ઘણા લોકોને ઊભાં-ઊભાં પાણી પીવાની ટેવ હોય છે અથવા તો ચાલતા- ચાલતા બોટલમાંથી પાણી પીવે છે. જો તમે પણ આવું કરતા હોય તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. નુકસાનકારક સાબિત થઇ શકે છે. આપણે ઘણીવાર ઉભા-ઉભા પાણી પીતા હોય છે ત્યારે ઘરના વૃદ્ધ લોકો આપણને ટોકતા હોય છે. આ પાછળનું કારણ એ છે કે, ઊભાં-ઊભાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
આયુર્વેદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જેમ જમીન પર પલાંઠી વાળીને ભોજન કરવું વધુ સારું છે, તેવી જ રીતે બેસીને પણ પાણી પીવું જોઈએ. જેના કારણે શરીરના તમામ અંગો સુધી પાણી પહોંચે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને પાચન કરવામાં મદદ કરે છે. શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળે છે.
ઝારખંડની રાજધાની રાંચી સ્થિત આયુર્વેદ નિષ્ણાંત ડૉ. સુદામા પ્રસાદ કહે છે કે, હકીકતમાં મોટાભાગના લોકોને જ્યારે તરસ લાગે છે ત્યારે તેઓએ નથી જોઈ રહ્યા કે, ઊભાં-ઊભાં પાણી પીવે છે કે બેસીને પાણી પીવે છે.
ઊભાં રહીને પાણી પીવાથી અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. ઊભાં રહીને પાણી પીવાથી શરીરના તે અંગો સુધી પાણી નથી પહોંચતું જ્યાં સુધી પાણી જવું જોઈએ. જેના કારણે કિડની અને મૂત્રાશયમાંથી જે કચરો ફિલ્ટર થઈને બહાર નીકળવો જોઈએ તે નીકળતો નથી. આવા લોકોને કિડની અને પથરીની સમસ્યા વધુ જોવા મળે છે.
ઓક્સિજન લેવલ ઓછું થાય છે
ઊભાં રહીને પાણી પીવાથી ફૂડ કેનાલનું પાણી પેટના નીચેના ભાગમાં ઝડપથી પડે છે. જે પેટની અંદરની દિવાલોને નુકસાન પહોંચાડે છે. તેની સાથે આસપાસના અંગોને પણ નુકસાન થાય છે. જેના કારણે પાચનતંત્રમાં ગડબડ થઇ જાય છે. ઓક્સિજનનું લેવલ પણ ડિસ્ટર્બ થાયછે. જેના કારણે ફેફસાં અને હૃદયને પણ અસર થાય છે.
ઇલેક્ટ્રોલાઇટિસનું બેલેન્સ નથી રહેતું
આપણા શરીરમાં 70 ટકા પાણી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે ઊભાં રહીને પાણી પીતા હોઈએ છીએ, ત્યારે ઇલેક્ટ્રોલાઇટિસનું પણ બેલેન્સ રહી શકતું નથી. અચાનક વધારે પાણી પીવાથી સોડિયમનું લેવલ પણ ઘટી જાય છે. જેના કારણે માથું ભારે થવું, ચક્કર આવવું, આંચકી આવવી, સ્નાયુઓમાં ખેંચાણ વગેરે જેવી અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થાય છે. ઘણા લોકોને સાંધાનો દુખાવો પણ થવા લાગે છે.
પાણીમાં શૂન્ય કેલરી હોય છે
શૂન્ય કેલરી ધરાવતું પાણી આપણું વજન સ્થિર રાખે છે. જ્યારે બેસતી વખતે થોડું પાણી શરીરમાં પ્રવેશે છે, ત્યારે તમામ અંગો એક્ટિવ થાય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે તમે ઊભાં રહીને પાણી પીવો છો, ત્યારે તમારી તરસ છીપતી નથી. અને પાણી પીવાની ઈચ્છા થાય છે. પ્રખ્યાત કુંડલિની યોગ શિક્ષક બિજય જે આનંદ કહે છે 'ડ્રીંક યોર ફૂડ એન્ડ ઈટ યોર વોટર.' એટલે કે ધીમે-ધીમે પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.