• Gujarati News
  • Lifestyle
  • Health
  • If You Are Suffering From Insomnia And Stress Due To Daily Running And Busy Routine, Do 10 Yogasanas And Get Healthy Sleep.

અનિદ્રાની સમસ્યા:વ્યસ્ત રૂટિન અને સ્ટ્રેસથી ઊંઘ નથી આવતી? દરરોજ આ 10 યોગાસન કરો અને ગાઢ ઊંઘ મેળવો

કેલિ ડિનાર્ડો2 વર્ષ પહેલા
  • એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચીનમાં 37% લોકો અનિદ્રાથી પીડાય છે
  • ઊંઘતા પહેલા વધારે તાકાતથી થતી એક્સર્સાઇઝ કરવાનું ટાળો

આજકાલના બિઝી શિડ્યૂલમાં દરેક માણસને સારી ઊંઘ આવવી ખૂબ જ જરૂરી છે. પરંતુ દરરોજ ભાગદોડને કારણે આપણે સારી અને સ્વસ્થ ઊંઘ નથી મેળવી શકતા. વિશ્વમાં અનિદ્રાથી પીડાતા લોકોની સંખ્યા વધી રહી છે. સ્લીપ મેડિસિન દ્વારા જૂનમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ચીનમાં 37% લોકો અનિદ્રાથી પીડાય છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કસરત કરવાથી ઊંઘ લાવવામાં લાગતો સમય ઘટાડી શકાય છે. મોડી રાત સુધી જાગવાનું પણ ટાળી શકાય છે. એક્સર્સાઇઝ દ્વારા ઊંઘવાનો સમય પણ વધારી શકાય છે.

જો કે, એક્સપર્ટ્સનું માનવું છે કે, ઊંઘતા પહેલાં વ્યક્તિએ વધુ તાકાત ગાવવી પડે એવી કસરતો કરવાનું ટાળવું જોઈએ. સ્ટ્રેચિંગ અને યોગ ઊંઘની ગુણવત્તામાં વધારો કરે છે. તેનાથી આપણને સારી અને ગાઢ ઊંઘ આવે છે.

આ 10 એક્સર્સાઇઝ/યોગ દ્વારા આપણે પથારીમાં ઊંઘવા જતા પહેલા શાંત અને તણાવમુક્ત થયાનો અનુભવ કરી શકીએ છીએ.
1. ગોમુખાસન

આ આસનમાં કમરને ઉંચી રાખીને ગળું ફેરવું અને ઊંડા શ્વાસ લો. આવું કરવાથી શરીર અને મગજ શાંતિનો અનુભવ કરશે. ફ્લોર પર ટેબલ ટોપની પોઝિશનમાં આવી જાઓ. હાથને ખભા હેઠળ લાવો અને ઘૂંટણને હિપ્સ નીચે રાખો. શ્વાસ અંદર લો, કમરને નીચે અને છાતીને આગળની તરફ લાવો. આ આસનથી તણાવ ઘટે છે.

2. બાલાસન

સૌપ્રથમ સ્વચ્છ હવામાં કાર્પેટ અથવા ચટ્ટાઈ પાથરી દો. તમારા પગને સૂર્ય તરફ ફેરવીને વજ્રાસનની મુદ્રામાં બેસો. ત્યારબાદ શ્વાસ લેતી વખતે તમારા બંને હાથને ઉપર લઈ જાઓ, જ્યારે શ્વાસ બહાર કાઢતી વખતે આગળની બાજુ નમો. આ કસરત જ્યાં સુધી તમારી હથેળી જમીનને સ્પર્શ ન કરે ત્યાં સુધી કરો.

3. સોય-દોરા આસન

આ આસન કરવાથી આપણે ખભાના થાક અને શરીરના દુખાવામાંથી છુટકારો મેળવી શકીએ છીએ. તેના માટે સૌથી પહેલા ટેબલ પોઝિશનમાં આવી જાવ અને કાંડાને ઘૂંટણ અને ખભા નીચે લાવો. શ્વાસને અંદર લેતા જતા જમણો હાથ ઉપરની તરફ લઈ જાવ અને ત્યારબાદ ચહેરાને શરીરથી દૂર લઈ જવાનો પ્રયાસ કરો. શ્વાસને છોડતા જમણા હાથને છાતીની નીચે લાવો, ખભાને જમીનમાં ટેકો આપો. જમણી હથેળીને ઉપરની તરફ લઈ જાવ અને જમણા ગાલને જમીન પર લાવવાનો પ્રયાસ કરો. ડાબી હથેળીને જમીન પર મૂકો અને 5 વખત શ્વાસ થોડા સમય સુધી રોકી રાખો.

