તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • If Pregnant Women Drink Even Half A Cup Of Coffee A Day, The Baby May Be Small In Size, Find Out Why This Happens.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોફી અને પ્રેગ્નન્સીનું કનેક્શન:ગર્ભવતી મહિલાઓ દિવસમાં અડધો કપ પણ કોફી પીવે છે તો બાળક કદમાં નાનું હોઈ શકે છે, જાણો આવું શા માટે થાય છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના સંશોધકોએ તેમના રિસર્ચમાં દાવો કર્યો
  • કહ્યું, આવા બાળકોને ભવિષ્યમાં હાર્ટ ડિસીઝ થઈ શકે છે

પ્રેગ્નન્સી દરમિયાન એક દિવસમાં અડધો કપ કોફી પણ પીવો છો તો બાળક કદમાં નાના જન્મી શકે છે. આ દાવો અમેરિકાના વૈજ્ઞાનિકોએ તેમના તાજેતરના રિસર્ચમાં કર્યો છે. રિસર્ચના અનુસાર, જન્મના સમયે બાળક કદમાં નાના હોય છે તો ભવિષ્યમાં મેદસ્વિતા, હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસનું જોખમ રહે છે.

આ રીતે રિસર્ચ થયું
સંશોધકોએ 2,000થી વધારે વિવિધ દેશોની મહિલાઓને રિસર્ચમાં સામેલ કરી. 12 વિવિધ જગ્યાઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચમાં સામેલ થવા માટે 8થી 13 સપ્તાહની પ્રેગ્નન્ટ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ તમામ મહિલાઓ નોન-સ્મોકર્સ હતી અને પ્રેગ્નન્સી પહેલા કોઈપણ બીમારીથી પીડાતી નહોતી.

આવું કેમ છે, તેનું કારણ પણ જાણી લો
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કેફીનની અસરના કારણે ગર્ભાશય અને ગર્ભનાળ સંકોચાઈ જાય છે. તેનાથી ગર્ભમાં ઊછરી રહેલા બાળક સુધી લોહીનો સપ્લાય ઘટી શકે છે. પરિણામે તેની અસર તેના ગ્રોથ પર પડી શકે છે.

એટલું જ નહીં. તેનાથી તેમાં હોર્મોનલ ખરાબીનું જોખમ પણ રહે છે અને તે બાળકને ભવિષ્યમાં મેદસ્વિતાનો સામનો પણ કરવો પડી શકે છે.

કેફીન અને એનર્જી ડ્રિંક્સથી દૂર રહેવું
સંશોધકોએ સલાહ આપી છે કે, ગર્ભવતી મહિલાઓએ પ્રેગ્નન્સી દરમિયાન કેફીનવાળી વસ્તુ જેવી કે ચા-કોફી અને એનર્જી ડ્રિંક્સ લેવાનું ટાળવું. તેમજ હેલ્થ એજન્સી NHSના જણાવ્યા પ્રમાણે, ગર્ભવતી મહિલાઓએ 200mlથી વધારે કેફીન ન લેવું જોઈએ.

કેફીનનું સેવન ઓછું કરવું
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થ એન્ડ ડેવલપમેન્ટના સંશોધનકર્તા કેથરીન ગ્રેંટ્ઝના જણાવ્યા પ્રમાણે, પ્રેગ્નન્સી દરમિયાન કેફીનવાળા પ્રવાહી પદાર્થનું સેવન ઓછું કરવું જોઈએ. ગર્ભવતી છો તો ડૉક્ટકરને જરૂરથી પૂછો કે કેફીન કેટલું લેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો