આજકાલ લોકો કામની ભાગદોડને કારણે રાતે સુકુનની ઊંઘ કરવાની ઈચ્છા રાખતા હોય છે. ત્યારે સૌ પ્રથમ બેડ અને ગાદલા કમ્ફર્ટ હોય તે જુએ છે. પરંતુ કયારેક તમારી આ ઊંઘ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આ બેડમાં તમને ઘસઘસાટ ઊંઘ તો આવે છે, પરંતુ અનેક પ્રકારના દુખાવાની પણ સમસ્યા પણ થઇ શકે છે. જો તમે ગાદલાની યોગ્ય રીતે પસંદગી નથી કરતા તો ગળા અને કમરના દુખાવાની પણ સમસ્યા રહે છે. ઓર્થોપેડિક સર્જન ડો. રાકેશ કુમાર બેડ પર સુવાના ગેરફાયદા જણાવી રહ્યા છે.
ગાદલા ખતરનાક સાબિત થઇ શકે છે
ડો. રાકેશ કુમાર જણાવે છે કે, મોટાભાગના સોફ્ટ ગાદલા જોખમી સાબિત થઇ શકે છે. આ પ્રકારના ગાદલા પર સૂવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી જાય છે. જો તમે એક જ પોઝિશનમાં છથી સાત કલાક સૂઈ જાઓ છો, તો શરીરમાં અનેક પ્રકારની સમસ્યા થઇ શકે છે. જો તમે એ જ પોઝિશનમાં સૂઈ જાઓ છો તો શરીરનું રેગ્યુલેશન અને બેલેન્સ ખરાબ જાય છે. સોફ્ટ બેડ પર ઊંઘવાથી કરોડરજ્જુના હાડકામાં સમસ્યા થઇ શકે છે. જેનાથી સ્પૉંડિલિટિસનું જોખમ પણ વધારી શકે છે.
રૂના ગાદલા છે ફાયદાકારક
ડો. રાકેશના જણાવ્યા અનુસાર, રૂના ગાદલા સિન્થેટીક ગાદલા કરતાં વધુ સારા છે. રૂના ગાદલા શરીરને સંપૂર્ણપણે આરામ આપે છે, જ્યારે ફોમના ગાદલા થોડા સમય પછી વચ્ચેથી દબાઈ જાય છે. ફોમના ગાદલા પર સૂવાથી શરીર પર લાલ ધબ્બા બની જાય છે. જો ગાદલામાં એક ઇંચ અથવા અડધા ઇંચથી વધુ આંગળી ઘૂસી જાય તો તે શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે, તેથી રૂના ગાદલા પર ઊંઘવાનો પ્રયાસ કરો.
હાર્ડ બેડનો ઉપયોગ કરો
સૂતા સમયે શરીરના અંગમાં દુખાવો ન થાય તે માટે હાર્ડ ગાદલાનો ઉપયોગ કરવો જોઈએ. હાર્ડ ગાદલાથી થોડી તકલીફ થાય છે, પરંતુ શરીર માટે લાભદાયક સાબિત થઇ શકે છે. ઓર્થો ગાદલા પર સૂતી વખતે તમારા પેટના બળે ઊંઘશો નહીં.
જમીન પર સૂવાથી સાઇટિકાની સમસ્યાથી છુટકારો
ડો. રાકેશ કુમાર જણાવે છે કે, જમીન પર સાઇટિકાના દુખાવામાં રાહત મળી શકે છે.જો કોઈ ગંભીર ઇજા હોય તો ડૉક્ટરની સલાહ લીધા બાદ જ જમીન પર સૂઈ જાઓ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.