શિયાળામાં સ્ફૂર્તિને બદલે તમે સુસ્તી અનુભવો છો અને તમને આજકાલ ઓછી ઊંઘ આવી રહી છે તો તમારે ડાયટ રિવ્યૂ કરવાની જરૂર છે. કારણ કે ઊંઘ અને આપણી ડાયટ એકબીજા સાથે સંકળાયેલા છે. ધ મેડિકલ જર્નલ ઓફ ઈન્ડિયા નામની જર્નલમાં પ્રકાશિત રિસર્ચ પ્રમાણે ભારતમાં આશરે 33% વયસ્કો અનિદ્રાથી પીડિત છે. કોરોનાકાળમાં આ આંકડો વધ્યો છે. પૂરતી ઊંઘ ન લેવાથી હોર્મોન, ઈમ્યુન સિસ્ટમ, મગજ અને એનર્જી લેવલ પર અસર થાય છે.
ડાયટ અને ઊંઘ વચ્ચેનું કનેક્શન
ન્યૂટ્રિશન અને ઊંઘ વચ્ચેનાં ડાયરેક્ટ કનેક્શન અંગે કોઈ રિસર્ચ નથી થયાં, પરંતુ ડૉક્ટર્સનું કહેવું છે કે ડાયટ સ્લીપ હોર્મોન મેલાટોનિન પર અસર કરે છે. આ સિવાય ફિઝિકલ એક્ટિવિટી ન કરવાથી અને ઈલેક્ટ્રોનિક્સ ગેજેટના વધારે પડતા ઉપયોગને કારણે ઊંઘ પર અસર થાય છે.
આ વસ્તુઓ તમારી ઊંઘમાં અવરોધ બને છે
1.કોફી
સૂતા પહેલાં ક્યારેય કોફી ન લેવી જોઈએ. તેમાં રહેલું કેફિન મગજની કોશિકાઓને એક્ટિવ રાખે છે, જેથી ઊંઘ આવતી નથી. કોફી શરીરની સર્કેડિયન ક્લોક પર અસર કરે છે. તેનાથી સવારે ઊંઘ આવવા લાગે છે.
2. આલ્કોહોલ
દારૂ પીધાના થોડા સમય સુધી તમને ભલે ઊંઘ આવતી હોય પરંતુ તેનાથી પૂરતી ઊંઘ મળતી નથી. દારૂનાં સેવન બાદ આગલા દિવસે તમને સુસ્તી અનુભવાય છે.
3. તળેલો અને મસાલેદાર ખોરાક
જોન હોપ્કિન્સના ન્યૂરોલોજી પ્રોફેસર ચાર્લેન ગમાલ્ડોના જણાવ્યા પ્રમાણે, તળેલો અને મસાલેદાર ખોરાક શરીરમાં અનેક સમસ્યા નોતરે છે. તેનાથી શરીરમાં એસિડની માત્રા વધે છે. સાથે જ પેટ સંબંધિત બીમારીને કારણે ઊંઘ પણ આવતી નથી.
આ વસ્તુ સારી ઊંઘ લાવશે
1. પ્રોટીન ડાયટ
ટર્કી, ચિકન અને ઈંડાં પ્રોટીનના સારા સ્ત્રોત છે. તેનાથી સારી ઊંઘ આવે છે.
2. માઈક્રોન્યૂટ્રિઅન્ટ્સ
સેલેનિયમ, મેગ્નેઝિયમ, ઝિંક, ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન-D જેવાં માઈક્રોન્યૂટ્રિઅન્ટ્સ સારી ઊંઘ માટે જરૂરી છે. અખરોટ અને બદામમાં તેની સારી માત્રા હોય છે.
3. કીવી
કીવી સારા મૂડ માટે જવાબદાર સેરોટોનિન હોર્મોન પ્રભાવિત કરે છે. કીવીનું સેવન કરતાં લોકો અન્ય લોકોની સરખામણીએ 42% વહેલાં સૂઈ જાય છે. આટલું જ નહિ આ લોકોની ઊંઘની ક્વોલિટી પણ 5% વધુ સારી હોય છે.
4. ફેટી ફિશ
સાલ્મન, ટ્રાઉટ, મેકેરલ અને બેસા સહિતની ફેટી ફિશ ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન-D અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.
5. હર્બલ ટી
ગ્રીન ટી અને કેમોમાઈલ ટીમાં કેફિન ન હોવાથી તે ઊંઘની ક્વોલિટી સુધારે છે. 2011માં થયેલાં એક રિસર્ચ પ્રમાણે, કેમોમાઈલ ટી પીતાં લોકો 15 મિનિટ વહેલાં સૂઈ જાય છે. ગ્રીન ટીમાં Theanine એમિનો એસિડ પણ શરીર માટે ફાયદાકારક હોય છે.
6. ગરમ દૂધ
સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. ACS પબ્લિકેશનના રિસર્ચ પ્રમાણે દૂધમાં કેસિઈન ટ્રિપ્સિન હાઈડ્રોલાઈજેટ નામનું કેમિકલ હોય છે. તેનાથી જલ્દી ઊંઘ આવી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.