વારંવાર ભૂખ લાગવી આપે છે બીમારીનો સંકેત:ખોરાક ન મળે અથવા થોડું પણ મોડું થાય તો માથાનો દુખાવો અને ચીડિયાપણું પણ થઈ શકે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભૂખ લાગવી એ સ્વભાવિક છે પણ ખાવાનું ખાધા પછી થોડાં જ સમયમાં ફરીથી ભૂખ લાગવી એ થોડું વિચિત્ર છે. જો આ સમયે ખોરાક ન મળે અથવા થોડું પણ મોડું થાય તો માથાનો દુખાવો અને ચીડિયાપણું જેવી સમસ્યાઓ થવા લાગે છે. ફરિદાબાદની એકોર્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનાં સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. જયંત ઠાકુરિયાનું કહેવું છે, કે અમુક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓનાં કારણે તમને વારંવાર ભૂખ લાગે છે, જે ગંભીર પણ હોઈ શકે છે.

પ્રોટીનની ઉણપ
ડૉ. ઠાકુરિયા કહે છે કે, શરીરને અમુક નિશ્ચિત માત્રામાં પ્રોટીનની જરુરિયાત હોય છે, કારણ કે તેમાં ભૂખને નિયંત્રિત કરવાનાં અમુક ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. જો શરીરમાં આવશ્યક માત્રા કરતાં પ્રોટીન ઓછું હોય તો તમને વારંવાર ભૂખ લાગી શકે છે. મીટ, માછલી, ચિકન, ઈંડા, સોયાબીન, દાળ, પનીર, દૂધ, ડ્રાયફ્રુટ્સ પ્રોટીનનાં સારા એવાં સ્ત્રોત ધરાવે છે. તેને ડાયટમાં સામેલ કરો.

ડાયટમાં ફેટવાળી વસ્તુઓ ખાતાં નથી તો તમને વારંવાર ભૂખ લાગી શકે છે
ડાયટમાં ફેટવાળી વસ્તુઓ ખાતાં નથી તો તમને વારંવાર ભૂખ લાગી શકે છે

વધુ પડતું રિફાઈન્ડ કાર્બ્સ ખાવું
રિફાઈન્ડ કાર્બ્સ વધારે પડતું પ્રોસેસ્ડ હોય છે અને તેમાં ફાઈબર, વિટામિન અને મિનરલ્સની ઉણપ હોય છે. મેંદાથી બનેલી બ્રેડ ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જો તમે ડાયટમાં ફેટવાળી વસ્તુઓ ખાતાં નથી તો તમને વારંવાર ભૂખ લાગી શકે છે. અમુક પોષણક્ષમ વસ્તુઓ ડાયટમાં ઉમેરીને પણ તમે ફેટની માત્રા વધારી શકો છો જેમકે, ફેટી ફિશ, કોકોનટ ઓઈલ, અખરોટ, એવોકાડો, ઈંડા અને વધુ ફેટવાળું દહીં ખાવ.

ઓછું ફાઈબરયુક્ત ભોજન
ફાઈબરની ઉણપ પણ વધારે પડતી ભૂખ લાગવાનું કારણ હોઈ શકે છે. ભરપૂર પ્રમાણમાં ફાઈબર ધરાવતું ભોજન તમારી ભૂખને નિયંત્રણમાં રાખી શકે છે. તેનું પાચન ધીમે-ધીમે થાય છે. ફાઈબરયુક્ત ભોજન ભૂખ ઓછી કરનારાં હોર્મોન્સને વધારે છે, જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ડાયટમાં ઓટ્સ, ફ્લેક્સ સીડ્સ, શકકરિયા, સંતરા, બદામ અને આખા અનાજનો સમાવેશ કરો.

યોગ્ય રીતે ભોજન ના કરવું
વ્યસ્ત જીવનશૈલી લોકોને હેલ્ધી ફૂડથી દૂર રાખે છે. સમયના અભાવના કારણે લોકો પોતાનું ડાયટ યોગ્ય રીતે મેનેજ કરી શકતાં નથી. ધીમે-ધીમે તેની અસર તમારાં સ્વાસ્થ્ય પર પણ પડે છે. જલ્દી-જલ્દી ખાવાની હડબડાહટમાં તમે કેટલું ખાધું એનો ખ્યાલ તમને રહેતો નથી. તેના કારણે તમને એ ખ્યાલ નથી રહેતો કે, તમારું પેટ ભરાયું કે નહિ. એક અભ્યાસ મુજબ ધીમે ખાનારાં લોકોની તુલનામાં ઝડપથી ખાનારાં લોકોને વહેલી ભૂખ લાગે છે.

વધુ પડતી કસરત કરવી
વધુ પડતી કસરત પણ વધુ ભૂખ લાગવાનું કારણ બની શકે છે. આ લોકો વધુ કેલરી બર્ન કરે છે. એક અભ્યાસ મુજબ જે લોકો નિયમિત કસરત કરે છે, તેનું મેટાબોલિઝમ ઝડપી કામ કરે છે. વધુ પડતી કસરત કરવાના કારણે વધુ પડતી ઉર્જા ખર્ચ થાય છે ને ભૂખ પણ વધારે લાગે છે. આ માટે તમે તમારી ડાયટમાં ફાઈબર, પ્રોટીન અને હેલ્ઘી ફેટની માત્રા વધારો.

જો ઊંઘ પૂરી ન થતી હોય તો તેનાથી 'ઘ્રેલિન હોર્મોન' વધે છે અને વારંવાર ભૂખ લાગે છે
જો ઊંઘ પૂરી ન થતી હોય તો તેનાથી 'ઘ્રેલિન હોર્મોન' વધે છે અને વારંવાર ભૂખ લાગે છે

ઊંઘ પૂરી ના થવી
સારી ઊંઘ જ તંદુરસ્ત સ્વાસ્થ્યની નિશાની છે પણ જો ઊંઘ પૂરી ના થાય તો શરીરમાં ‘ઘ્રેલિન હોર્મોન’ વધવા લાગે છે અને વારંવાર ભૂખ લાગલા લાગે છે. આ હોર્મોન ભૂખનો સંકેત આપે છે. દરરોજ કમ સે કમ 7-8 કલાકની ઊંઘ જરુરી છે.

ઓછું પાણી પીવું
તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે યોગ્ય માત્રામાં પાણી પીવું જરુરી છે. પાણીનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી મગજથી લઈને પાચન તમામ ક્રિયાઓ યોગ્ય રીતે ચાલે છે. એક્સપર્ટ કહે છે કે, પાણી ઓછું પીનારાં લોકોમાં વારંવાર ભૂખ લાગવાની સમસ્યા ઉભી થઈ શકે છે એટલા માટે દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીવો.

વધુ પડતું આલ્કોહોલનું સેવન કરવું
એક અભ્યાસ મુજબ જો વધારે પડતું આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો ભૂખ ઓછી કરનારાં હોર્મોન પર ખરાબ અસર પડી શકે છે. ખાવાનું ખાધાં પહેલાં આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો વધારે પડતી ભૂખ લાગી શકે છે. જે લોકો વધારે પડતાં આલ્કોહોલનું સેવન કરે છે, તે અન્ય લોકોની તુલનામાં 30 ટકા વધુ કેલરીનું સેવન કરે છે.