મરી, જીરું અને સાકર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાસ કરીને મરી ગળાની ખરાશ, કબજિયાત, અપચા જેવી સમસ્યાને દૂર કરે છે. મરીમાં વિટામિન સી, વિટામિન એ, બીટા કેરોટીન, એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડેન્ટ્સ ગુણ મળે છે. મિસરીમાં વિટામિન બી 12, એન્ટી-ઓક્સિડેન્ટ્સ, એન્ટી-ઇન્ફ્લેમેટરી, ફાઇબર જેવા ગુણ મળે છે. આ સિવાય જીરું પણ વિટામિન એસ એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડેન્ટ્સ ગુણોથી ભરપૂર છે. એના ઉપયોગથી બીમારીઓ દૂર થાય છે. ચાલો... આયુર્વેદાચાર્ય ડો. આર. પી. પરાશર પાસેથી જાણીએ મરી, જીરું અને સાકર દ્વારા થતા ફાયદા અંગે....
મરી, જીરું અને સાકર ખાવાના ફાયદા
એનર્જી વધારે
મરી, જીરું અને મિસરીના સેવનથી થાક, નબળાઈ અને તણાવ દૂર થાય છે. એનર્જી વધે છે. વધારે થાક હોય તો મરી, જીરું અને મિસરીનું એકસાથે સેવન કરો. એનાથી એનર્જી વધશે.
ડાઇજેશન સ્વસ્થ રાખશે
મરી, જીરું અને સાકર પાચનશક્તિને સ્વસ્થ કરે છે. એના સેવનથી ગેસ, અપચો, પેટ ફૂલવું, સોજો આવવો અને કબજિયાતની પણ પરેશાની દૂર કરી શકાય છે.
વજન ઘટાડવામાં મદદગાર
વજન ઘટાડવા માટે મરી, જીરું અને સાકર ખૂબ જ ફાયદાકારક છે. મરીમાં ફાઇટોન્યૂટ્રિયન્ટ્સ હોય છે, જે ફેટ ઓછું કરે છે, સાકર ભૂખ કંટ્રોલ કરે છે. જીરું પેટની ચરબીને ઘટાડવામાં અસરદાર છે. ઝડપી વજન ઘટાડવા ઇચ્છો છો તો મરી, જીરું અને મિસરીને પીસીને ગરમ પાણી સાથે લો.
ઇમ્યુનિટી વધારે
ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવા માટે મરી, જીરું અને સાકરનું સેવન કરી શકો છો. એનાથી સ્ટ્રેસ અને થાક દૂર થાય છે.
કફમાં રાહત
ઉધરસ, તાવ જેવી પરેશાનીઓને ઘટાડવા માટે મરી, જીરું અને સાકરનું સેવન કરો. એના માટે આ ત્રણેય સામગ્રીને એકસાથે મિક્સ કરી લો અને ઘી સાથે સેવન કરો.
ગળાની ખારાશમાં આરામ
મરી, જીરું અને સાકરનું સેવન કરવાથી ગળાની ખરાશમાં આરામ મળે છે. લાળ, ગળામાં દુખાવો અને ઓરલ કેવિટીની પરેશાની હોય તો આ સામગ્રીનું સેવન કરો.
મગજ માટે ફાયદાકારક
નબળી યાદશક્તિ અથવા માનસિક તણાવ હોય તો મરી સાથે સાકરનું સેવન કરો. એના સેવનથી માનસિક થાક દૂર થશે અને યાદશક્તિ પણ સારી રહેશે. આ બંનેના સેવનથી અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. મગજને ફ્રેશ રાખવા માટે આ મિશ્રણનો પ્રયોગ કરો.
સ્કીન પ્રોબ્લેમ દૂર કરશે
ફોલ્લા અને ખીલ ઉપર મરી પીસીને લગાવો, આરામ મળશે. જોકે એને લગાવવું થોડું મુશ્કેલ છે, પરંતુ ઝડપથી આરામ મેળવવા માટે આ રામબાણ ઇલાજ છે.
