાલ: કેટલાક લોકો વધુ ઝડપથી ચાલે છે, તેઓ માને છે કે તે સ્વાસ્થ્ય માટે સારું છે. કેવી રીતે જાણી શકાય કે આપણી ચાલવાની ગતિ બરાબર છે કે નહીં? જવાબ : આપણે વધુ સ્પીડમાં ચાલવું. તમારી ચાલવાની સ્પીડ એટલી જ હોવી જોઈએ જેટલા આપણા મેક્સિમમ હાર્ટ રેટ એટલે કે MHR 50-70% રહે. આ માટે તમારી પાસે હાર્ટ રેટ મોનિટર હોવું જરૂરી છે, જોકે એ દરેક માટે ઉપલબ્ધ નથી.

કેટલી ઉંમરમાં કેટલું ચાલવું જોઈએ?

 • જો તેઓ 6થી 17 વર્ષની ઉંમરના લોકોએ 15,000 ડગલાં ચાલવા જોઈએ.
 • છોકરીઓ એક દિવસમાં 12,000 ડગલાં ચાલી શકે છે.
 • 18થી 40 વર્ષની વયનાં પુરુષો અને સ્ત્રીઓ 12,000 ડગલાં ચાલવા જોઈએ.
 • 40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ 11,000 ડગલાં ચાલવા જોઈએ.
 • 50 વર્ષથી વધુ ઉંમરના લોકોએ દરરોજ 10,000 ડગલાં ચાલવા જોઈએ.
 • 60 વર્ષથી વધુ વયના લોકોએ દરરોજ 8,000 ડગલાં ચાલવા જોઈએ.

નોંધ :વૃદ્ધ અને ઘૂંટણના દર્દીઓએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

સવાલ : જે લોકોને ઘૂંટણમાં દુખાવો, સોજો અથવા એડીમાં સમસ્યા હોય તે લોકોને સરખું થવામાં કેટલો સમય લાગે છે?
જવાબ : ભોપાલના ફિઝિશિયન ડૉ. બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર, જો આવા લોકો સારી રીતે આરામ કરે છે, તો તેમને સાજા થવામાં ઓછામાં ઓછો 1 સપ્તાહનો સમય લાગી શકે છે.

સવાલ : મહિલાઓને પુરુષોની તુલનામાં વધુ થાક લાગે છે?
જવાબ : હા, પુરુષો કરતાં સ્ત્રીઓમાં ઘૂંટણની સમસ્યા વધુ જોવા મળે છે. પિરિયડ્સ દરમિયાન તેમનામાં એસ્ટ્રોજન હોર્મોનની ઊણપ જોવા મળે છે, જેને કારણે ઘૂંટણના દુખાવાની સમસ્યા પણ વધી જાય છે.