માતા બનવું મહિલાઓ માટે સૌથી સારું સુખ છે. ઘણીવાર મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમાં દર વખતે એવું જ ન હોય કે, સ્ત્રીમાં કોઈ ખામી હોય ઘણીવાર પુરુષોમાં પણ ખામી હોઈ શકે છે. પતિના સ્પર્મ કાઉન્ટ ઓછા હોવાને કારણે પત્નીને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે. ડો. રવિ કોઠારી જણાવે છે કે, સ્પર્મ કાઉન્ટ વધારવા માટે કઇ-કઇ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવી જોઈએ.
આવો જાણીએ, સ્પર્મ કાઉન્ટ શું છે?
પુરુષ પ્રજનન તંત્રમાં શુક્રાણુ એટલે કે સ્પર્મ ઉત્પન્ન કરે છે, જે દરેક અંડકોષની અંદર વીર્યની નળીમાં બને છે. સ્પર્મમાં આગળના ભાગમાં ડીએનએ હોય છે, જે ફીમેલના એગ્સના ડીએનએ સાથે મળીને બાળકનું નિર્માણ કરે છે. સ્વસ્થ સ્પર્મ માટે સ્પર્મની સંખ્યા અને સ્પર્મની ગતિશીલતા સારી હોવી જોઈએ. પિતા બનવા માટે પુરુષોમાં માત્ર હેલ્ધી સ્પર્મ કાઉન્ટની જ જરૂરી નથી, પરંતુ સ્પર્મની ગતિશીલતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
હેલ્ધી સ્પર્મ માટે ક્યા ઉપાયો કરવા જોઈએ
તકમરીયા :
જે પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય અથવા તો વીર્ય પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થતું નથી, પેશાબ સાથે વીર્ય પણ નીકળે છે અથવા સ્વપ્ન દોષની સમસ્યા હોય તો તકમરીયાના બીજ ખૂબ જ ફાયદાકારક છે. 1 ચમચી તકમરીયા બીજ, 1 ચમચી ઘરનું માખણ, 1 ચમચી સાકર અને 1 ટીસ્પૂન આમળા મુરબ્બાને મિક્સ કરો. તેને દરરોજ સવારે ખાલી પેટ લો. આ પછી ગાયનું દૂધ પીવાથી આ સમસ્યામાંથી છુટકારો મળશે.
અશ્વગંધા :
સેક્સ્યુઅલ ડિસફંક્શનની સમસ્યા માટે અશ્વગંધાને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એક અભ્યાસ મુજબ, શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય તેવા 46 પુરુષોને 90 દિવસ સુધી દરરોજ 675 મિલિગ્રામ અશ્વગંધા આપવામાં આવી હતી. આ પછી સ્પર્મ કાઉન્ટમાં 167%નો વધારો જોવા મળ્યો હતો.
ગુલાબ : જો સ્પર્મની સંખ્યા ઓછી હોય તો ગુલાબનું ફૂલ તમારા માટે ફાયદાકારક છે. ગુલાબની પાંખડીઓમાંથી બનેલા ગુલકંદથી પુરુષોમાં વીર્ય વધે છે અને પ્રજનન ક્ષમતા સારી રહે છે.
અખરોટ :
અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે સ્પર્મ અને સેલ બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, અખરોટથી સ્પર્મની ગુણવતા વધે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.