• Gujarati News
  • Lifestyle
  • Health
  • If You Also Have Dry Mouth At Night And Are Squinting Then Be Careful, There Are Many Reasons Responsible For This.

હેલ્થ ટિપ્સ:જો તમારું પણ રાતે મોઢું સુકાઈ જતું હોય અને એને નજરઅંદાજ કરતાં હોવ તો થઈ જાઓ સાવધાન, આ પાછળ અનેક કારણો જવાબદાર

2 મહિનો પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

ઘણા લોકોને રાત્રે મોઢું સુકાઈ જવાની (ડ્રાય માઉથ)ની સમસ્યા હોય છે. જો મોં લાંબા સમય સુધી મોઢું સુકાયેલું રહેશે તો બેચેની થશે. ડ્રાય માઉથ એ કોઈ રોગ નથી, પરંતુ એ ઓરલ હેલ્થ પ્રોબ્લેમ્સની શક્યતા વધી જાય છે. ડો. સુબાસ રોય પાસેથી જાણીએ સમગ્ર માહિતી.

રાત્રે જ મોં કેમ સુકાય છે?
ડૉ.સુબાસ રાય જણાવે છે, આ સમસ્યા સામાન્ય રીતે મોટી ઉંમરે જોવા મળે છે. વધતી ઉંમરની સાથે મોંમાં લાળ ઓછી બને છે. આ સિવાય દવાઓની આડઅસરને કારણે અથવા મોઢાથી શ્વાસ લેવાને કારણે પણ મોઢું સુકાઈ જાય છે. જો વધારે પાણી પીવામાં ના આવે તોપણ રાતે મોઢું સુકાઈ જાય છે. આ સમસ્યા પાછળ ઘણાં કારણો પણ હોઈ શકે છે.

નાક દ્વારા શ્વાસ લો
શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે ઘણીવાર કેટલાક લોકો સૂતા સમયે મોઢું ખુલ્લું રાખે છે, તેથી નાકની બદલે મોં દ્વારા શ્વાસ લેવાનું શરૂ કરે છે, જેને કારણે ડ્રાય માઉથની સમસ્યા થાય છે. તેથી તમારે પહેલા નાક દ્વારા શ્વાસ લેવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમને શરદી અને નાક બંધ થઇ જવાની સમસ્યા હોય તો તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૂતી વખતે જો કોઈ કારણસર નાક બંધ થઈ જાય તો મોં દ્વારા શ્વાસ લેવાને બદલે બેસી જાઓ.

કેફીન અને નિકોટિનથી દૂર રહો
દિવસ દરમિયાન ચા અને કોફીનું સેવન ઓછું કરો. સિગારેટ અને નિકોટિન ધરાવતી વસ્તુઓને પણ ટાળો. નહિતર ડ્રાય માઉથની સમસ્યાથી છુટકારો મેળવવો મુશ્કેલ છે. વધુપડતી દવાઓ લેવાથી પણ મોં સુકાઈ જવાની સમસ્યા થઈ શકે છે.

ડ્રાય માઉથનાં લક્ષણો

  • મોઢામાં ચાંદાં
  • સ્વાદ ફેરફાર
  • ગળામાં ખારાશ
  • ખરાબ શ્વાસ
  • લાળનો અભાવ
  • મોઢામાં ચીકાશ

રાત્રે ડ્રાય માઉથની સમસ્યાથી બચવા માટે કેટલાક સરળ ઉપાયો અજમાવી શકાય છે. આવો... જાણીએ...

વધુમાં વધુ પાણી પીવો
જો તમે ડ્રાય માઉથની સમસ્યાથી બચવા માગતા હોવ તો સૂતાં પહેલાં અચૂક પાણી પીવું જોઈએ. ઘણા લોકો સાંજ પછી ઓછું પાણી પીવે છે, જેને કારણે મોં સુકાઈ જવાની સમસ્યા રહે છે. ડિહાઈડ્રેશનને કારણે જીભ અને મોં સુકાઈ જાય છે, આ સ્થિતિ ટાળવી જોઈએ.

ટેસ્ટ કરાવો
ડ્રાય માઉથ પાછળ ઓરલ હેલ્થની સમસ્યા પણ હોઈ શકે છે. જ્યારે લાળ ગ્રંથિઓ પૂરતી લાળ ઉત્પન્ન કરતી નથી, ત્યારે ડ્રાય માઉથ થઈ જાય છે. આ સ્થિતિની સારવાર ડૉક્ટર દ્વારા વધુ સારી રીતે થઈ શકે છે.

