તમારી જીભનો રંગ પણ બદલાઈ છે?:જો બરાબર રીતે જીભ સાફ કરવામાં ના આવે તો અનેક બીમારીની શક્યતા, ઘરગથ્થું ઉપચારથી જીભ સાફ કરવાની રીત

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણે દરરોજ બ્રશ કર્યા બાદ જીભને સાફ કરીએ છીએ, પરંતુ જીભને કેવી રીતે સાફ કરવી તે અંગે આપણે હજુ પણ ખોટી રીત અપનાવીએ છીએ, જેના કારણે અમુક વાર ઇજા પણ થઇ જાય છે. ઇએનટી સર્જન ડો.પંકજ ગુલાટી જણાવે છે કે, જીભનું કેવી રીતે ધ્યાન રાખવું. ડોક્ટર જણાવે છે કે, ઘણીવાર લોકો પાન-મસાલા ખાઈને જીભ બરાબર સાફ નથી કરતા જેના કારણે જીભમાં ચાંદા પડી જાય છે.

ટંગ સ્ક્રેપિંગ શું છે?
ડો. જણાવે છે કે, ટંગ સ્ક્રેપિંગ( જીભ સાફ કરવી) જમા ખોરાકને કાઢવાની સરળ રીત છે. જીભ પરના ખોરાકને કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. જો મોઢામાંથી વધારે દુર્ગંધ આવતી હોય તો પ્લાસ્ટિક, સ્ટીલ અથવા તાંબાના ટંગ ક્લિનરથી દરરોજ બ્રશ કર્યા બાદ સફાઈ કરવી જોઈએ.

મોઢામાં દુર્ગંધ પેદા કરનાર સલ્ફર કમ્પાઉન્ડ ઓછા થાય છે
જર્નલ ઓફ પીરિયડોનટોલોજીમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, દરરોજ જીભ સાફ કરવાથી મોઢામાં દુર્ગંધ પેદા કરનાર સલ્ફર કમ્પાઉન્ડ સાફ થઇ જાય છે. જીભ સાફ કરવાથી 75% સલ્ફર કમ્પાઉન્ડ દૂર થાય છે. જ્યારે બ્રશ કરવાથી 45% સલ્ફર કમ્પાઉન્ડ દૂર થાય છે.

બેક્ટેરિયા ઓછા થાય છે.
અભ્યાસ અનુસાર, ઓરલ હેલ્થ માટે જીભની સફાઈ કરવી ખુબ જ જરૂરી છે. આપણે દરરોજ જીભની સફાઈ કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

જો જીભ સાફ નહીં હોય તો સ્વાદ પણ નહીં આવે
એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે, જીભ પર જમા ગંદકીને કારણે જમવાનો સ્વાદ પણ નથી આવતો. તો ટેસ્ટ માટે જીભ સાફ કરવી જરૂરી છે.

જીભ સાફ કરવાની સાચી રીત

  • પ્લાસ્ટિક અથવા મેટલના ટંગ ક્લીનરથી જ જીભ સાફ કરવી જોઈએ. આ સાથે જ બંને તેટલી વધારે જીભને બહાર કાઢવી જોઈએ.
  • ટંગ ક્લિનરને જીભની પાછળ તરફ રાખો અને વાઇપરની જેમ ઉપયોગ કરો.
  • ટંગ ક્લિનરમાં જે ગંદકી હોય છે તેને પાણીથી સાફ કરી શકો છો.
  • આ પ્રોસેસ 2 વાર કરો

જીભને સાફ કરવાના ઘરગથ્થુ ઉપચાર
જીભને ઘરગથ્થુ ઉપચારથી પણ સાફ કરી શકો છે. જેના દ્વારા તમે જીભના બેક્ટેરિયાને પણ સાફ કરી શકો છો.

મીઠાવાળા પાણીથી કોગળા કરો
મીઠાવાળા પાણીથી કોગળા કરવાથી માઉથ વોશ થાય છે અને મોઢામાં કોઈ દુખાવો હોય તો તેમાંથી પણ રાહત મળે છે. મીઠાવાળા પાણીથી ખોરાકના જે કણો રહી ગયા હોય તો તેને બહાર કાઢવામાં મદદ કરે છે. મોઢામાં 30 સેકન્ડ સુધી પાણીને રાખો પછી કોગળા કરી લો,

સ્વસ્થ જીભનો રંગ કેવો હોય છે?
અમુકવાર જીભ લાલ, પીળો, પર્પલ અથવા અન્ય કોઈ રંગની થઇ જાય છે. તો જીભના રંગની સાથે જો આકાર પણ બદલાઈ જાય તો સ્વાસ્થ્ય કંડીશનર વિશે જાણકારી આપે છે.

સ્વસ્થ જીભનો રંગ પિંક હોય છે
હેલ્ધી જીભનો રંગ ગુલાબી હોય છે, જેની સપાટી પર સફેદ આવરણ હોય છે. જીભ પરના આ નાના છિદ્રો આપણને ખાવા-પીવાનો ટેસ્ટ આપે છે. જો જીભનો રંગ ગુલાબીમાંથી બદલીને કોઇ બીજા રંગની થઇ જાય છે તો અસ્વસ્થતાની નિશાની છે. આપણા શરીરમાં જો કોઇ બીમારી હોય તો જીભનો કલર બદલાઇ જાય છે.

વિટામિન- Bની ઉણપ હોય તો લાલ જીભ
જો ક્યારે પણ તમારી જીભનો કલર લાલ જોવા મળે તો તમારા શરીરમાં વિટામિન- Bની ઉણપ છે, જે તમે ડાયટમાં ફેરફાર કરીને કંટ્રોલ કરી શકો છો. જો જીભ લાલ હોય ને બોર્ડર સફેદ હોય તો ચેતી જવાની જરૂર છે.

પર્પલ જીભ હોય તો હાર્ટની બીમારી
જીભનો કલર પર્પલ હોય તો હાર્ટની બીમારી અથવા શરીરમાં બ્લડ સર્કયુલેશન બરાબર નથી થઇ રહ્યું

જીભનો કલર બ્લુ હોય તો ઓક્સિજનની ઉણપ
જ્યારે શરીરમાં ઓક્સિજનની ઉણપ હોય ત્યારે બ્લુ જીભ થાય છે. બ્લુ જીભથી ફેફસાં અથવા કિડનીની બીમારી હોવાની શક્યતા છે.

તમાકુના સેવનથી પીળી જીભ
જે લોકો સિગારેટ કે તમાકુનું સેવન કરે છે તેમની જીભ પીળી હોય છે. આ સાથે જ ઘણા કિસ્સામાં કમળાના કારણે પણ પીળી જીભના લક્ષણો જોવા મળે છે. આ સ્થિતિમાં અવગણવાને બદલે તમારે ડોકટરની સલાહ લેવી જોઈએ.

પાચન સંબંધી કોઇ બીમારી હોય તો ગ્રે જીભ
ઘણી વખત ખોરાક પચાવવામાં તકલીફ પડતી હોય તો આ સ્થિતિમાં ગ્રે જીભ જોવા મળે છે.

સફેદ જીભ, ફંગલ ઇન્ફેક્શનનું કારણ બને છે
જ્યારે જીભ પર સફેદ ડાઘ જોવા મળે છે, તો તેનો અર્થ એ છે કે વ્યક્તિને ફંગલ ઇન્ફેક્શન છે. એન્ટી ફંગલ દવાઓનું સેવન કરવાથી આ પ્રકારની સમસ્યાથી રાહત મળે છે. સાથે જ જો લ્યુકોપ્લાકિયા કે ઓરલ લિકેન પ્લાનસની સમસ્યા હોય તો તે વ્યક્તિની જીભનો રંગ સફેદ હોઈ શકે છે.

તમાકુના સેવનથી બ્રાઉન જીભ થઈ શકે છે
બ્રાઉન ટંગની સમસ્યા ત્યારે જ થાય છે જ્યારે તે વ્યક્તિ કંઈક ખાય છે અથવા પીવે છે. આ સાથે જ તમાકુ વધુ પડતું ખાવાને કારણે બ્રાઉન જીભની સમસ્યા પણ થઇ શકે છે. સાથે જ તે ઓરલ કેન્સરનાં શરૂઆતનાં લક્ષણો પૈકી એક છે.

સફાઈ ન કરવાથી જીભ કાળી પડી શકે છે.
મોઢામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા નીકળે છે, તેનાથી કાળી જીભની સમસ્યા થઈ શકે છે. સાથે જ ડાયાબિટીસની બીમારીના કારણે પણ કાળી જીભની સમસ્યા થઇ શકે છે. ઘણી વખત જીભની સપાટી વાળ જેવી દેખાવા લાગે છે.

ડોકટરની સલાહ અચુક લો
જો લાંબા સમયથી જીભનો કલર બદલતો હોય તો ડોકટરની સલાહ અચુક લેવી જોઇએ. જીભના રંગ અને તેના કદમાં કોઈ તફાવત હોય કે પછી સોજો જોવા મળે તો ડોકટર સલાહ લેવી જરૂરી છે. સાથે જ જીભના ભેજથી લઈને તેના કોટિંગમાં કોઈ ફરક હોય તો ડોકટરની સલાહ લેવી જોઈએ.