જીન્સ પહેરીને સૂવાનાં ગેરફાયદા:જીન્સ પહેરીને સૂતા હોય તો ચેતી જજો, મહિલાઓને પ્રાઇવેટ પાર્ટમાં થાય છે સમસ્યા તો પુરુષોનાં સ્પર્મ કાઉન્ટ પર અસર પડે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાળામાં પરસેવો વધારે થાય છે. જેથી આ દિવસોમાં એ પ્રકારનાં કપડાં પહેરવા જોઈએ જેમાં પરસેવો શોષાઈ જાય. ઢીલા અને સુતરાઉ કપડાં પરસેવાને સરળતાથી શોષી લે છે, જેથી ત્વચા શુષ્ક રહે છે.ટાઈટ કપડાં ભલે જીન્સ મટીરીયલ્સના હોય કે પછી સિન્થેટીક, નાયલોન કે પોલિસ્ટરથી બનેલા હોય તે પરસેવાને શોષતા નથી. જીન્સ પહેરીને સૂવાથી ગર્ભાશય ઉપર પણ દબાણ આવે છે. ટાઈટ કપડાં પહેરીને સૂવાથી પીરિયડ્સ દરમિયાન દુખાવો પણ વધે છે. પેલ્વિક એરિયામાં બ્લડ સર્ક્યુલેશન પણ ઓછું થઇ જાય છે. અન્ય આડઅસરો જેવી કે, પીઠનો દુખાવો, પેટનું ફૂલવું વગેરે પણ જોવા મળે છે. બીજી તરફ જીન્સ પહેરીને સૂવાથી પણ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટી જાય છે.

ફંગલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધારે
ઝારખંડની રાજધાની રાંચી સ્થિત RIMS ના ડર્મેટોલોજિસ્ટ ડૉ. નેહા રાની જણાવે છે કે, જીન્સ સામાન્ય રીતે ડેનિમ ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે. આ ફેબ્રિકની ખામી એ છે કે તે પરસેવો શોષી શકતું નથી. જેનાથી ત્વચા પર ભેજ રહે છે. જ્યારે તમે જીન્સ પહેરીને સૂઈ જાઓ છો, ત્યારે ત્વચા પર કલાકો સુધી આ ભેજ રહે છે. તેથી જ અહીં બેક્ટેરિયા અથવા ફંગસ વધવા લાગે છે.

લાલ ફોલ્લીઓ થાય છે
ઇન્ફેક્શનને કારણે શરીર પર લાલ ચકમાં થાય છે. જાંઘ અને પગના નીચેના ભાગોમાં લાલ-લાલ ફોલ્લીઓ જોવા મળે છે. આ બાદ તે પાકી જતા ફોડલા થઇ જાય છે અને તેમાં પરુ પણ થઇ જાય છે. જેના કારણે શરીરમાં દુખાવો અને તાવ પણ આવે છે.

અનિંદ્રાની પણ સમસ્યા રહે છે
હાલમાં કરવામાં આવેલા એક રિસર્ચ મુજબ, જીન્સ અને અન્ય ટાઇટ કપડાં પહેરવાથી પણ અનિંદ્રાની સમસ્યા રહે છે. બ્રિટન સ્થિત સંસ્થા ધ સ્લિપ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, સારી ઊંઘ માટે તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. ઊંઘ દરમિયાન, આપણા શરીરનું તાપમાન સામાન્ય રીતે ત્રણથી ચાર કલાકમાં નીચે આવે છે. જ્યારે આપણે જીન્સ પહેરીએ છીએ ત્યારે શરીરનું તાપમાન વધે છે. આવી સ્થિતિમાં યોગ્ય રીતે ઉંઘ આવતી નથી.