તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • If You Are Taking Abortion Pills First Know Their Side Effects

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અબોર્શન પિલ્સ લઈ રહ્યા હો તો પહેલાં તેની સાઇડ ઈફેક્ટ્સ જાણી લો, ફરી ગર્ભ ધારણ કરવામાં સમસ્યા ઊભી થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ ગર્ભવતી હોવું એ દરેક મહિલા માટે સૌથી મોટી ખુશીની વાત હોય છે. પરંતુ જ્યારે તે વિચારે છે કે તે અત્યારે બાળક માટે તૈયાર નથી તો આ ખુશી દુઃખમાં બદલાઈ જાય છે. અનિચ્છનીય ગર્ભને દૂર કરવા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંની એક રીત ગર્ભપાતની ગોળીઓ લેવાનો છે. અનિચ્છનિય ગર્ભ દૂર કરવા માટે મહિલાઓ ડોક્ટની સલાહ લીધા વગર અબોર્શન પિલ્સ લઈ લે છે. પરંતુ પછી તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચે છે. આ પિલ્સ લેવાને કારણે ભવિષ્યમાં ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી સર્જાય છે અને સાથે તે અન્ય રોગો થવાનું કારણ પણ બને છે. ગર્ભપાત ગોળીઓ ટૂંકા ગાળા અને લાંબા ગાળા એમ બંને રીતે સ્વાસ્થ્ય પર અસર કરે છે. ગર્ભપાતની ગોળીઓ લેવાથી અનેક આડઅસરો થાય છે.


10 લાખથી વધુ મહિલાઓ સેવન કરે છે
એક સંશોધન અનુસાર, વિશ્વભરમાં આશરે 10 લાખથી વધુ મહિલાઓ આ ગોળીઓનો ઉપયોગ કરી રહી છે, જેમાં 15થી 34 વર્ષની એજ ગ્રુપની મહિલાઓ સામેલ છે. જો કે, પ્રિસ્ક્રિપ્શન વગર આ ગોળીઓ વેચવી અને ખરીદવી એ ગુનો છે. તેમ છતાં માર્કેટમાં આ ગોળીઓ સરળતાથી મળી જાય છે અને તેનો ઉપયોગ ભણેલા-ગણેલા શહેરમાં રહેતી મહિલાઓ વધુ કરી રહી છે. 


અબોર્શનની દવા ક્યારે લઈ શકાય?
જો તમને ભૂલથી ગર્ભ રહી ગયો છે તો ગર્ભપાતની દવા લેતા પહેલાં તમારે ડોક્ટરનો સંપર્ક ચોક્કસ કરવો જોઇએ. પરંતુ આ પહેલાં અલ્ટ્રાસાઉન્ડ કરાવીને જાણી લોકો કે તમે આ ગોળીઓ લઈ શકો છો કે નહીં. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પિલ્સ તમે છેલ્લે જ્યારે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેના 49 દિવસોની અંદર એટલે કે ગ્ભાવસ્થાનાં 9મા અઠવાડિયાં સુધીમાં લઈ લેવી જોઇએ. સામાન્ય રીતે અબોર્શનની બે ગોળીઓ લેવાની હોય છે. પહેલી દવા અને બીજી દવા વચ્ચે કેટલું અંતર રાખવું છે તે તમને ડોક્ટર જણાવે છે.


અબોર્શનની દવાની ગેરંટી શું છે?
જો દવા પ્રેગ્નન્સીના પહેલાં 2 અઠવાડિયાંની અંદર અને યોગ્ય રીતે લેવામાં આવે તો આ 95% થી 97% સુધી કામ કરે છે. જો તે યોગ્ય સમય પૂરો થાય એ પછી લેવામાં આવે તો એનીમિયા, હૃદય રોગ અને અનિયંત્રિત મગજની સમસ્યા થઈ શકે છે.


અબોર્શન પિલ્સથી થતું નુકસાન


ફર્ટિલિટી પર અસર
અબોર્શનની દવાઓનો વધુ ઉપયોગ કરવાથી શરીરમાં બની રહેલા પ્રેગ્નન્સી હોર્મોન પ્રોજેસ્ટેરોન અસરગ્રસ્ત થાય છે. આ કારણથી મહિલાઓની પ્રજનન ક્ષમતા પર પણ અસર પડે છે અને મહિલાને ફરી માતા બનવામાં સમસ્યા ઊભી થાય છે.


સંપૂર્ણ રીતે ગર્ભપાત ન થવો
ઘણીવાર ગોળીઓ લેવાથી ભ્રૂણ સંપૂર્ણ રીતે ગર્ભાશયની બહાર નીકળી શકતું નથી અને તેના કેટલાક અવશેષો અંદર રહી જાય છે. એવામાં તરત જ સર્જરી કરવાની જરૂર પડી શકે છે. તેથી સારું એ રહેશે કે તમે આ પિલ્સ લેતા પહેલાં ડોક્ટરની સલાહ લો.


અધિક માત્રામાં બ્લીડિંગ
આ પિલ્સ માત્ર 50 દિવસની અંદર લઈ લેવી જોઇએ. પરંતુ લોકો જાણકારી મેળવ્યા વગર તેને ત્રણ-ચાર મહિના પછી પણ લે છે. તેના કારણે બહુ વધારે માત્રામાં બ્લીડિંગ થવા લાગે છે અને ઈન્ફેક્શન થવાનું જોખમ પણ વધી જાય છે. આ ગોળીઓ શરીરમાં બની રહેલા પ્રેગ્નન્સી હોર્મોન પ્રોજેસ્ટેરોનનું ઉત્પાદન બંધ કરી દે છે, જેના કારણે ભ્રૂણ ગર્ભાશયથી અલગ થઇને બહાર આવવા લાગે છે અને ગર્ભાશયનું સંકુચન બ્લીડિંગ વધારી દે છે. તેનાથી પિરિઅડ્સ દરમિયાન હેવી બ્લીડિંગ થઈ શકે છે. જે થોડા દિવસો સુધી નહીં પરંતુ એક મહિના સુધી ચાલે છે.


ઝાડા થવા
આ દવાઓ ખાવાથી ઊલટી થઈ શકે છે. આ ઉપરાંત, તેના કારણે ક્યારેક પેટમાં ગરબડ અને ઝાડાની સમસ્યા પણ થઈ શકે છે.


નબળાઈ આવવી
આ ગોળીઓ એટલી મજબૂત હોય છે કે તેનાથી શરીરમાં નબળાઈ, માથાનો દુખાવો અને ચક્કર આવવા લાગે છે. આ સિવાય ક્યારેક તાવ પણ આવે છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો