જો ત્વચાની બરાબર રીતે દેખભાળ કરવામાં ન આવે તો ઉંમર પહેલાં જ ચહેરા પર કરચલીઓ જોવા મળી શકે છે. સ્કિન કેર પર ધ્યાન ન આપવું, ખોટી લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, પ્રદુષણથી ચહેરાની ત્વચાને નુકસાન થાય છે. બ્યુટી એક્સપર્ટ શહનાઝ હુસૈન જણાવી રહ્યા છે ચહેરા પર અકાળે પડતી કરચલીઓથી બચવાના ઘરેલુ ઉપાય.
કરચલી ન વધારે તે માટે કરો આ ઉપાય
આજની લાઇફસ્ટાઇલ અને તણાવને કારણે નાની ઉંમરે જ ચહેરા પર કરચલી થવા લાગે છે, જેના કારણે ઉંમર નાની હોવા છતાં પણ મોટી લાગે છે. નન્હૈ ઉંમરમાં ફાઈન લાઇન્સ, કરચલીઓ જોવા મળે તો તેને રોકવા માટે ઉપાય કરવા જરૂરી છે. આ માટે તમારે મોંઘા-મોંઘા કોસ્મેટિક્સ પાછળ ખર્ચ કરવાની જરૂર નથી પરંતુ રસોડાંમાં રહેલી અમુક વસ્તુઓથી પણ કરચલીને વધતી રોકી શકાય છે.
આ રહ્યા ઘરગથ્થુ ઉપાય
ઉંમર પ્રમાણે સ્કિનપર ધ્યાન આપવું ખુબ જ જરૂરી છે. કરચલી અને ફાઈન લાઇન્સને વધતી રોકવા માટે તમે ઘરગથ્થુ ઉપાય પણ કરી શકો છો.
બારેમાસ મળતા પપૈયા સ્કિન માટે બેહદ ફાયદાકારક છે. પપૈયાના પલ્પને ચહેરા પર લગાવો અને સુકાઈ જાય પછી ધોઈ લો. આ પેકને રેગ્યુલર લગાવવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે અને સ્કિન ટાઈટ થાય છે.
પાકેલા કેળાને મેશ કરો. તેમાં મધ ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. આ ફેસ પેકને ચહેરા અને ગરદન પર લગાવો. કરચલીઓ અને ફાઈન લાઈન્સ દૂર કરવા માટે આ એક સરળ ઘરગથ્થુ ઉપાય છે.
10-15 મખાનાને કાચા દૂધમાં રાતભર પલાળી રાખો. સવારે તેને પીસીને ફેસ પેક તૈયાર કરો. તેને ચહેરા અને ગરદન પર લગાવો. જ્યારે પેક સુકાઈ જાય ત્યારે ચહેરાને હળવા હાથે ઘસીને પાણીથી ધોઈ લો. આ પેક કરચલીઓ ઘટાડે છે અને ચહેરાની ચમક વધારે છે.
કાકડીને છીણી લો.તેમાં દહીં મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો.તેને ચહેરા પર લગાવો. ફેસ પેક સુકાઈ ગયા બાદ ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. ચહેરા પર ઉભરાતી ફાઈન લાઈન્સને ઓછી કરવા માટે આ ઉપાય કરી શકો છો.
ઈંડાની સફેદીમાં લીંબુનો રસ મિક્સ કરીને ફેસ પેક બનાવો. તેને ચહેરા પર લગાવો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ધોઈ લો. આ પેકથી ઉંમર પહેલાં દેખાતી કરચલીઓ ઓછી થાય છે અને ચહેરા પર ગ્લો આવે છે.
સફરજનને પીસીને તેની પેસ્ટ બનાવો. તેને 15 મિનિટ માટે ચહેરા પર લગાવો, પછી તેને નવશેકા પાણીથી ધોઈ લો. આ પેસ્ટના નિયમિત ઉપયોગથી કરચલીઓ ઓછી થાય છે અને ચહેરાની ચમક વધે છે.
ચહેરાની ત્વચાની સાથે સાથે હોઠનું પણ ધ્યાન રાખો. હોઠની ત્વચા ખૂબ જ પાતળી હોય છે, તેમાં તેલની ગ્રંથીઓ પણ હોતી નથી, તેથી હોઠની વધુ કાળજી લેવી જરૂરી છે. હોઠની ત્વચાને કોમળ રાખવા માટે દરરોજ રાત્રે બદામનું તેલ અથવા દૂધની મલાઈ લગાવો.
લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરો
સ્કિનની ફાઈનલાઇન્સ અને કરચલીઓને દૂર કરવા માટે ડાયટમાં વિટામીન સીથી ભરપૂર વસ્તુઓ જેવી કે, સંતરા, મોસંબી અને લીંબુને સામેલ કરો. લીલા શાક, ડ્રાયફ્રૂટ્સ પણ સ્કિન માટે ફાયદાકારક છે. રાતે જલ્દી સુઈ જાઓ અને સવારે જલ્દી જાગી જાઓ. દરરોજ સવારે યોગ અને પ્રાણાયમ કરો. તનાવથી દૂર રહો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.