અલર્ટ / ગર્ભવતી મહિલાઓ સિગારેટ પીતી હોય તો બાળકને અસ્થમા થઈ શકે છે, પિતાની સિગારેટ પીવાની અસર પણ આવનારા બાળક પર પડે છે

Divyabhaskar.com

Jun 08, 2019, 12:13 PM IST
If pregnant women are smoking then the child may have asthma

હેલ્થ ડેસ્કઃ ગર્ભવતી સ્ત્રીઓના ધૂમ્રપાન કરવાથી બાળકને અસ્થમા થઈ શકે છે. એક નવાં સંશોધનમાં આ વાત સામે આવી છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન સિગારેટ પીવે તો આવનારા બાળકને અસ્થમા થવાનું જોખમ વધી શકે છે.

સિગારેટ પીવાથી આવનારા બાળકનો વિકાસ પણ રૂંધાય છે. આ સંશોધન ફ્રન્ટિયર્સ જિનેટિક્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. એમ પણ અત્યારે વિશ્વભરમાં અસ્થમાનું જોખમ વધી રહ્યું છે. બ્રિટનમાં 54 લાખ લોકો અસ્થમાના રોગથી પીડાઈ રહ્યા છે.


આ સંશોધન તાઇવાનની હો-જીન હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. સંશોધનમાં ભાગ લેનારા ડોક્ટર ચિહ ચ્યાંગ વુનું કહેવું છે કે, 6 વર્ષથી મોટાં 756 બાળકોની તબીબી તપાસ કરી આ સંશોધન કર્યું છે. આ બાળકોનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એ તારણ નીકળ્યું કે જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન વધુ સિગારેટ પીતી હતી તેમના બાળકોને સિગારેટ નહીં પીતી મહિલાઓની સરખામણીએ અસ્થમાનું જોખમ વધારે રહે છે.


આ સંશોધનમાં એ પણ જાણકારી આપવામાં આવી છે કે, જે બાકોના પિતા દિવસમાં 20 સિગારેટ પીવે છે તેમના બાળકોને અસ્થમા થવાનું જોખમ 35% વધુ રહે છે. જ્યારે કે જે બાળકોના પિતા દિવસમાં 20થી ઓછી સિગારેટ પીવે છે તેમના બાળકોને અસ્થમા થવાનું જોખમ 25% રહે છે. એટલે કે માતા-પિતાની સિગારેટ પીવાની અસર તેમનાં આવનારા બાળકો પર પણ પડે છે.


આ ઉપરાંત રિસર્ચમાં એ વાત પણ બહાર આવી કે, જે બાળકોના પિતા સિગારેટ નથી પીતા એ બાળકોને 22.7% અસ્થમા થવાની શક્યતા રહે છે. એટલે કે સિગારેટ પીનારા માતા-પિતાના બાળકોને અસ્થમા થવાનું જોખમ સૌથી વધારે રહે છે.

X
If pregnant women are smoking then the child may have asthma
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી