તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘શિયાળાની સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો’ સ્કૂલમાં ભણતા ત્યારે ‘શિયાળાની સવાર’ નિબંધમાં આ પ્રથમ લાઈન આવતી હતી. આ સીઝન એટલે તંદુરસ્તીની સીઝન, કસરત કરવાની સીઝન, વસાણાં અને અડદિયા પાક ખાવાની સીઝન અને પતંગ ચગાવવાની પણ. ઉત્તરાયણનો તહેવાર ઠંડીમાં જ આવે છે. ઉત્તરાયણમાં હવે તો પતંગ કરતાં પણ વધુ વેરાયટીની ચિક્કીઓ મળતી થઈ ગઈ છે. શિયાળામાં ચિક્કી ખાવા પાછળ પણ એક સાયન્ટિફિક લોજિક છુપાયેલું છે. શિયાળામાં આપણા શરીરને ગરમીની વધારે જરૂર હોય છે. આથી ગોળમાંથી ચિક્કી બનાવવામાં આવે છે. આ બહાને શરીરમાં જેમ બને એમ વધારે ગોળ જાય અને શરીરને ગરમાવો મળી રહે. આ વર્ષે ઉત્તરાયણનો તહેવાર દર વખતની જેમ નોર્મલ નથી. કોરોના વાઈરસની હાજરી હજુ પણ આપણા બધા વચ્ચે છે. તહેવારમાં સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવા માટે દિવ્ય ભાસ્કરે અમદાવાદની ‘સિમ્સ હોસ્પિટલ’માં ક્લિનિકલ ડાયટિશિયન રહી ચૂકેલાં હિમાની જોષી પાઠક સાથે વાતચીત કરી. તેમણે હેલ્થનું ધ્યાન રાખી તહેવારની મજા કેવી રીતે માણવી તે જણાવ્યું.
ડાયટિશિયન હિમાની કહે છે કે, ઠંડીમાં શરીરને ગરમી જરૂર હોય છે. આથી આ સમયે વિટામિન અને આયર્નથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. આયર્નને લીધે શરીરમાં બ્લડ ફ્લો વધશે. ઉત્તરાયણની વાત કરીએ તો આ તહેવારમાં આપણે સિંગ, તલ, દાળિયા કે મમરાની ચિક્કી તો બનાવીએ જ છીએ, પણ આજકાલ લોકોને વજન વધી જવાની ચિંતા વધારે રહે છે. આવા લોકોએ રાજગરાનાં ફૂલ, ઓટ્સ, અખરોટ અને કિનોવાની ચિક્કી બનાવવી જોઈએ. જો તમારે ચિક્કીમાં ગોળ ન વાપરવો હોય તો તેનો બેસ્ટ ઓપ્શન મધ છે. મધની ચિક્કી ટેસ્ટમાં બેસ્ટ અને હેલ્થ માટે પણ બેસ્ટ છે.
રાજગરાનાં ફૂલનાં લાડુ
રાજગરાનાં ફૂલ બાજરીનાં ફૂલ જેવા જ હોય છે અને તે સરળતાથી માર્કેટમાં મળે છે. ઘી અને ગોળનો પાયો તૈયાર કરીને તેના લાડુ બનાવી લો. આ લાડુ વિટામિન C અને કેલ્શિયમનો ભરપૂર સ્રોત છે.
ઓટ્સ અને અખરોટની ચિક્કી
હાલ બધા લોકોને હેલ્ધી ખાવું છે પણ તેમનો એક પ્રશ્ન પણ છે કે આ ખાઈશું અને વજન વધશે તો? તેઓ તલ અને સિંગની ચિક્કીને બદલે ઓટ્સ અને વોલનટ્સ એટલે કે અખરોટની ચિક્કી બનાવી શકે છે. આ ચિક્કીમાં ગોળની બદલે મધનો ઉપયોગ કરવો. જો મધમાં સુગર સિરપના ભેળસેળની ચિંતા હોય તો સ્થાનિક બનાવટોનાં ઓર્ગેનિક મધ મળે છે તેના પર પસંદગી ઉતારી શકાય છે.
કિનોવાની ચિક્કી
કિનોવામાં પ્રોટીન અને એમિનો એસિડનું પ્રમાણ વધુ હોય છે. આ ઉપરાંત તેમાં ફાઈબર પણ બહુ વધારે પ્રમાણમાં હોય છે, જે કૉલેસ્ટેરોલ લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. જો તમારે વજન પણ ઘટાડવું હોય અને ચિક્કી પણ ખાવી હોય તો તમે કિનોવાને લિસ્ટમાં ઉમેરી શકો છો.
ડ્રાયફ્રૂટ ચિક્કી
ડ્રાયફ્રૂટ ચિક્કી ગોળનો પાયો કરી બનાવવામાં આવે તો તે હેવી પડી શકે છે. આથી તેમાં ગોળને બદલે મધનો ઉપયોગ કરવો જોઈએ. પિસ્તા, બદામ અને કાજુની મધમાં બનાવેલી ચિક્કી ટેસ્ટમાં પણ સરસ લાગે છે.
આ સીઝનમાં હેલ્ધી ચિક્કી ઉપરાંત અન્ય કઈ વાતોનું ધ્યાન રાખશો?
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.