હેડકીમાં રાહત
સાકર અને મરીને પીસીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો. એને પીવાથી હેડકીની સમસ્યા દૂર થઈ જાય છે. 5 મરીને બાળીને પીસવાં, પછી એને સતત સૂંઘવાથી હેડકીની સમસ્યા દૂર થાય છે.
સૂતાં પહેલાં સેવન કરો
રાતે સૂતાં પહેલાં સાકર અને મરીનું સેવન કર્યા પછી પાણી પીવું નહીં.
આ રીતે પણ કરી શકો છો કાળાં મરીનો ઉપયોગ
જે ઔષધીય ગુણોથી પણ ભરપૂર કાળાં મરીનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. કાળાં મરી ફક્ત ખાવાનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ ઘણી બીમારીઓના ઈલાજમાં પણ મદદરૂપ થાય છે.
શરદી-કફમાં છુટકારો
શરદીથી છુટકારો મેળવવા માટે 8-10 કાળાં મરી, 10-15 તુલસીનાં પાન મિક્સ કરીને ચા પીવાથી આરામ મળે છે. 100 ગ્રામ ગોળ ઓગાળીને 20 ગ્રામ કાળાં મરીનો પાઉડર મિક્સ કરો. ઠંડું થાય એટલે એમાંથી નાના-નાના બોલ બનાવી લો. ભોજન લીધા પછી 2 ગોળી લેવાથી ઉધરસમાં આરામ મળે છે. એક ચમચી મધમાં 2-3 પીસેલા કાળાં મરી અને એક ચપટી હળદર ભેળવીને લેવાથી શરદીમાં થતા કફમાં રાહત મળે છે.
તાવ
તાવ આવતો હોય તો કાળાં મરી, તુલસીનાં પાન અને ગિલોયનો ઉકાળો કરીને પીવાથી ફાયદો થાય છે.
સૂકી ઉધરસ
બે ચમચી દહીં, એક ચમચી સાકર અને 6 ગ્રામ પીસેલા કાળા મરીને મિક્સ કરીને ખાવાથી સૂકી ઉધરસમાં રાહત મળે છે.
ફેફસાંમાં ઇન્ફેક્શન
જો ફેફસાં કે શ્વાસનળીમાં ઇન્ફેક્શન હોય તો કાળાં મરી અને ફુદીનાની ચા લો. આ સિવાય પીસેલા કાળાં મરી, ઘી અને ખાંડને સરખા પ્રમાણમાં મિક્સ કરો. દરરોજ સવારે અને સાંજે એક ચમચી લો.
પાચનની બીમારીઓ દૂર થાય
કાળાં મરી અને સંચળને દહીંમાં નાખીને ખાવાથી પાચનની બીમારીઓ દૂર થાય છે. છાશમાં કાળાં મરી પાઉડરને નાખીને પીવાથી પેટની બીમારીઓ દૂર થાય છે. પેટમાં ગેસની સમસ્યા હોય તો એક કપ પાણીમાં અડધા લીંબુનો રસ, અડધી ચમચી પીસી કાળાં મરી અને અડધી ચમચી સંચળ નાખીને પીવો.
હાઇ બીપી
બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે દિવસમાં 2-3 વાર 5-5 દાણા મરી સાથે 20-20 કિસમિસ લો. અડધો ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી મરી પાઉડર નાખીને 2-2 કલાકના અંતરે પીવાથી બીપી નોર્મલ થઇ જાય છે.
કાળાં મરી, જીરું અને સાકરથી થાય છે આ નુકસાન
જો કોઈપણ વસ્તુને વધારે સેવન કરવામાં આવે તો એનાથી નુકસાન થાય છે. આવું જ કાળાં મરી અને સાકર સાથે થાય છે, જો કાળાં મરી અને સાકરનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે.
ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.