• Gujarati News
  • Lifestyle
  • Health
  • If You Are Troubled By Burning, Itching Or Dryness In The Eyes, Then Instead Of Medicines, Adopt These Easy Home Remedies

સ્વસ્થ આંખો:આંખોમાં બળતરા કે ડ્રાયનેસની તકલીફમાં દવા લેવાને બદલે આ ઘરેલુ નુસખા ટ્રાય કરો, નુકસાન થવાના કોઈ ચાન્સ નહીં રહે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેબી શેમ્પૂથી હળવા હાથે બંધ આંખો પર મસાજ કરવું
  • પ્યોર ગુલાબજળનો ઉપયોગ તમે આઈડ્રોપ તરીકે પણ કરી શકો છો.

રડતી વખતે આંખમાંથી આંસુની રેલમછેલ થાય છે. રડવું એ ભલે સારું ના કહેવાય પણ જ્યારે આંસુ બનતા બંધ થઈ જાય છે ત્યારે આંખો શુષ્ક થઈ જાય છે. ઘણીવાર કમ્પ્યુટર પર કામ કરતી વખતે લોકો એટલા વ્યસ્ત થઈ જાય છે ને કે આંખો પટપટાવવાનું પણ ભૂલી જાય છે. કમ્પ્યુટર સ્ક્રીનની લાઈટ આંખોના પાણીને શુષ્ક કરી દે છે. આને લીધે બીજી વ્યક્તિ સામે સરખી રીતે જોઈ શકાતું નથી. આંખોમાં બળતરા, ખંજવાળ, ઇન્ફેક્શન કે લાલ થઈ જતા લોકો મેડિકલ સ્ટોરમાંથી આઈડ્રોપ લઇ લે છે, પરંતુ અમુક ઘરેલુ નુસખાથી આ બધી તકલીફો સરળતાથી દૂર કરી શકાય છે.

આંખોની ડ્રાયનેસ દૂર કરવાના ઘરેલુ ઉપાય
નારિયેળ તેલ: નારિયેળ તેલમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોવાને લીધે આંખોમાં તકલીફ ઓછી થાય છે. આ તેલ આંખને કોમળતા આપતા એજન્ટની જેમ કામ કરે છે. કોટલ બૉલને નારિયેળ તેલમાં બોળી દો. એ પછી 15 મિનિટ સુધી આંખ પર મૂકી દો. આ પ્રોસેસને દિવસમાં ઘણી બધીવાર રિપીટ કરો.

આંખોને ગરમ શેક: એક ચોખ્ખા કપડાંને આંખમાં પલાળી દો. તેને આંખ પર 1 મિનિટ સુધી રાખો. ઓફિસમાં કામ કરતી વખતે ઠંડા પાણીની છાલક આંખમાં કરતા રહો. બરફનો ઉપયોગ પણ કરી શકો છો.

એલોવેરા: એલોવેરાને સારી રીતે ક્લીન કરી તેમાંથી જેલ કાઢી લો. ટીશ્યુ પેપરની મદદથી આ જેલ આઇલિડ્સ પર લગાવો. 10 મિનિટ પછી પાણીથી આંખ ધોઈ લો. તેનાથી સોજા અને લાલ આંખની તકલીફમાં રાહત મળશે.

આંખની માલિશ: સૌપ્રથમ પાણીથી આંખ ધોઈ લો. એ પછી બેબી શેમ્પૂથી હળવા હાથે બંધ આંખો પર મસાજ કરો. આ કરતી વખતે ધ્યાન રાખવું કે બેબી શેમ્પૂ આંખની અંદર ના જાય.

તાજા ફ્રૂટ્સ, શાકભાજી અને નટ્સ: આ દરેક વસ્તુઓમાં ઓમેગા 6 ફેટી એસિડ હોય છે. તે આંખમાં પાણી અને તેલયુક્ત લેયર બનાવવા માટે જવાબદાર હોય છે.

ગુલાબજળ: ગુલાબજળમાં કોટન બોલ્સ ડુબાડો. 10 મિનિટ સુધી કોટન બોલ્સ બંધ આંખો પર મૂકી રાખો. એ પછી ઠંડા પાણીથી આઈ વૉશ કરો. પ્યોર ગુલાબજળનો ઉપયોગ તમે આઈડ્રોપ તરીકે પણ કરી શકો છો.

ધાણા: આઈ ઇન્ફેક્શન થાય તો કોથમીરનું પાણી આંખો પર લગાવો. તેમાં મોશ્ચરાઈઝિંગ ગુણ હોવાને લીધે આંખોની ડ્રાયનેસ દૂર થશે. એક કપ પાણીમાં 1 મોટી ચમચી ધાણા ઉકાળી લો. આ ઠંડું થાય એટલે તેનાથી આંખો ધોઈ લો.

વરિયાળીના બીજ: એક કપ પાણીમાં એક મોટી ચમચી વરિયાળીના બીજ નાખીને ઉકાળી લો. ઠંડું થયા પછી આ લિક્વિડ રૂની મદદથી પાંપણ પર રાખો. 15 મિનિટ પછી આંખ ધોઈ લો.

ટી બેગ: થોડી મિનિટ માટે બ્લેક ટીને ગરમ પાણીમાં રાખો. ઠંડું થયા પછી 10 મિનિટ માટે ટી બેગ્સ આંખો પર રાખો.

વિટામિન: વિટામિન B6, વિટામિન C અને D વધારવાથી આંખોની ડ્રાયનેસથી છૂટકારો મળી શકે છે. વિટામિન D નટ્સ અને અખરોટમાં મળે છે.

હ્યુમિડિફાયર: સ્મોકિંગ, આલ્કોહોલનું સેવન કે વધારે સ્ટ્રેસ ના લેવો જોઈએ. શુષ્ક વાતાવરણથી બચવા અને રૂમના ભેગા વધારવા માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો.