બીમારી / આપઘાત કરવાના વિચારો આવતા હોય તો વ્યક્તિ બાયપોલર ડિસઓર્ડરથી પીડિત હોઈ શકે છે, તરત જ ડોક્ટરની સલાહ લેવી

If the thoughts of suicide are coming, then a person may suffer from bipolar disorder

Divyabhaskar.com

Jul 09, 2019, 12:24 PM IST

હેલ્થ ડેસ્કઃ બાયપોલર ડિસઓર્ડર એક મેન્ટલ હેલ્થ કન્ડિશન છે, જેમાં વ્યક્તિના મૂડમાં ફેરફાર થતો રહે છે. મૂડમાં થતો આ ફેરફાર સામાન્ય કેટેગરીમાં આવતો નથી. આ ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિ મહિનાઓથી ડિપ્રેશનમાં રહી શકે છે અથવા લાંબા સમય સુધી તણાવની સ્થિતિમાં રહી શકે છે.


લક્ષણો
બાયપોલર ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિમાં ત્રણ મુખ્ય લક્ષણો જોવા મળે છે. પહેલું મેનિયા, બીજું હાઇપોમેનિયા અને ત્રીજું ડિપ્રેશન.


મેનિયાની સ્થિતિમાં વ્યક્તિ ભાવનાત્મક રીતે વધુ સંવેદનશીલ બની જાય છે. લાગણીઓ પર તેનું નિયંત્રણ નથી રહેતું. તે બહુ વધારે ઉત્સાહિત, જુસ્સાવાળી, બહુ વધારે ખુશ અને ઊર્જાથી ભરપૂર અનુભવે છે. મેનિયાની પરિસ્થિતિ દરમિયાન વ્યક્તિનું કાર્ય અને સંબંધો સૌથી વધુ પ્રભાવિત થાય છે.


હાઇપોમેનિયા મેનિયાથી એક સ્તર ઉતરતી સ્થિતિ છે. આ લક્ષણને મોટાભાગે બાયપોલર 2 ડિસઓર્ડર કહેવાય છે. આ સ્થિતિમાં પણ વ્યક્તિના મૂડમાં ઘણો ફેરફાર થાય છે, જો કે, આનાથી વ્યક્તિનું કાર્ય અને તેના સંબંધોને મેનેજ કરવાની ક્ષમતા પર કોઈ અસર નથી પડતી.


ડિપ્રેશનવાળી સ્થિતિમાં વ્યક્તિ બહુ વધારે નિરાશ, ઉર્જામાં ઊણપ, વસ્તુઓમાં ઓછો રસ, ઓછી અથવા બહુ વધારે ઊંઘ વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે. તેના મગજમાં આપઘાત કરવાના વિચારો પણ આવી શકે છે. તેથી, આ લક્ષણો ઓળખવા બહુ જરૂરી છે.


સારવાર
બાયપેલર ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિને તબીબી સારવારની જરૂર હોય છે. લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો, જેથી એ વ્યક્તિની સ્થિતિમાં સુધાર લાવી શકાય. સામાન્ય રીતે આ રોગથી પીડિત હોવા પર વ્યક્તિએ આજીવન દવાઓની મદદ લેવી પડે છે. દવાનો ડોઝ કેટલો વધારે કે ઓછો હશે તેનો નિર્ણય ડોક્ટર દર્દીને તપાસ્યા બાદ નક્કી કરે છે.

X
If the thoughts of suicide are coming, then a person may suffer from bipolar disorder
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી