• Home
  • Lifestyle
  • Health
  • If you are having more anger, take a deep sleep, insufficient sleep increases anxiety by 30%

રિસર્ચ / વધુ ગુસ્સો આવી રહ્યો હોય તો ગાઢ ઊંઘ લઈ લો, અપૂરતી ઊંઘથી ચિડીયાપણું અને ચિંતા 30% વધી જાય છે

If you are having more anger, take a deep sleep, insufficient sleep increases anxiety by 30%

Divyabhaskar.com

Nov 08, 2019, 04:20 PM IST

હેલ્થ ડેસ્કઃ પૂરતી ઊંઘ ન લો તો સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓ થઈ શકે છે. પરંતુ તાજેતરના એક સંશોધનમાં એ વાત જાણવા મળી છે કે, ઊંઘ પૂરી ન થવાથી મનુષ્યમાં ચિંતાનું સ્તર પણ વધી રહ્યું છે. આ અભ્યાસમાં રાતની ઊંઘ અપૂરતી રહી ગઈ હોવાથી ચિંતાનું સ્તર 30% સુધી વધેલું જાણવા મળ્યું.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, ઊંઘ પૂરી ન થઈ હોવાથી મગજના કેટલાક ભાગમાં ચિંતા અને ચીડિયાપણું વધી જાય છે. આ સાથે જ ગાઢ ઊંઘ માટે માથામાં જે તરંગ જરૂરી હોય છે તેને અસર પહોંચે છે. આ ઉપરાંત, ઊંઘની મગજના નેટવર્ક પર નકારાત્મક અસર પડે છે. ન્યુરોસાયન્સ અને સાયકોલોજીના પ્રોફેસર અને આ રિસર્ચના સિનિયર લેખક મેથ્યુ વોકરે કહ્યું કે, જ્યારે મનુષ્ય દરરોજ રાત્રે ગાઢ ઊંઘ લે તો તે ચિંતાથી દૂર રહે છે. આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે, સામાન્ય ઊંઘ જે કોઇપણ દવાઓના પ્રયોગ દ્વારા લેવામાં આવી હોય એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ અભ્યાસનો પ્રયોગ અમેરિકાના 18થી 26 વર્ષના યુવાનો પર કર્યો.

આ અભ્યાસના તારણમાં એ વાત સામે આવી કે, અપૂરતી ઊંઘ ચિંતાનું સ્તર વધારે છે, જ્યારે ગાઢ ઊંઘ આ પ્રકારના તણાવને ઘટાડવામાં મદદ કરે છે. સંશોધકોએ MRI અને પોલિસોમ્નોગ્રાફી ટેક્નિકનો પ્રયોગ કરતા 18 યુવાનોનું મગજ સ્કેન કર્યું. જેમાં એ વાત જાણવા મળી કે, આખી રાત જેઓ સારી ઊંઘ લે છે તેમનામાં ચિંતાનું સ્તર 30% વધી ગયું છે.

X
If you are having more anger, take a deep sleep, insufficient sleep increases anxiety by 30%
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી