કોરોના વાઈરસ સામે લડવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને ડૉક્ટર્સ વેક્સિન લેવા માટે સલાહ આપી રહ્યા છે. તાજેતરના એક રિસર્ચ પ્રમાણે ફુલ્લી વેક્સિનેટેડ લોકોમાં ઓમિક્રોન સંક્રમણ ડેલ્ટા વેરિઅન્ટ સામે ઈમ્યુનિટી વધારે છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ પણ આ રિસર્ચનાં પરિણામને યોગ્ય ગણાવ્યું છે. WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને ટ્વીટ કર્યું કે, ઓમિક્રોનનું સંક્રમણ ડેલ્ટા વિરુદ્ધ ઈમ્યુનિટી વધારી શકે છે, શરત એ છે કે તમે વેક્સિનેટેડ હોવા જોઈએ.
તેમણે કહ્યું કે, તમે કોરોના વાઈરસની રસી નહિ લીધી હોય તો નવો વેરિઅન્ટ ઈમ્યુનિટી જનરેટ નહિ કરે. અર્થાત સંક્રમણ વેક્સિનેશનનો વિકલ્પ નથી, જે કેટલાક લોકો માની રહ્યા છે.
દક્ષિણ આફ્રિકામાં પીક દરમિયાન ઓમિક્રોન અને ઈમ્યુનિટી પર રિસર્ચ થયું
ઓમિક્રોન પછીની લાઈફ સરળ બનશે!
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, દુનિયાભરમાં ભલે ઓમિક્રોન સંક્રમણ દાવાનળની જેમ ફેલાઈ રહ્યો હોય, પરંતુ તેમાં હોસ્પિટલમાં દાખલ થનારા અને મૃત્યુની સંખ્યા ઘણી ઓછી છે. ઓમિક્રોન વેરિઅન્ટ કોરોનાના જૂના વેરિઅન્ટ કરતાં માઈલ્ડ છે. તે ગંભીર રીતે બીમાર કરી શકતો નથી.
ઓમિક્રોન લહેર પછી મહામારીમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. બની શકે કોરોનાને કારણે સામાન્ય જીવનમાં આવતી અડચણો હવે દૂર થાય. હાલ ઓમિક્રોન ઘણા દેશમાં ડેલ્ટાનું સ્થાન લઈ ડોમિનન્ટ વેરિઅન્ટ બની ગયો છે.
અનવેક્સિનેટેડ લોકો માટે ઓમિક્રોન પડકાર
એલેક્સ સિગલે જણાવ્યું કે, વેક્સિન ન લીધી હોય તેવા લોકોને ઓમિક્રોનનું ગંભીર સંક્રમણ થઈ શકે છે. આવા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. આવા લોકોને નવા વેરિઅન્ટથી મૃત્યુનું જોખમ પણ થઈ શકે છે. અનવેક્સિનેટેડ લોકોને ઓમિક્રોન થાય તો તે ડેલ્ટા વિરુદ્ધ ઈમ્યુનિટી બનાવી શકતા નથી. કોરોનાથી બચવા માટે વેક્સિન લેવી જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.