• Gujarati News
  • Lifestyle
  • Health
  • If You Are Suffering From PCOD, Do Butterfly Asana, It Will Strengthen The Reproductive Organs And Relieve Stress.

યોગ દૂર ભગાવે રોગ:જો તમે PCODથી પીડાતાં હોવ તો તિતલી આસન કરો, પ્રજનન અંગોને બળ મળશે ને તણાવ દૂર થશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે PCOD એટલે કે પોલિસિસ્ટિક અંડાશયની બીમારીથી પીડિત છો તો આજથી જ યોગ કરવાની આદત કેળવો. યોગની આદત તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. તાજેતરના સંશોધનોએ પણ પુષ્ટિ આપી છે કે, યોગ કરવાથી PCODથી પીડિત મહિલાઓમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઓછું થાય છે તથા સ્ટ્રેસ અને ડિપ્રેશન પણ દૂર થાય છે. યોગ નિષ્ણાંત અનિતા કુમારી પાસેથી આ સમયે ક્યાં યોગ કરવાથી તમને વધુ લાભ મળશે અને તેને કરવાની સાચી રીત કઈ છે તેના વિશે માહિતી મેળવીએ.

તિતલી આસન
PCODની સમસ્યામાં તિતલી આસન મહિલાઓ માટે ફાયદાકારક છે. આ આસનથી પ્રજનન અંગોની સાથે-સાથે પગ અને જાંઘ પણ મજબૂત થાય છે. આ સાથે જ માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
આસનની પદ્ધતિ
આરામની મુદ્રામાં બેસો. બંને પગને આગળની તરફ ખેંચો. ત્યારબાદ ઘૂંટણ અને તળિયાને એકબીજા સાથે વાળીને ભેગાં કરી લો. આમ કરવા માટે તમે દંડાસનની મુદ્રામાં પણ બેસી શકો. જાંઘને હાથથી જમીન પર અડકાવી અને પગના તળિયાને તમારા બંને હાથથી પકડી રાખવા. તમારી આંખો બંધ કરો અને તમારા પગને પતંગિયાની જેમ હલાવો.

ધનુરાસન
આ આસનને ધનુ આસન (બો પાજે) પણ કહેવામાં આવે છે. આ આસન કરતી વખતે શરીર ધનુષ્ય જેવું બની જાય છે. આ આસનથી પીઠમાં સ્ટ્રેચિંગ કે ખેંચાણ બને છે. તે પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને કમરમાં લવચીકતા વધારે છે. આ આસન પ્રજનન અંગોને શક્તિ આપે છે, જે પીરિયડ્સની સમસ્યાને દૂર કરે છે.
આસનની પદ્ધતિ
પેટના બળે જમીન પર સૂઈ જાઓ. પગને એકસાથે રાખો. હાથને પગની નજીક રાખીને ધીમે-ધીમે ઘૂંટણને વાળો. ઘૂંટણ પર હાથ રાખીને પગની ઘૂંટીને પકડવાનો પ્રયત્ન કરો. આ પોઝમાં આવ્યા બાદ શ્વાસ લો અને છાતીને ઉઠાવતી વખતે જાંઘને જમીન પરથી ઉઠાવી લો. હાથથી પગને ખેંચો. સંતુલન બનાવતી વખતે શ્વાસની ગતિ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ આસન શરીરને ધનુષ્યની જેમ ખેંચી લેશે.

શલભાસન
આ આસનને 'તીડના આસન' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી કમરના નીચેના ભાગમાં અને જનનાંગોમાં ખેંચાણ આવે છે, તેનાથી પ્રજનન અંગોની સમસ્યા પણ દૂર થાય છે. PCODની સમસ્યામાં આ મુદ્રાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. હા પણ જો તમારા પેટની કોઈ મોટી સર્જરી થઈ હોય તો આ આસન કરવાનું ટાળવું જોઈએ.
આસનની પદ્ધતિ
આ આસન કરવા માટે પેટના બળે સૂઈ જાઓ. બંને પગને સીધા રાખો અને પગના પંજાને સીધમાં રાખીને ઉપરની તરફ ખેંચો. જમણા હાથને જમણી જાંઘની નીચે અને ડાબા હાથને ડાબી જાંઘની નીચે દબાવો. માથું અને મોઢું સીધું રાખો. ત્યારબાદ એક ઊંડો શ્વાસ અંદરની તરફ લો અને બંને પગને ઉપરની તરફ ઉભા રાખો. 20 સેકંડ સુધી આ સ્થિતિમાં રહો અને શ્વાસ છોડતી વખતે પગને નીચે કરો.

નૌકાસન
આ આસનનો અભ્યાસ કરતી વખતે તમારું શરીર હોડી જેવું બની જાય છે, તેથી તેને 'નૌકાસન' કહેવામાં આવે છે. તેનાથી પેટની ચરબી ઓછી થાય છે અને પાચનતંત્ર સુધરે છે. તેનાથી અંડાશયની સમસ્યા દૂર થાય છે. પેટ, જાંઘ ઉપરાંત પીઠના સ્નાયુઓને આ આસન મજબૂત બનાવે છે.
આસનની પદ્ધતિ
તમારા પગ સીધા રાખીને બેસો. ઘૂંટણ ઉપર કરો. પગ ફ્લોરની સમાંતર હોવો જોઈએ. ત્યારબાદ મુઠ્ઠી બાંધો. તેમાં અંગૂઠો અંદરની તરફ હોવો જોઈએ. મુઠ્ઠીઓને ઘૂંટણની બરાબર લાવો. તમારી પીઠ અને ગરદનને સીધી લાઇનમાં રાખો. શરીરને થોડું પાછળ નમાવો. આંખમાંથી ઉપર જોવાનો પ્રયત્ન કરો. શ્વાસ લેવાનું બંધ કરો અને પાછલી સ્થિતિ પર પાછા ફરો.

ચક્કી ચાલાસન
આ આસનને અંગ્રેજીમાં 'ગ્રાઇન્ડીંગ મિલ પોઝ' પણ કહેવામાં આવે છે. આ આસન કરતાં સમયે તમે ચક્કી ચલાવતા હોવ તેવો પોઝ આપવો પડશે. માસિક દરમિયાન થતી પીડામાં આ આસનથી રાહત મળે છે, આ આસનથી PCODની સમસ્યા પણ નિયંત્રણમાં રહે છે. આ આસન ફર્ટિલાઇઝેશનમાં પણ મદદ કરે છે.
આસનની પદ્ધતિ
બંને પગને આગળની તરફ ખેંચો. કરોડરજ્જુને સીધી રાખો. તમારા હાથ સીધા જમીન પર રાખો. બંને હાથને આગળ તરફ અને હથેળીઓને ચહેરા પર ફેરવો. તમારી આંગળીઓને એકસાથે પકડો. એક ઊંડો અને લાંબો શ્વાસ લો અને શરીરને આગળ નમાવો. ત્યારબાદ ગોળ ગ્રાઇન્ડરની જેમ હાથ હલાવો.

પશ્ચિમોત્તાનાસન
આ આસન એટલે શરીરને પાછળની તરફ ખેંચવું. આ આસનમાં કરોડરજ્જુ તેમજ શરીરનો પાછળનો ભાગ ખેંચો. આનાથી જાંઘ અને પ્રજનન અંગમાં ખેંચાણ આવે છે અને તે સ્ટ્રેચના કારણે અંડાશયની સમસ્યા ધીમે-ધીમે ઠીક થવા લાગે છે. તેથી જ PCODની સમસ્યામાં તેને વધુ સારી મુદ્રા માનવામાં આવે છે.
આસનની પદ્ધતિ
બંને પગ આગળના ભાગમાં લાંબા કરવા પડે છે. પગના પંજા અને એડી બંનેને ભેગા કરવા પડે છે. આ સાથે જ કમરથી વાળતી વખતે બંને હાથની હથેળીઓને પગના પંજા સહિત ચાર આંગળીઓ પર મુકવી પડે છે. નાકને બે ઘૂંટણની વચ્ચે લાવતી વખતે પગના અંગૂઠાને હાથ વડે અંદરની તરફ ખેંચવું પડે છે અને કોણીને આરામ આપવો પડે છે.

બદ્ધ કોણાસન
આ આસનથી જાંઘમાં તણાવ ઉભો થાય છે, જે પ્રજનન અંગોમાં લોહીની ગતિને વેગ આપે છે. તેનાથી અંડાશય પર દબાણ આવે છે. આમાં પણ તિતલી જેવો પોઝ આવે છે. આ આસન ઘૂંટણ અને નિતંબની સમસ્યાને પણ દૂર કરે છે. આ આસન કરવા માટે સાદડીઓનો ઉપયોગ કરવાનું સુનિશ્ચિત કરો.

અન્ય સમાચારો પણ છે...