4. અંજને આસન

આ કસરતથી પગના સ્નાયુઓ ખૂલવા લાગે છે. તમારા ડાબા પગને પાછળની બાજુ ખસેડો, ઘૂંટણને બીજા પગ સાથે આગળ વળો. પગની આંગળીઓને બહાર કાઢો. તમારા પેલ્વિકને નીચેની તરફ લઈ જાવ, ત્યારબાદ તમારા ખભાને ઉપર ઉઠાવો અને તમારા શરીરના ઉપલા ભાગને પાછળથી વાળો અને એક આર્ચ બનાવો ((જે અર્ધ-ચંદ્ર જેવું દેખાય છે)

5. બોલથી ગળાનો મસાજ કરો

આ ટેક્નિકથી તમે ગળાના દુખાવામાંથી છૂટકારો મેળવી શકો છો. તેનાથી ઊંઘમાં ઘણો ફરક પડે છે. ઊંઘવાની મુદ્રામાં આવીને એક પાતળું ઓશીકું તમારા માથાની નીચે રાખો. ગળા અનેઓશીંકાની વચ્ચે થોડી જગ્યા રાખો અને ત્યાર તેમાં એક બોલ રાખો. પ્રયાસ કરવો કે બોલ બહાર ન નીકળે. તમારા ગળાને હળવાશથી જમણી અને ડાબી બાજુ હલાવવો. માથું સીધું કરો અને ગળાને નીચે મૂકેલા બોલ પર તમારું ગળું રોલ કરવાનો પ્રયાસ કરો.

6. બિયર હગ્સ અને સ્નો એંગલ

આ બે એક્સર્સાઈઝ દ્વારા અમે આપણે આપણી છાતી, કમર અને ખભાના તણાવને દૂર કરી શકીએ છીએ. સાથે ઉભા થવામાં અને બેસવામાં થતી સમસ્યાને પણ ઘટાડી શકાય છે. તેના માટે કમરના બળે બેસી જવું અને ખભાની વચ્ચે બે બોલ રાખલા, તમારા ઘૂંટણને વાળી રાખો અને પગને જમીન પર રાખો. આવું કર્યા બાદ તમારા માથાને જમીન પર રાખો અને આ જ પોઝિશનમાં 4થી 5 વખત શ્વાસ લેવો અને છોડવો.

7. કપોત આસન (કબૂતર મુદ્રા)

કપોત આસનથી મગજને શાંતિ મળે છે. આ આસન કરવાથી કામમાં વધારે મન લાગે છે અને તેમ કોઈ પણ કામ સારી રીતે કરી શકો છો. કપોત આસન (કબૂતર મુદ્રા) માટે સૌથી પહેલાં વજ્રાસનમાં બેસી જાઓ કે ઉષ્ટાસનમાં બેસીને પણ કરી શકો છો. વજ્રાસનમાં બેસીને તમે ઊંડા શ્વાસ લો અને તમારા બંને હાથને કમરની પાછળ અને કમરની નજીક રાખો. ઉષ્ટાસનમાં બેસીને બંને હાથને પગના પંજા પર રાખો. એ પછી તમારી ડોક પાછળની તરફ નમાવો અને ધીમે-ધીમે કમરને પાછળની તરફ નમાવતા જાઓ. એ પછી તમારા બંને હાથને પગની પાછળ જમીન તરફ લઇ જવાના પ્રયત્નો કરો.

8. સ્પાઈનલ ટ્વિસ્ટ

આ કસરતથી હિપ્સ અને કમરને સ્ટ્રેચ કરી શકો છો. બંને પગને એકબીજાથી દૂર રાખો અને પછી એકબીજાની નજીક લઇ જાઓ. જમણા ઘૂંટણને છાતી સુધી લાવવાના પ્રયત્નો કરો. આવું કરતી વખતે જેટલો સમય તમે શ્વાસ રોકી શકો તેટલો સમય રોકો. એ પછી જમણા ઘૂંટણને ફરીથી નીચે લઇ જાઓ અને ડાબા પગ તરફ થોડો ટ્વિસ્ટ કરો. આમ કર્યા પછી નજરને જમણી અને ડાબી બાજુ તરફ લઇ જાઓ. આમ કરતી વખતે 5થી 10 વખત ઊંડા શ્વાસ લો.

9. વિપરિતકર્ણી આસન

આ આસનથી હેમ-સ્ટ્રીંગ જેવી તકલીફથી છૂટકારો મેળવી શકાય છે. આ આસન કરવા માટે પીઠ પર સુઈ જાઓ. બંને હાથ અને પગને જમીન પર સીધા રાખો. હવે બંને પગને ધીમે-ધીમે ઉપરની તરફ લઇ જાઓ અને શરીરના ઉપરના ભાગને જમીન પર જ રાખો. બંને પગને 90 ડિગ્રી સુધી ઊંચા રાખો. આરામ માટે હિપ્સ નીચે તકિયાને રાખી શકો છો. ત્યારબાદ આંખ બંધ કરીને આ સ્થિતિમાં ઓછામાં ઓછી 5 મિનિટ સુધી રહો.

10. બોક્સ બ્રીધ

આ બહુ અસરકારક ટેક્નિક છે. તે સરળ પણ છે. આ માટે સૌથી પહેલા સુઈ જાઓ. પીઠના બળે સુઈને તમારા બંને હાથને કમર પર રાખો. આંખો બંધ કરો અને 4 વાર નાકથી ઊંડા શ્વાસ લો અને બહાર છોડો. આ પ્રક્રિયાને 4થી 5 વખત કરો.

અન્ય સમાચારો પણ છે...