કોરોનાવાયરસની ઘણી સાઇડઇફેક્ટ્સ જોવા મળી રહી છે એમાં પણ ખાસ કરીને સ્વાસ્થ્યને લઇને ઘણાં અવનવા રિસર્ચ થઈ રહ્યા છે. તાજેતરમાં જ અમેરિકન રિસર્ચર્સ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે કોરોનાવાયરસથી સંક્રમિત થયા પછી વ્યક્તિને બહેરા પણ બનાવી શકે છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, આ વાયરસ કાનના અંદરના ભાગને પણ સંક્રમિત કરી શકે છે. કોવિડથી સંક્રમિત 10 દર્દીઓમાં કાનની સમસ્યા જોવા મળી હતી. આ દાવો અમેરિકાના મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સંશોધકોએ કર્યો છે.
રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના કાનના એવા કોષોને સંક્રમિત કરી શકે છે જે મનુષ્યને સાંભળવા માટે કામ કરે છે અને શરીરનું બેલેન્સ જાળવી રાખે છે.
રિસર્ચ કેવી રીતે થયું?
રિસર્ચર્સ ડો. કોન્સ્ટેન્ટિના સ્ટેન્ટોવિક અને ડો. લી ગેર્કેનું કહેવું છે કે, સાયટોમેગાલો, ગાલપચોળિયાં અને હિપેટાઈટીસ સહિત આવા ઘણા વાઈરસ છે, જેના ચેપને કારણે મનુષ્યમાં બહેરાશના કિસ્સાઓ જોવા મળે છે. શા માટે આ વાયરસ બહેરાશનું કારણ બને છે તે હજુ સુધી સમજાયું નથી.
આ સમજવા માટે બંને વૈજ્ઞાનિકો કોરોના રોગચાળો આવ્યો એ પહેલેથી કાનના અંદરના ભાગમાં ચેપ પર રિસર્ચ કરી રહ્યાં હતાં. આ માટે તેણે તેનું મોડેલ પણ તૈયાર કર્યું હતું.
વર્ષ 2020ની શરૂઆતમાં રિસર્ચર્સને એવા કિસ્સાઓ જાણવા મળ્યા જેમાં દર્દીઓમાં બહેરાશ, ટિનીટસ (કાનમાં અવાજ આવવો) અને કોરોનાનો ચેપ લાગ્યા પછી ચક્કર આવવાની સમસ્યા હતી. ડૉ. કોન્સ્ટેન્ટિના સ્ટેન્ટોવિક કહે છે કે, કોરોના દર્દીઓમાં બહેરાશ અને ટિનિટસના કેસો કોમન કેમ છે તે સમજાતું નથી. આવા કિસ્સાઓ સામે આવ્યા બાદ અમે અમે અમારા પ્લાનમાં ફેરફાર કર્યો અને કોરોના અને કાન વચ્ચેના કનેક્શનને સમજવા માટે રિસર્ચ શરૂ કર્યું.
જોખમ આ રીતે જાણવા મળ્યું
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોના અને કાનના કનેક્શનને સમજવા માટે માનવ ત્વચામાંથી જ કાનનું મોડેલ બનાવવામાં આવ્યું હતું. આમાં માનવ કાનમાં રહેલા તમામ કોષો હતા. આમાંથી ઘણી નવી વસ્તુઓ બહાર આવી.
સંશોધકોનું કહેવું છે કે, કાનની સમસ્યાથી પીડિત કોવિડના 10 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 9 ટિનિટસથી પીડાઈ રહ્યા હતા. 6 લોકોને પણ ચક્કર આવવાની ફરિયાદ આવી. આ સિવાય તમામ 10 દર્દીઓની સાંભળવાની ક્ષમતા પણ ઘટી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.