ચાઈલ્ડ વેક્સિનેશન:તમારું બાળક ઈન્જેક્શન જોઈ દોટ મૂકે છે, તો આ ટ્રિક્સ અપનાવી બાળકના મનમાં રહેલો ડર ગાયબ કરો

16 દિવસ પહેલાલેખક: શ્વેતા કુમારી
  • કૉપી લિંક

કોરોના વાઈરસનાં નવાં વેરિઅન્ટ 'ઓમિક્રોન'એ દુનિયાભરમાં પગપેસારો કર્યો છે. દેશમાં વયસ્કો સાથે હવે 15થી 18 વર્ષનાં ટીનેજર્સનું રસીકરણ શરૂ થયું છે. પેરેન્ટ્સના મનમાં સવાલ છે કે 15 વર્ષથી નાનાં બાળકોને ક્યારે વેક્સિન મળશે? તેનાથી મોટો પણ પ્રશ્ન એ છે કે પેરેન્ટ્સ બાળકોને વેક્સિન લેવા માટે મેન્ટલી કેવી રીતે તૈયાર કરશે? સીનિયર સાઈકિયાટ્રિસ્ટ ડૉ. અવનિ તિવારી પાસેથી જાણો બાળકોને વેક્સિન લેવા કેવી રીતે મેન્ટલી સ્ટ્રોન્ગ બનાવશો....

બાળકોને ક્યારેય ન કહો કે આજે તેમને ઈન્જેક્શન લાગવાનું છે તેનાથી તેમનાં મનમાં ડર ભરાઈ જાય છે. પેરેન્ટ્સે વારંવાર કોઈ વાતે બાળકોને ઈન્જેક્શન લગાવવાની બીક ન બતાવવી જોઈએ. વારંવાર આવી બીક બતાવવાથી બાળકનાં મનમાં હંમેશાં માટે તેનો ડર ઘર કરી જાય છે. જ્યારે ખરેખર બાળકને ઈન્જેક્શન આપવાનો વારો આવે ત્યારે બાળક મુસીબત બની જાય છે.

પેરેન્ટ્સ જ બાળકનાં ડરનું કારણ
ડૉ. તિવારી જણાવે છે કે, બાળકોમાં ઈન્જેક્શનનો ડર ભરનારા પેરેન્ટ્સે સમજવું જોઈએ કે નાની નાની ભૂલોમાં આ ડર ભરવાથી બાળક મોટું થાય ત્યાં સુધી તેનાથી ભયભીત રહે છે. બાળક જિદ્દ કે તોફાન કરે ત્યારે પેરેન્ટ્સ તેને ઈન્જેક્શનના નામે ડરાવે છે. પેરેન્ટ્સે આમ કરતાં બચવું જોઈએ.

આ રીતે બાળકનાં મનનો ડર દૂર કરો
ઈન્જેક્શન લાગવાનું હોય એ જ દિવસે જાણ કરો
ઘણી વખત પેરેન્ટ્સ વેક્સિનેશનના 4-5 દિવસ પહેલાં જ બાળકને તેની જાણ કરી દેતાં હોય છે. આમ કરવાથી બાળક ડરી જાય છે બની શકે ડરની અસર તેનાં ડાયટ પર પડે. તેથી બાળકને ક્યારેય અગાઉથી તેની જાણ ન કરવી જોઈએ.

ઈમોશનલ ન થવું

બાળકને ઈન્જેક્શન આપવાની વાત આવે તો માતા ઈમોશનલ થઈ જાય છે. ઘણી વખત માતા બાળક સામે જ રડી પડે છે. તે જોઈ બાળકનું મનોબળ તૂટી જાય છે. માતાએ બાળકનું મન મજબૂત કરવું જોઈએ.

બાળકનું ધ્યાન ભટકાવો
ઈન્જેક્શન લેવાનું હોય તે સમયે બાળકનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરો. તેને કોઈ વાતોમાં વ્યસ્ત રાખો. તેની ગમતી વાતો અથવા મસ્તી મજાક કરો, જેથી બાળક હસતા મોઢે ઈન્જેક્શન લગાવી લે. ઈન્જેક્શન લાગી જાય ત્યારબાદ બાળકને સમજાવો કે તેનાં મનમાં જેટલો ડર હતો એવું કશું જ નથી થયું.

કોઈ પણ પ્રકારનો વાયદો ન કરો
ડૉ. અવનિ જણાવે છે કે, પેરેન્ટ્સ બાળકોને જૂઠ્ઠા વાયદા કરતા હોય છે કે ડૉક્ટર પાસે જઈ ઈન્જેક્શન નહિ લાગે પરંતુ ખરેખર તો ઈન્જેક્શન લાગવાનું જ છે, આમ કરવાથી બાળકનાં મનમાં પેરેન્ટ્સ પ્રત્યે નકારાત્મક ભાવ ઉત્પન્ન થાય છે. તેની અસર તેનાં મગજ પર થાય છે.

નાની નાની વાતે બાળકને ધમકી ન આપો
બાળકને નાની નાની વાતે ડરાવવાથી બચવું જોઈએ. બાળકોને બહાદૂર બનાવવા માટે પ્રોત્સાહનની જરૂર છે ન કે ધમકીની. તેમનું મનોબળ મજબૂત કરવાના પ્રયાસ કરો.

અન્ય સમાચારો પણ છે...