કોગળા કરીને સૂઈ જાઓ
જો તમે રાત્રે કોગળા કર્યા વિના સૂઈ જાઓ તોપણ ડ્રાય માઉથની સમસ્યા થઈ શકે છે. ખાધા પછી મોં બરાબર સાફ થતું નથી અને ખોરાક મોંમાં ચોંટી જાય છે, જેના કારણે મોં સુકાઈ જાય છે.

આલ્કોહોલ અને તમાકુથી બચો
જો તમે વધુ તંમાકુનું સેવન કરો છો તો ડ્રાય માઉથની સમસ્યા થઈ શકે છે. આલ્કોહોલ અને તમાકુ શરીર અને મૌખિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એનું સેવન કરવાથી ડ્રાય માઉથની સમસ્યા થઇ શકે છે, તેથી એનાથી દૂર રહો.

શાકભાજી અને ફળોનો જ્યૂસ પીવો

શરીરમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ ઓછું હોવાને કારણે ડ્રાય માઉથની સમસ્યા પણ થઇ શકે છે. શાકભાજી અને ફળોના રસમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ આ ઊણપને પૂરી કરે છે. ડાયટમાં તાજા જ્યૂસ અને સૂપનો સમાવેશ કરો ને જંક ફૂડ ટાળવું જોઈએ.

હર્બલ ટી અચૂક પીવો
સૂતા પહેલાં હર્બલ ટીનું સેવન કરવાથી રાત્રે ડ્રાય માઉથની સમસ્યા દૂર કરી શકાય છે. શક્ય હોય તો રાત્રે કોફી કે ચા પીવાનું ટાળવું જોઇએ. સૂવાના સમયે 1થી 2 કલાક પહેલાં રાત્રે દવાઓ લઇ લેવી જોઇએ

ડ્રાય માઉથ પાછળ અનેક કારણો જવાબદાર.
ડ્રાય માઉથ પાછળ અનેક કારણો જવાબદાર.

ડ્રાય માઉથ થવા પાછળ આ કારણો

તરસ લાગી હોય તો મોં અને જીભ સુકાઈ જવી સામાન્ય બાબત છે. જો તમારું મોઢું વારંવાર સુકાઈ જતું હોય તો શરીરમાં કોઈ બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. સામાન્ય રીતે જ્યારે મોઢું સુકાઈ જાય છે ત્યારે મોંમાં લાળ બનવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. ઘણી વખત આપણે આ સમસ્યાને નજરઅંદાજ કરીએ છીએ, કારણ કે જો મોં થોડા સમય માટે સુકાઈ જાય છે, તો એનાથી વ્યક્તિને કોઈ સમસ્યા નથી થતી.

દવાઓ અને ખરાબ લાઇફસ્ટાઇલ
કેન્સરની સારવારની દવાઓ લાળને ઘટ્ટ બનાવી શકે છે, જેને કારણે મોં સુકાઈ જાય છે. કેન્સરની સારવાર દરમિયાન રેડિયેશનના સંપર્કમાં આવવાથી પણ લિવરને નુકસાન થઈ શકે છે. હાઇ બ્લડપ્રેશર અને સ્ટ્રેસમાં લેવામાં આવતી દવાઓને કારણે વારંવાર મોં સુકાઈ જાય છે

મોડી રાત સુધી જાગવાથી
જે લોકો ખાવા-પીવામાં ધ્યાન નથી આપતા અથવા એસિડિટીને કારણે મોંમાં લાળ ઓછી થાય છે. અસ્થમાના દર્દીઓ જેઓ દરરોજ પંપ લે છે તેમને પણ આ સમસ્યા થાય છે. ડ્રાય માઉથ કારણે ને ક્યારેક ચાખવામાં, ચાવવામાં, ગળવામાં અને બોલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સિવાય ડ્રાય માઉથને કારણે દાંતને લગતી અનેક બીમારીઓ અને મોઢાના ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે.

ડ્રાય માઉથ આ બીમારીનો સંકેત છે
મોંમાં રહેલી ગ્રંથિઓ જે લાળ બનાવે છે, પણ જ્યારે એ યોગ્ય રીતે કામ કરતી નથી ત્યારે મોં સુકાઈ જાય છે, કારણ કે પૂરતી લાળ ઉત્પન્ન થતી નથી. આ ગ્રંથિઓને લાળ ગ્રંથિઓ કહેવામાં આવે છે. આ ગ્રંથિઓ યોગ્ય રીતે કામ ન કરવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે.

ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.

અન્ય સમાચારો પણ છે...