હેલ્થ ટિપ્સ:તમને પણ છાતીની જમણી બાજુ દુખાવો થતો હોય તો અવગણશો નહીં, એક્સપર્ટ પાસેથી કારણો જાણી લો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમને પણ છાતીની જમણી બાજુ દુખાવો થાય છે? આ સમસ્યાનો સામનો કરનાર તમે એકલા નથી સામાન્ય રીતે છાતીની જમણી બાજુ દુખાવો હાર્ટ એટેકના કારણે નથી હોતો, આમ છતાં પણ ચિંતાની વાત હોઈ શકે છે. છાતી પાસે ફક્ત હાર્ટ જ નથી હોતું પરંતુ અનેક અંગો હોય છે. તેથી છાતીમાં દુખાવો સ્નાયુઓમાં ખેંચાણ, ગેસ, ચિંતા, તણાવ અથવા સંક્રમણને કારણે પણ હોઈ શકે છે.

ગેસ અને એસિડિટીને કારણે પણ છાતીમાં દુખાવો થાય છે.
ગેસ અને એસિડિટીને કારણે પણ છાતીમાં દુખાવો થાય છે.

છાતીમાં જમણી બાજુ દુખાવાના કારણોને સમજવા માટે દિવ્ય ભાસ્કરે અમદાવાદની અપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ચેસ્ટ એન્ડ ક્રિટિકલ કેર ડૉ. મનોજ સિંહ સાથે વાત કરી હતી.

છાતીમાં દુખાવો થતો હોય તો નજરઅંદાજ ન કરો
છાતીમાં દુખાવો થતો હોય તો નજરઅંદાજ ન કરો

સવાલ : શું છાતીની જમણી બાજુનો દુખાવો ચિંતાનો વિષય છે?
જવાબ :
હા. જો છાતીના કોઈપણ ભાગમાં દુખાવો થતો હોય તો તેને નજર અંદાજ ન કરવું જોઈએ. આ હૃદય, ફેફસાં અથવા પેટમાંથી આવતો સંકેત હોઈ શકે છે.

પ્રશ્ન: છાતીની જમણી બાજુના દુખાવા પાછળનાં કારણો શું છે?
જવાબ :
આ પાછળ ઘણાં કારણો હોઈ શકે...
1. હાર્ટ એટેક હૃદયની જમણી બાજુથી શરૂ થાય છે. આ સ્થિતિમાં, છાતીની જમણી બાજુમાં દુખાવો, ઝડપી ધબકારા, ગભરામણ , શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે.

2. ફેફસામાં સંક્રમણ હોય ત્યારે છાતીમાં દુખાવો થઇ શકે છે. છાતીની જમણી બાજુમાં દુખાવો થવાની સાથે, શ્વાસ લેવામાં તકલીફ અને તાવ આવી શકે છે. 3. અકસ્માતમાં ફેફસાંને નુકસાન થયું હોય ત્યારે પણ જમણી બાજુ છાતીમાં દુખાવો થઇ શકે છે. છાતીમાં દુખાવો એ પ્લ્યુરાનાકવરને નુકસાનની નિશાની હોઈ શકે છે. પ્લુરા ફેફસાંને બંને બાજુએ કવર કરે છે.

4. પિત્તાશયમાં પથરીને કારણે છાતીની જમણી બાજુમાં દુખાવો થાય છે.

5. ગંભીર એસિડિટી પણ છાતીમાં દુખાવાનું કારણ બની શકે છે.

સવાલ : ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ?
જવાબ :
જે દર્દીઓને અચાનક જમણી બાજુની છાતીમાં દુખાવો થાય છે, જે થોડા કલાકો સુધી ચાલુ રહે અને ઘરગથ્થુ ઉપચારથી મટે નહીં, ત્યારે ડોક્ટર પાસે જવું જોઈએ. આ સિવાય જો તમને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, અસામાન્ય બ્લડ પ્રેશર, ઊલ્ટી અને ઉબકા આવે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.