તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનિદ્રા દૂર કરવાની રીત:રાત્રે ઊંઘ નથી આવતી તો 4-7-8 ટેક્નિક અપનાવો, શ્વાસ લેવા અને છોડવાની આ રીત તમારી બોડીને રિલેક્સ કરશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ટેક્નિકની એરિઝોના યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. એન્ડ્રયૂ વેલે તૈયાર કરી છે
  • આ ટેક્નિક પ્રાણાયામ પર આધારિત છે અને ઘરે સરળતાથી કરી શકાય છે

રાત્રે ઊંઘ નથી આવતી તો શ્વાસ લેવાની 4-7-8 ટેક્નિક અપનાવી શકો છો. તેને અમેરિકાની એરિઝોના યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. એન્ડ્રયૂ વેલે તૈયાર કરી છે. આ ટેક્નિક પ્રાણાયામ પર આધારિત છે. જો તમે લાંબા સમય સુધી આ ટેક્નિક અપનાવશો તો જલ્દી ઊંઘ આવવા લાગશે. જાણો તેને ઘરે સરળતાથી કેવી રીતે કરી શકાય છે.

આ રીતે કરો 4-7-8 ટેક્નિક
તેને કરવા માટે કોઈ સારી જગ્યાએ આરામદાયક સ્થિતિમાં બેસો અથવા સૂઈ જાઓ. પોશ્ચર યોગ્ય હોવું જોઈએ. જો ઊંઘ માટે આ ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છો તો સૂવું વધારે યોગ્ય છે. હવે જીભના આગળના ભાગને દાંતની એકદમ પાછળ તાળવા સુધી લઈ જાવ. આખી પ્રેક્ટિસ દરમિયાન તેને આવી જ રીતે લઈ જવી.

શરીરમાં ઓક્સિજનની ઊણપ પૂરી થઈ જાય છે
શ્વાસ લેવાની મોટાભાગની ટેક્નિક શરીરને આરામદાયક સ્થિતિમાં લઈ જાય છે. ખાસ કરીને તે ટેક્નિક, જેમાં શ્વાસને એક નક્કી સમય માટે રોકવામાં આવે છે. તે શરીરના જુદા જુદા ભાગોમાં ઓક્સિજનની ઊણપને પૂરી કરે છે. 4-7-8ની આ ટેક્નિક તમારા મગજ અને શરીરને શ્વાસ દ્વારા કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે. રેગ્યુલર પ્રેક્ટિસ કર્યા બાદ આ રીત તમારી આદત બની જાય છે.

યોગ, ધ્યાન અને અનુલોમ-વિલોમની જેમ અસરકારક
ડૉ. વેલ કહે છે કે, શ્વાલ લેવાની 4-7-8 ટેક્નિકની તુલના યોગની 4 ક્રિયાઓથી કરી શકાય છે.

1. અનુલોમ વિલોમઃ તેમાં એક વખતમાં નાકના એક જ છિદ્રથી શ્વાસ લેવામાં આવે છે જ્યારે બીજું બંધ રહે છે.
2. ધ્યાનઃ શ્વાસ પર ધ્યાન આપવા પર ભાર મૂકવામાં આવે છે. મનુષ્ય વર્તમાન ક્ષણમાં રહે છે.
3. કલ્પનાઃ મન પર ધ્યાન કરતા સામાન્ય રીતે શ્વાસ લેવામાં આવે છે.
4. માર્ગદર્શન કલ્પનાઃ તે તમને સુખદ ક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી શ્વાસ લેતી વખતે તમે ચિંતાઓને ભૂલી જાવ છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો