• Home
  • Lifestyle
  • Health
  • If you avoid breakfast in the morning to become thin, the risk of serious illness will increase

સાવધાન / પાતળા થવા માટે સવારે નાસ્તો કરવાનું ટાળતા હો તો ગંભીર બીમારીનું જોખમ વધશે

If you avoid breakfast in the morning to become thin, the risk of serious illness will increase

Divyabhaskar.com

Jul 09, 2019, 07:58 PM IST

હેલ્થ ડેસ્ક. દિવસભરની ભાગદોડના કારણે મોટાભાગના લોકો સવારે નાસ્તો કરવાનું અથવા બપોરે જમવામાં શું ખાવું તે અંગે વધારે વિચાર નથી કરતા. લોકો ગમે તેવું આચરકુચર ખાઈને પેટ ભરી લેતા હોય છે. એવા પણ લોકો હોય છે જે ફિટ રહેવા માટે કોઈ ખાસ પ્રકારે ડાયટ ફોલો કરતા હોય. તેમને એવું લાગે છે કે બસ આટલું તેમના શરીરના પોષણ માટે પુરતું છે. જો તમે પણ આ લોકોમાંથી એક હો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. પાતળા થવાના ભોગે સવારે નાસ્તો કરવાનું ટાળતા લોકો માટે આ માહિતી કામ લાગશે.

જો તમારે વહેલા નોકરીએ જવાનું હોય અને તે કારણથી જો તમે સવારે નાસ્તો સ્કિપ કરતા હો નથી કરી શકતા, અથવા પતલા થવાના ચક્કરમાં સવારનો નાસ્તો ન કરતા હો તો અથવા કરવાનું ટાળતા હોવ તો તે મોટી ભૂલ સાબિત થઈ શકે છે. તેનાથી તમારા શરીર અને મગજ બંને પર ખરાબ અસર થઈ શકે છે. આવું જોખમ ટાળવા માટે દરરોજ નિયમિત સવારનો નાસ્તો કરવો જોઈએ. આવું કરનારા લોકોનું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. એટલા માટે સવારનો નાસ્તો કરવો જરૂરી હોય છે.

હાલના સમયમાં એક આદત આપણા બધામાં સામાન્ય જોવા મળે છે. તે છે ઉતાવળમાં ખાવાનું કે નાસ્તો કરવાનું. જમવાના સમયે વધારે મોબાઈલ અથવા પછી ટીવી જોતાં જોતાં આપણે વધારે જમી લેતાં હોઈએ છીએ. જેના કારણે મોટી સમસ્યાઓ પેદા થાય છે. જમવાનો અર્થ એ છે કે, આપણે જમતી વખતે આનંદથી ખાવું જોઈએ તેથી આપણું પેટ ભરાઈ જાય.

ઘણા બધા લોકો સવારના સમયે માત્ર પ્રવાહી ખોરાક લે છે, જેમ કે સ્મૂધી કે જ્યૂસનું સેવન કરતા હોય છે. મુખ્ય ખોરાકનું સેવન નથી કરતા. જો તમે પણ પોતાની જાતને પતલા રાખવા માટે આવું કરતા હો તો સાવધાન થઈ જવાની જરૂર છે. સ્વસ્થ રહેવા માટે જરૂરી છે સવારનો નાસ્તો કરવો. જે શરીરમાં જરૂરી વિટામિન અને મિનરલ્સ પૂરાં પાડે છે. એટલા માટે પ્રવાહી પદાર્થનું સેવન કરવાની જગ્યાએ મુખ્ય ખોરાકનું સેવન કરવું જોઈએ.

જો તમારી આદત રાત્રે અથવા સવારે ખાવામાં માત્ર ફ્રૂટ અને શાકભાજીનું સેવન કરવાની હોય તો તેને બદલવી જોઈએ. કેમ કે શરીરને સ્વસ્થ રાખવા માટે બધા પ્રકારના વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને પ્રોટીનનું સેવન કરવું જરૂરી હોય છે. માત્ર પ્રિઝવર્ડ ખોરાક તમને પૂરતા પ્રમાણમાં વીટામીન કે મિનરલ્સ નહીં મળે.

સવારના સમયે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી છે. પરંતુ તમને ખબર હોવી જોઈએ કે સવારે પીવામાં આવેલા પાણીથી આખો દિવસ તાજગી અનુભવી શકો છો. શરીરમાંથી ખરાબ પદાર્થ બહાર કાઢવવામાં મદદ કરે છે.

X
If you avoid breakfast in the morning to become thin, the risk of serious illness will increase
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી